કોરોનાનો ડર: નોકરી છૂટી જવાની બીકે સ્પાઇસ જેટની કર્મચારીએ કરી આત્મહત્યા

કોરોના મહામારીમાં અનેક લોકો વ્યવસાય ધંધા બંધ થવાના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે અને અનેક લોકો ને પોતાની નોકરી ની પણ ચિંતા છે. તેવામાં એક યુવતીની આપઘાતની ઘટના સામે આવી છે. સ્પાઈસ જેટમાં કામ કરતી સ્નેહલ શીતવાલા નામની પરણિત યુવતીએ પોતાની માસીના ઘરે જઈ આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું. મરનારની માસી મણિનગરમાં આવેલ પાર્થ એમ્પાયરમાં રહેતા હતા. મરનાર છેલ્લા 4 દિવસથી માસીના ઘરે હતી. 
કોરોનાનો ડર: નોકરી છૂટી જવાની બીકે સ્પાઇસ જેટની કર્મચારીએ કરી આત્મહત્યા

મૌલિક ધામેચા/ અમદાવાદ : કોરોના મહામારીમાં અનેક લોકો વ્યવસાય ધંધા બંધ થવાના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે અને અનેક લોકો ને પોતાની નોકરી ની પણ ચિંતા છે. તેવામાં એક યુવતીની આપઘાતની ઘટના સામે આવી છે. સ્પાઈસ જેટમાં કામ કરતી સ્નેહલ શીતવાલા નામની પરણિત યુવતીએ પોતાની માસીના ઘરે જઈ આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું. મરનારની માસી મણિનગરમાં આવેલ પાર્થ એમ્પાયરમાં રહેતા હતા. મરનાર છેલ્લા 4 દિવસથી માસીના ઘરે હતી. 

આજે સવારે સ્નેહલનો રૂમ બંધ હતો અને ત્યારે ખ્યાલ આવ્યો કે સ્નેહલે ઘરમાં જ ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસ દ્વારા સ્નેહલના માસીએ જાણ કરી ત્યાર બાદ લાશને ઉતારી પોસ્ટ માર્ટમ માટે મોકલી આપી છે. .પોલીસ ની પ્રાથમિક તપાસમાં અને પૂછપરછમાં સામે આવ્યું છે કે, સ્નેહલને પોતાની નોકરી છૂટી જવાની બીક હતી. જેના કારણે તે ઘણા લાંબા સમયથી માનસિક તાણ અનુભવી રહી હતી. તાણમાં જ તેણે અંતિમ પગલું ભર્યું હોય તેવી આશંકા છે. તેમ છતાં હાલ પોલીસે અકસ્માતે મોત નોંધી અલગ અલગ દિશામાં કામ કરી રહી છે. હાલ તો ઘટનાને પગલે ચકચાર મચી ગઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે વિશ્વ સહિત દેશમાં ભારે મંદિનો માહોલ ચાલી રહ્યો છે. જેના કારણે અલગ અલગ કંપનીઓ પણ મંદીના કારણે પોતાના કર્મચારીઓને છુટા કરી રહી છે. તેવામાં સ્પાઇસ જેટમાં પણ કોસ્ટ કટિંગ થાય તો પોતાની નોકરી જાય તેવો ડર સ્નેહલને સતાવી રહ્યો હતો. સ્નેહલના 8 વર્ષ અગાઉ છુટાછેડા થઇ ગયા હતા. તે પોતાનાં 11 વર્ષનાં પુત્ર સાથે અમદાવાદના સુભાષબ્રિજ પાસે આવેલ હિમાલયા એલીગેન્સમાં રહેતી હતી. સ્નેહલનાં આ પગલાને કારણે પુત્ર નોધારો બન્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news