ગૌ હત્યા અટકાવવા મુદ્દે બબાલ બાદ ગોંડલ સ્વંયભૂ બંધ, શહેરમાં સન્નાટો છવાયો

ગોંડલ શહેરમાં ગત શનિવારની રાત્રે પશુધનને લઇ જવાતા અટાકાવાયા હતા. ગૌ સેવક દ્વારા ગૌ હત્યા અટકાવવા જતાં બે જૂથ વચ્ચે બબાલ સર્જાઈ હતી. સર્જાયેલી બબાલના પગલે પોલીસ દ્વારા બંન્ને જૂથ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેના બાદ હિન્દુ ઉત્સવ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ સહિતની સામાજિક સંસ્થાઓ દ્વારા બંધનું એલાન અપાયું હતું. જેને લઇ આજ રોજ સમગ્ર શહેરમાં સ્વંય ભૂ બંધ પાળવામાં આવ્યો છે. ત્યારે આજે સમગ્ર ગોંડલર શહેર સ્વયંભુ બંધમાં જોડાયું છે.
ગૌ હત્યા અટકાવવા મુદ્દે બબાલ બાદ ગોંડલ સ્વંયભૂ બંધ, શહેરમાં સન્નાટો છવાયો

રક્ષિત પંડ્યા/રાજકોટ :ગોંડલ શહેરમાં ગત શનિવારની રાત્રે પશુધનને લઇ જવાતા અટાકાવાયા હતા. ગૌ સેવક દ્વારા ગૌ હત્યા અટકાવવા જતાં બે જૂથ વચ્ચે બબાલ સર્જાઈ હતી. સર્જાયેલી બબાલના પગલે પોલીસ દ્વારા બંન્ને જૂથ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેના બાદ હિન્દુ ઉત્સવ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ સહિતની સામાજિક સંસ્થાઓ દ્વારા બંધનું એલાન અપાયું હતું. જેને લઇ આજ રોજ સમગ્ર શહેરમાં સ્વંય ભૂ બંધ પાળવામાં આવ્યો છે. ત્યારે આજે સમગ્ર ગોંડલર શહેર સ્વયંભુ બંધમાં જોડાયું છે.

80 વર્ષથી અન્ન-જળ લીધા વગર જીવી રહેલા પ્રખ્યાત ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા 

માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા રાત્રિના મોડેમોડે યાર્ડ ચાલુ રહેવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ યાર્ડના શ્રમિકો દ્વારા કામ હાથ ન ધરાતા સરકારી ખરીદી સિવાયની તમામ હરાજી બંધ રહેવા પામી હતી.

શહેરની નાની-મોટી બજાર, ગુંદાળા રોડ, બસ સ્ટેન્ડ રોડ, વિક્રમસિંહ કોમ્પ્લેક્સ, કૈલાશ કોમ્પલેક્ષ, જેલચોક, માંડવી ચોક સહિતની બજારો સ્વયંભૂ બંધ રહી હતી. અલબત્ત પોલીસ તંત્ર દ્વારા ગત રાત્રિના જ શહેરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news