ગુજરાત હાઇકોર્ટે સરકારને કહ્યું 'જાસૂસની બહેનને નોકરી આપો'

પાકિસ્તાન ગયેલા કુલદીપ યાદવ (54)ને જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેને પાકિસ્તાનની કોર્ટે 25 વર્ષની સજા સંભળાવી હતી. ગુજરાત હાઇકોર્ટે કોર્ટે કેંદ્ર સરકારને આદેશ કર્યો કે કુલદીપની બહેન રેખા યાદવને સરકારી નોકરી આપવામાં આવે. 

ગુજરાત હાઇકોર્ટે સરકારને કહ્યું 'જાસૂસની બહેનને નોકરી આપો'

અમદાવાદ: પાકિસ્તાન ગયેલા કુલદીપ યાદવ (54)ને જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેને પાકિસ્તાનની કોર્ટે 25 વર્ષની સજા સંભળાવી હતી. ગુજરાત હાઇકોર્ટે કોર્ટે કેંદ્ર સરકારને આદેશ કર્યો કે કુલદીપની બહેન રેખા યાદવને સરકારી નોકરી આપવામાં આવે. ચાંદખેડાના રહેવાસી કુલદીપ યાદવે 1991માં આર્મી જોઇન કરી હતી. તે એક સીક્રેટ ઓપરેશન માટે પાકિસ્તાન ગયો હતો. તેને 1994માં ત્યાં ભારત માટે પાકિસ્તાનની જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યાં તેને 25 વર્ષની સજા સંભળાવી હતી. તે ત્યારથી કોટ લખપત જેલમાં સજા કાપી રહ્યો છે. 

જસ્ટિસ એમઆર શાહની બેંચે સરકારને આદેશ કર્યો છે કે રેખા યાદવ (40)ને તેમની યોગ્યતા અનુસાર સરકારી નોકરી આપવામાં આવે. રેખાના વકીલ મનોજ ધનકે જણાવ્યું કે હાઇકોર્ટે કહ્યું કે સ્પષ્ટ છે કે ભારતે આ વાતની મનાઇ કરી લીધી છે કે કુલદીપ યાદવ પાકિસ્તાનમાં તેમના માટે જાસૂસી કરી રહ્યો હતો. તેના કોઇ દસ્તાવેજ પણ નથી પરંતુ કેંદ્ર સરકાર્ને રેખાનો કેસ અપવાદ ગણવો જોઇએ.

સેનામાં ફરજ દરમિયાન શહીદ થનાર, સેનામાંથી નિવૃત થતાં અથવા ફરજ દરમિયાન મૃત્યું પામનારાઓની માફક રેખાને રહેમરાહે નિમણૂંકનો લાભ ન આપી શકાય. રેખાના કેસને તેનો અપવાદ ગણીને તેને લાભ આપવો જોઇએ. કુલદીપ યાદવને ભારત પરત લાવવા માટે રેખાએ ઘણીવાર સરકાર પાસે મદદ માંગી. 2014માં તેણે હાઇકોર્ટમાં અપીલ કરી. રેખાએ કોર્ટ પાસે પોતાના માટે રહેમરાહેના આધારે નોકરી માંગી. તેણે કોર્ટે કહ્યું કે કુલદીપ પાકિસ્તાનની જેલ હોવાથી તેનો પરિવાર બરબાદ થઇ ગયો છે. 

2014માં હાઇકોર્ટે પાકિસ્તાન સરકાર પાસેથી કુલદીપ યાદવે છોડવાની પ્રાર્થના કરી હતી. કોર્ટે કેંદ્ર સરકાર અને ખાસકરીને વિદેશ મંત્રાલયને નિર્દેશ આપ્યા છે કે કુલદીપ સહિત અન્ય ભારતીય નાગરિક જે પાકિસ્તાનની જેલમાં બંધ છે તેમને છોડાવીને ભારત પરત લાવવાના મામલે પાકિસ્તાન સાથે વાતચીત કરે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news