અહીં છે ગુજરાતનું સૌથી મોટું રસોડું! પહેલાં ક્યારેય નહીં જોયું હોય આટલું વિશાળ ભોજનાલય

Salangpur Kastabhanjan Hanumanji Temple: મંદિર વિભાગ દ્વારા 7 વીઘામાં રૂ. 55 કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું હાઈટેક ભોજનાલય બનાવાયું છે. રસોડા વિભાગના પેસેજમાં મોટા મોટા કોઠાર રૂમો છે. 

અહીં છે ગુજરાતનું સૌથી મોટું રસોડું! પહેલાં ક્યારેય નહીં જોયું હોય આટલું વિશાળ ભોજનાલય

Salangpur Hanumanji: શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર શ્રી કષ્ટભજન હનુમાનજી ધામ, જ્યાં દેશવિદેશથી ભક્તો દાદાના દર્શન માટે આવે છે. અહિયાં આવતાં હરીભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા મંદિર વિભાગ દ્વારા કરવામાં આવે છે.  સુપ્રસિદ્ધ સાળંગપુર (salangpur) શ્રી કષ્ટભજન હનુમાનજી મંદિર (shree kashtabhanjan dev hanumanji mandir) માં 55 કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું રસોડું બન્યું છે. પંજાબના ગોલ્ડન ટેમ્પલ બાદ આ સૌથી મોટું રસોડું છે.  

ભોજનાલયમાં એક સાથે પાંચ હજાર જેટલા લોકો પ્રસાદનો લાભ લઈ શકશે. મહેલને પણ પાછળ રાખી દે તેવું હાઈટેક ભોજનાલય બનાવવા રોજના ૩૦૦ જેટલા મજૂરો દિવસ રાત કામ કર્યું છે. સાડા ત્રણ લાખ સ્ક્વેરફૂટમાં આ ભોજનાલયનું બાંધકામ થયું છે. રસોઇ બનાવવાનાં જે સાધનો છે તેમાં એકસાથે 10 હજાર માણસોની દાળ, શાક અને ખીચડી બની શકે એવી બધી જ વ્યવસ્થાઓ છે.

હાલ ખૂબ જ મોટી સખ્યામાં હરીભક્તો દર્શન અને પ્રસાદ માટે આવતા હોય છે. જેને લઈ ભોજનાલયમાં લોકોને લાઈનમાં ઉભું રહેવું પડે છે ત્યારે ભક્તોને લાઈનમાં ઉભું ના રહેવું પડે અને એક સાથે હજારો લોકો પ્રસાદ લઈ શકે તેવા હેતુ સાથે મંદિર વિભાગ દ્વારા 7 વીઘામાં રૂ. 55 કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું હાઈટેક ભોજનાલય બનાવાયું છે. રસોડા વિભાગના પેસેજમાં મોટા મોટા કોઠાર રૂમો છે. 

જેમાં તેલ, દાળ-ઘી જેવી સામગ્રી રાખવામાં આવે છે. તેમજ 5000 મણ ચોખા રહી શકે એવડો તો કોલ્ડસ્ટોરેજ છે. જ્યારે ત્રીજા માળે બે ડાઇનિંગ હોલ છે. જેમાં એક સાથે 4000 લોકો જમી શકે એવી વ્યવસ્થા છે. આ ઉપરાંત વિશેષ ભક્તો માટે ત્રણ ડાઇનિંગ હોલ છે. જેમાં એકમાં 500, બીજામાં 150 અને ત્રીજામાં 50 જેટલા લોકો બેસી શકે એવી વ્યવસ્થા છે.

આ ભોજનાલયની વિશેષતા જોઈએ તો....

અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે. 
મહેલ જેવું આ ભોજનાલય બનાવવામાં ૩૦૦ થી વધુ કારીગરોએ કર્યું કામ 
આ ભોજનાલય 7 વિઘામાં ફેલાયેલું છે. 
ભોજનાલયના બિલ્ડિંગનું બાંધકામ અંદાજે 2 લાખ 30 હજાર સ્ક્વેર ફૂટનું 
ભોજનાલયકુલ 250 કોલમ પર ઊભું હશે. 
ભોજનાલયનું એલિવેશન ઇન્ડો-રોમન સ્ટાઇલથી ડિઝાઈન કરવામાં આવ્યું છે. 
મંદિર પરિસરમાંથી સીધા જ ભોજનાલયમાં જઈ શકાશે. 
ભોજનાલયમાં શ્રદ્ધાળુઓની વધુ ભીડ ના થાય એટલે 75 ફૂટ પહોળા પગથિયાં બનાવવામાં આવશે. 
પગથિયાંઓની વચ્ચે વૃદ્ધો અને દિવ્યાંગો માટે બે એસ્કેલેટરની પણ વ્યવસ્થા હશે. 
અહીં ખાસ પ્રકારની કેવિટી વોલ બનાવાઈ છે. જેથી ઉનાળામાં પણ ભોજનાલયનું અંદરનું તાપમાન ઠંડું રાખશે. એટલે કે બહારથી દીવાલો ગરમ થઈ હશે, તોપણ અંદરનું તાપમાન નીચું રહેશે 
ભોજનાલયમાં કુલ 4 ડાઇનિંગ હોલ છે, જેમાં જનરલ ડાઇનિંગ હોલ 110x278 ફૂટનો હશે. તેમાં એકસાથે 4000 લોકો ડાઇનિંગ ટેબલ પર બેસીને જમી શકશે. 
આ સિવાય VIP, VVIP એમ કુલ ચાર ડાઇનિંગ હળે. 
ભોજનાલયના લોઅર ગ્રાઉન્ડ ફ્લોરમાં મોટું પાર્કિંગ છે 
અપર ગ્રાઉન્ડ ફ્લોરમાં કુલ 85 રૂમ બનાવાયા છે. 
ભોજનાલયનું કિચન 60X100 ફૂટની જગ્યામાં છે.
કિચન અને ડાઇનિંગ હોલ વચ્ચે 15 ફૂટની જગ્યા રાખવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કિચનમાં કોઈ અકસ્માત થાય તો તેની અસર ડાઇનિંગ હોલમાં થાય નહિ

ભોજ્નાલયમાં કુલ 7 ડાઈનિંગ હોલ:
30, 060 સ્ક્વેર ફૂટમાં ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર 
2 મોટા ડાઇનિંગ હોલ
બંને હોલમાં કુલ 328- 328 એમ કુલ 656 ડાઈનિંગ ટેબલ
ભોજનાલયમાં ફર્સ્ટ ફ્લોર ૩ અને સેકન્ડ ફ્લોર પર 2 VIP ડાઇનિંગ હોલ.
સેકન્ડ ફ્લોર પર 2 ડાઈનિંગ હોલ. VIP 1- 2650 sqft VIP 2- 2035 sqft
એક સાથે 4 કજારથી વધુ લોકો ડાયનિંગ ટેબલ પર બેસીને જમી શકશે.

ખાસ ટેકનોલોજીથી બનશે રસોઈ:
આ હાઈટેક કિચનમાં અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે. જેથી આ માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. રસોઈ બનાવવા માટે ઓઈલ બેસ્ડ ટેકનોલોજીનો ઉપયોગ થશે. ઓઈલ બેઝડ રસોઈ તૈયાર કરવા માટે કિચનની બહાર એક ઓઈલ ટેન્ક હોય છે, જેની અંદર ભરેલું ઓઈલ ખાસ પ્રક્રિયા દ્વારા નક્કી કરેલા ટેમ્પરેચર સુધી ગરમ થાય છે. આ પછીએ ઓઈલ કિચનમાં આવે છે જે ડબલ લેયરના ફિક્સ વાસણોની વચ્ચે અંદરની સાઈડ ફરતું રહે છે એને લીધે વાસણની ઉપરની સપાટી ગરમ થાય છે. જેમાં કોઈ અગ્નિ કે ઈલેક્ટ્રિસિટી વગર રસોઈ સરળતાથી તૈયાર કરી શકાશે. 25 તીર્થધામની માટીનો ઉપયોગ ભોજનાલય બનાવવામાં થયો. આ ટાઈલ્સ મોરબીમાં 3 મહિનામાં બનાવાઈ. બાંધકામમાં 22 લાખ 75 હજાર ટનથી વધુ લોખંડનો ઉપયોગ કરાયો છે. 180 કારીગરો દિવસના 12 કલાક કામ કરતા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news