અનોખુ અમરેલી: કલેક્ટરની COVID 19 મોનિટરિંગ સેલ, રજે રજની રાખે છે માહિતી, આપેછી નિર્દેશ
Trending Photos
અમરેલી : અમરેલી તથા તેના કલેક્ટર અને સમગ્ર વહીવટી સ્ટાફ કોરોના કાળ દરમિયાન પોતાની કામગીરી માટે ખુબ જ સરાહાયો છે. પોતાની પ્રશંસનીય કામગીરીના કારણે સમગ્ર લોકડાઉન દરમિયાન તે કોરોનાથી લગભગ બચી રહેવામાં સફળ રહ્યો હતો. ત્યાર બાદ અનલોકનાં કારણે ત્યાં કોરોનાના કેસ મળી આવવા છતા પણ ખુબ જ અસરકારક રીતે સમગ્ર સ્થિતી પર કાબુ મેળવ્યો હતો. અમરેલીના કલેક્ટર અને અમરેલીનાં એસપી બંન્નેની કામગીરીને ન માત્ર સરકાર દ્વારા પરંતુ સ્થાનિકો દ્વારા પણ ખુબ જ બિરદાવવામાં આવી હતી.
જો કે હવે કોરોના અનલોક બાદ ગુજરાતમાં ફૂંફાડા મારી રહ્યો છે ત્યારે કલેક્ટર કચેરી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. સારવાર લઇ રહેલા દર્દીઓનાં મોનિટરિંગ માટે અલગ સેલની રચના કરવામાં આવી છે. આ સેલ દ્વારા રોજ નવા આવતા અને ડિસ્ચાર્જ થતા દર્દીઓ, હોસ્પિટલ, મેનેજમેન્ટ સહિતની નાનામાં નાની બાબત પર નજર રાખવામાં આવે છે. હોસ્પિટલનાં સીસીટીવી દ્વારા ડોક્ટરી અને નર્સિંગ સ્ટાફ પર નજર રાખવાની સાથે સાથે જરૂર પડે ત્યાં સુચના પણ આપવામાં આવે છે.
જો કોઇ સ્ટાફ કે દર્દી બેદરકાર જણાય તો તુરંત જ ફોન કરીને સુચના આપવામાં આવે છે. વોર્ડ બેડ અનુસાર દરેક દર્દીનાં ફોન નંબરથી માંડીને તમામ માહિતી મોનિટરિંગ સેલ પાસે હોય છે. સ્વચ્છતા, સેનિટાઇઝેશન સહિતની તમામ કામગીરી પર નજર રખાય છે. આ ઉપરાંત જે દર્દીઓને રજા આપવામાં આવી છે તે તમામ લોકોને પણ વીડિયો કોલ દ્વારા વખતો વખત તેમની તબિયત અંગે પણ માહિતી મેળવાતી રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે