ગુજરાતમાં કોમી હિંસા; લગ્નની જાનમાં ફટાકડા ફોડવા મુદ્દે 2 સમુદાયોમાં ઘર્ષણ, રમખાણો જેવી સ્થિતિ સર્જાઈ

વડોદરા પાદરા રોડ પર આવેલ સમીયાલા ગામમાં લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. રાત્રિના સમયે નીકળેલો વરઘોડો મસ્જિદ પાસે પહોંચ્યો હતો. જ્યાં ફટાકડા ફોડવાના પાડતા મામલો ઉગ્ર બન્યો હતો અને ગણતરીની મિનિટોમાં વાતાવરણ ડોળાયું હતું

ગુજરાતમાં કોમી હિંસા; લગ્નની જાનમાં ફટાકડા ફોડવા મુદ્દે 2 સમુદાયોમાં ઘર્ષણ, રમખાણો જેવી સ્થિતિ સર્જાઈ

મિતેશ માલી/વડોદરા: પાદરા તાલુકાના સમિયાલા ગામ ખાતે થયેલ કોમી છમકલામાં પોલીસે 37 આરોપીઓની ધરપકડ કરી હતી. જે તમામ આરોપીઓને આજે જામીન પ્રક્રિયા દરમિયાન હિન્દુ આરોપીઓના મુસ્લિમ લોકો અને મુસ્લિમ આરોપીઓમાં ગામના હિન્દુ લોકો જામીન બની કોમી એખલાસનુ  ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

વડોદરા પાદરા રોડ પર આવેલ સમીયાલા ગામમાં લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. રાત્રિના સમયે નીકળેલો વરઘોડો મસ્જિદ પાસે પહોંચ્યો હતો. જ્યાં ફટાકડા ફોડવાના પાડતા મામલો ઉગ્ર બન્યો હતો અને ગણતરીની મિનિટોમાં વાતાવરણ ડોળાયું હતું અને બંને જૂથો સામસામે આવી જતા ભારે પથ્થરમારો થયો હતો જે ઘટનામાં સ્થળ પર પહોંચેલ તાલુકા પોલીસે બંને જૂથની ફરિયાદો લીધા બાદ કુલ 37 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી.

આજે તાલુકા પોલીસ મથકે આરોપીઓના જામીન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જ્યાં તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ વી જી લાબરિયા સમક્ષ આજે આરોપીઓને છોડાવવા આવેલા જામીનો જોઈ ખુદ પોલીસ પણ ચોકી ઉઠી હતી. ગણતરીના કલાકો માટે બનેલા દુશ્મન દોસ્ત થયેલા નજરે જોડાયા હતા. જેમાં હિન્દુ આરોપીઓને છોડાવવા માટે મુસ્લિમ યુવકો જામીન બન્યા હતા.

જ્યારે મુસ્લિમ આરોપીઓને છોડાવવા માટે હિન્દુ યુવકો જામીન બનતા કોમી એખલાસના દ્રશ્યો સર્જાયા હતા અને આજે વડોદરામાં પ્રથમ વખત આવો બનાવ બન્યો હશે કે જેમાં કોમી થયા બાદ બંને કોમના આરોપીઓને છોડાવવા માટે હિન્દુ અને મુસ્લિમ એકબીજાના જામીન થયા હતા આજે પીએસઆઇએ જામીન પ્રક્રિયા પૂર્ણ કરી તમામ આરોપીઓને જામીનમુક્ત કર્યા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news