વરસાદની કાગડોળે રાહ જોતાં ખેડૂતોની આતુરતાનો આવ્યો અંત, 7 દિવસ આ વિસ્તારોમાં મેઘો ધબધબાટી બોલાવશે

Gujarat Weather Forecast:  ઘણા સમયથી કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં ક્યાંય પણ નોંઘપાત્ર વરસાદ નથી નોંધાયો પરતું હવે બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતા ફરી ગુજરાતને મેઘરાજા ઘમરોળશે.

વરસાદની કાગડોળે રાહ જોતાં ખેડૂતોની આતુરતાનો આવ્યો અંત, 7 દિવસ આ વિસ્તારોમાં મેઘો ધબધબાટી બોલાવશે

Gujarat Monsoon 2023: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ઓગસ્ટ મહિનામાં વરસાદે સાવ વિરામ લઈ લીધો હોય તેવી સ્થિતિ બની ચૂકી હતી. પરંતુ શનિવારથી એટલે કે આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને જુદા જુદા વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાય તેવા હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસટર્બન્સ સર્જાતા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આજે (શનિવાર) અમદાવાદ, ખેડા,અરવલ્લી, પંચમહાલ, આણંદ અને મહીસાગરમાં આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રનાં અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દિવમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચમાં આગાહી કરાઈ છે. આવતીકાલે (રવિવાર) રાજ્યમાં વરસાદનું જોર વધશે. 

આવતીકાલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, છોટા ઉદપુર, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદમાં ભારે વરસાદની આગાહી છે.

ઘણા સમયથી કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં ક્યાંય પણ નોંઘપાત્ર વરસાદ નથી નોંધાયો પરતું હવે બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતા ફરી ગુજરાતને મેઘરાજા ઘમરોળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ સિવાય હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે.

આજે ક્યાં પડશે વરસાદ
આજે (શનિવાર) અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં હળવાથી મઘ્ય વરસાદનું અનુમાન છે. આ સિવાય આજે રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે. આ સાથે રાજ્યમાં પ્રતિ કલાકે 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.

રવિવારે આ જગ્યાઓએ પડશે વરસાદ
રવિવારે વલસાડ, નવસારી, ડાંગ, નર્મદામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે જણાવી છે. તો આ સાથે જ અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news