Gujarat monsoon 2023 News

ઓગસ્ટમાં અંબાલાલની ભૂક્કા બોલાવી દે તેવી આગાહી, આ વિસ્તારોમા થશે 10 ઈંચ સુધીનો વરસાદ
Ambalal Patel heavy rainfall forecast: આગામી 72 કલાકમાં ગુજરાત કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આપી છે.  2 થી 4 ઓગસ્ટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વીય બંગાળની ખાડીમાં દીપ ડિપ્રેશન વિરાટ બનતા તેનો માર્ગ ઉત્તર પશ્ચિમ ભારત તરફ રહેવાની શક્યતા દર્શાવી છે. અરબસાગરના ભેજ અને પશ્ચિમ ભારતમાં ફુંકાતા ભારે ભેજવાળા પવનના લીધે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા બતાવી છે. બંગાળના ઉપસાગરના દીપ ડિપ્રેશનના લીધે મધ્ય ભારત,  રાજસ્થાન, ઉત્તર ગુજરાત, કચ્છના કેટલાક ભાગો, પંચમહાલના કેટલાક  ભાગો અને, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. 
Aug 1,2023, 19:53 PM IST
આ ઉટી કે કાશ્મીર નથી, ગુજરાતમાં જ છે આ શાનદાર જગ્યા, જુઓ વરસાદી માહોલની તસવીરો
Monsoon Safari at Dang: ગુજરાતમાં વરસાદની સિઝનમાં ફરવાની વાત કરીએ તો એક જિલ્લો એવો છે જે કુદરતના અસીમ સૌંદર્યથી ભરેલો છે. અહીં વાત થઈ રહી છે ગુજરાતના ડાંગ જિલ્લાની. જ્યાં ચારેય તરફ તમને કુદરતી વાતાવરણ જોવા મળશે. જ્યાં તમને કુદરત જાણે સોળે કળાએ ખીલી ઉઠી હોય એવો દ્રશ્યો જોવા મળશે.  ચોમાસાના ભારે વરસાદને કારણે ગુજરાતના ડાંગમાં ફરી એકવાર મનમોહક હરિયાળી ખીલી ઉઠી છે. ડાંગ જિલ્લામાં સ્થિત પદમ ડુંગરી અને સાપુતારા હિલ સ્ટેશનની સાથે ગીરા વોટરફોલની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરશે. વરસાદને કારણે ધોધનો નજારો અદ્ભુત બની ગયો છે. ડાંગ જિલ્લાના વઘઈમાં આવેલા આ ધોધનો નજારો જોવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચે છે. અહીં બેફામ ફરતા દીપડાઓ તમને જંગલ સફારીનો પણ અનુભવ કરાવી દેશે. જોકે, હિંસક પ્રાણીઓથી સાવચેતી રાખવી આવશ્યક છે.
Jul 21,2023, 14:46 PM IST

Trending news