કેવી રીતે ઘટાડવું જોઈએ વજન? ફિટનેસ એક્સપર્ટ સપના વ્યાસની ખાસ ટિપ્સ

સપના વ્યાસ એક ફિટનેસ ટ્રેનર છે અને અમદાવાદમાં રહે છે

Punita Vaidya Punita Vaidya | Updated: Feb 9, 2018, 10:14 PM IST
કેવી રીતે ઘટાડવું જોઈએ વજન? ફિટનેસ એક્સપર્ટ સપના વ્યાસની ખાસ ટિપ્સ
ફિટનેસ એક્સપર્ટ સપના વ્યાસ

અમદાવાદ : સપના વ્યાસ એક ફિટનેસ ટ્રેનર છે અને અમદાવાદમાં રહે છે. તેમણે એક જ વર્ષની મહેનત પછી 33 કિલો જેટલું વજન ઓછું કર્યું છે. સપનાએ કોઈપણ પ્રકારની દવા કે જીમનો આશરો લીધા વિના પોતાનું વજન ઉતાર્યું છે. આજે તેઓ પોતે એક માન્યતાપ્રાપ્ત સર્ટિફાઈડ ટ્રેઇનર બની ગયા છે. સપના પોતે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક સહિત અનેક સોશિયલ સાઈટ ઉપર સક્રિય છે અને પોતાના ફોટોગ્રાફ પણ શેર કરતા રહે છે. આજે અનેક સેલિબ્રિટીઓ સપનાના ફોલોઅર છે. સપનાએ ઝી ગ્રૂપ સાથે વાત કરી છે જેમાં મહત્વની ફિટનેસ ટિપ્સ શેયર કરી છે. 

પાણી ક્યારે પીવું?

 • વજન ઘટાડવા માટે રોજનું 3 લિટર પાણી પીવું જરૂરી છે. જમ્યા પહેલાં થોડું પાણી પીવાથી થોડી ભુખ મરી જાય છે જેના કારણે ભોજન પર કંટ્રોલ રહે છે
 • ચા કે કોફી પીધા પછી પાણી પી લેવાથી ડિહાઇડ્રેશનમાં ફાયદો થાય છે
 • સવારે ઉઠીને લીંબુ અને પાણી પીવાથી ફાયદો થાય છે પણ મધ બને તો ન નાખવું
 • કેલરી લિમિટમાં નહીં રહે તો ગ્રીન ટી કે લેમન વોટર ફાયદો નહીં કરે
 • આર્યુવેદ જમ્યા પછી 30 મિનિટ પછી પાણી પીવાનું કહે છે જ્યારે મોર્ડન સાયન્સ ગમે ત્યારે પાણી પીવાની પરવાનગી આપે છે

શું ધ્યાન રાખવું?

 • બને ત્યાં સુધી જંકફૂડ ન જ ખાવું
 • વર્કિંગ મહિલાઓએ ડેસ્ક પર કોઈ ભોજન કે મુખવાસ પણ ન રાખવો
 • ડેસ્ક પરના ભોજનમાં પણ કેલરી હોય છે
 • ચોકલેટ કે બીજી વસ્તુ ક્યારેય ન ખાવું
 • જો કોઈ ઇચ્છા થાય તો ફ્રુટ રાખો અથવા તો દહીં ખાઓ

દર્દી્ઓએ શું કરવું?

 • ડાયાબિટીસ અને બીપીના દર્દીએ ડોક્ટરનું સર્ટિફિકેટ લઈને ફિટનેસ પ્લાન નક્કી કરવો
 • કોઈપણ શારીરિક સમસ્યા હોય કે પછી પ્રેગનન્સી હોય ત્યારે ચોક્કસ ડોક્ટરની સલાહ લો
 • ટ્રેઇનરને શારીરિક સમસ્યાની માહિતી આપો

બાળકો માટે શું કરવું?

 • ઘરમાં જેવું વાતાવરણ હશે એનું અનુકરણ બાળકો કરશે
 • જો બાળકોને હેલ્થી ભોજન ખવડાવવું હશે તો તમારે પહેલાં જંક ફૂડ બંધ કરવું પડશે
 • બાળકોને રમતગમત રમવા માટે પ્રોત્સાહિત કરો
 • બાળકોને ફોન આપવાના બદલે રમતગમતના ગ્રાઉન્ડમાં મોકલો
 • બાળકોને સ્ક્રિન ટાઇમ ઘટાડો 
 • પહેલાં તમે હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવો અને પછી બાળકોને શીખવો
 • બાળકોને તમે હુંફ આપો, કમ્ફર્ટ ફૂડની આદત ન પાડો

ચરબી ન જામે એટલે શું કરવું?

 • વોકિંગ કરો
 • વેઇટ ટ્રેઇનિંગ કરો
 • સ્વસ્થ ફૂડ ખાઓ
 • 30 વર્ષ પછી વજન આપોઆપ વધે જો તમે વેઇટ ટ્રેઇનિંગ ન કરો
 • 30 વર્ષ પછી વેઇટ ટ્રેઇનિંગ જરૂરી છે
 • જો નિયમિત કસરત કરવી જ હોય તો જિમ જવું જરૂરી છે કારણ કે ત્યાં એ વાતાવરણ છે