દ્વારકાના 200 જેટલા પરિવારો લોકડાઉન બાદ મંદિરો ખૂલવાની રાહ જોઈ રહ્યાં છે, કારણ કે...
Trending Photos
રાજુ રૂપારેલિયા/દ્વારકા :દ્વારકાનાં ફૂલ અને તુલસીનાં ધંધાર્થીઓની કોરોના સામે કારમી હાર થઈ છે. 200 જેટલા પરિવારો લોકડાઉન બાદ મંદિરો ખૂલવાની રાહ જોઈ રહ્યાં છે. ફૂલ, તુલસીનાં બગીચાઓમાં સારી એવી આવક થઈ રહી છે, પરંતુ માર્કેટમાં વેચાણ ન હોવાથી વેપારીઓ લાચાર બન્યા છે. આવક સામે જાવક સાવ માઈનસમાં છે. ખેતરોમાં ફુલ અને તુલસીની મલબખ આવક હોવા છતાં તેનુ માર્કેટમાં કોઈ લેવાલ નથી.
પોલીસ કમિશનર કચેરીના કંટ્રોલરૂમમાં પહોંચ્યો કોરોના, 10 કર્મીઓ પોઝિટિવ નીકળ્યા
માત્ર યાત્રાધામ દ્વારકામાં 2૦૦ જેટલા ફૂલ હાર તુલસી વેચતા ધંધાર્થી છે, જેઓ કોરોના વાયરસને કારણે બેકાર હાલતમાં આવી ગયા છે. ગાસ લોકડાઉન 4માં અનેક વેપાર ધંધાઓ ખુલી ગયા છે, ત્યારે પ્રવાસન સ્થળ દ્વારકામાં ભગવાનને અતિ પ્રિય એવા તુલસી અને ફૂલ હાર વેચનારાઓનાં ધંધા હજી બંધ જેવા જ ચાલે છે.
ઋષિમુનીઓ કરતા એવી આધ્યાત્મિક શક્તિથી ગીરના જંગલમાં થાય છે ખેતી
દ્વારકાએ યાત્રિકો પર નિર્ભર ગામ છે, ત્યારે દ્વારકામાં ફૂલ તુલસી વેચનાર 200 જેટલા પરિવારો હાલ મંદિરના માહોલમાં શ્વાસ લઈ રહ્યા છે. લોકડાઉન બાદ જગત મંદિરનાં દ્વાર જલદી ખૂલે તેની રાહ આં ધંધાર્થીઓ કાગડોળે જોઈ રહ્યા છે. એક એક પરિવાર દર મહિને ફૂલો વેચીને માંડ 15 થી 20 હજાર રૂપિયા કમાતા હતા, પરંતુ છેલ્લા બે અઢી માસથી સંપૂર્ણ આવક બંધ છે. મંદિર અને મહજીદ બહાર ફૂલ હાર વેચતા લોકોને હાલ બોણી પણ થતી નથી. ફુલ તુલસી વેચનાર મયુરભાઈ ત્રિવેદી કહે છે કે, અમે એટલુ જ ઈચ્છીએ છીએ કે, તે જલ્દી શરૂ થઈ જાય, જેથી અમારી રોજીરોટી ફરીથી ચાલુ થઈ જાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે