પદ્માવતની જંગમાં હાર્દિક પટેલની એન્ટ્રી, ગુજરાતમાં ફિલ્મ રિલીઝ ન થવી જોઇએ

પદ્માવતને લઇને દેશભરમાં ઘણી જગ્યાએ હિંસક પ્રદર્શન થઇ રહ્યાં છે. તમને જણાવી દઇએ કે ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં રિલીઝ થશે. 

પદ્માવતની જંગમાં હાર્દિક પટેલની એન્ટ્રી, ગુજરાતમાં ફિલ્મ રિલીઝ ન થવી જોઇએ

અમદાવાદ: સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત' સતત વિવાદોમાં ફસાઈ રહી છે. સુપ્રીમ કોર્ટ તરફથી લીલી ઝંડી મળી હોવા છતાં ફિલ્મની રીલિઝ આડે અનેક વિધ્નો આવી રહ્યાં છે. પદ્માવત ફિલ્મને લઇને જંગ ચાલી રહી છે ત્યારે આ જંગમાં હવે પાટીદાર નેતા હાર્દિક પટેલ કૂદયા છે. હાર્દિક પટેલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી પદ્માવતનો વિરોધ કર્યો છે. હાર્દિક પટેલે અપીલ કરી છે કે ગુજરાતમાં કોઇપણ સંજોગોમાં ફિલ્મ રિલીઝ થવી ન જોઇએ. તમને જણાવી દઇએ કે પદ્માવતને લઇને આ પહેલાં કરણી સેના દેશભરમાં વિરોધ કરી રહી છે. ફિલ્મના વિરોધમાં દેશભરમાં ઘણી જગ્યાએ હિંસક પ્રદર્શન થઇ રહ્યાં છે. તમને જણાવી દઇએ કે ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં રિલીઝ થશે. 

હાર્દિકે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યું કહ્યું છે કે ગુજરાતમાં રાજપૂત સમાજ અને હિંદુ સમાજની ભાવનાઓને દુખ પહોંચાડનાર ફિલ્મ 'પદ્માવત'ને લઇને સખત વિરોધ ચાલી રહ્યો છે. હાર્દિક પટેલે કહ્યું કે ફિલ્મમાં ઇતિહાસ સાથે ચેડા કરવામાં આવ્યા છે, મારી અને તમારી જવાબદારી છે કે આપણા ગૌરવપૂર્ણ ઇતિહાસનો મજાક ઉડાવવામાં ન આવે. મહારાણી પદ્માવતી પોતાના રાજ્ય અને સ્ત્રીઓના સન્માન માટે સતી થઇ હતી. હાર્દિકે લખ્યું કે મારી વિનંતી છે કે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા પદ્માવતને ગુજરાતમાં રિલીઝ ન થવા દેવામાં આવે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'પદ્માવત'ના પ્રતિબંધને હટાવ્યા બાદ મધ્યપ્રદેશ અને રાજસ્થાને કોર્ટમાં પુર્નવિચાર અરજી કરી હતી તેને આજે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અને ફિલ્મ રિલીઝ કરવા અંગે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્ય સરકારની છે.  

તમને જણાવી દઇએ કે બંને રાજ્યોમાં આગામી સમયમાં ચૂંટણી છે, એટલા માટે પોત-પોતાના રાજ્યોમાં થઇ રહેલા વિરોધને લઇને રાજ્ય સરકારો ગંભીર છે. રાજ્ય સરકારો ઉપરાંત કરણી સેના અને અખિલ ભારતીય ક્ષત્રીય મહાસભાએ પોતાની અરજી સુપ્રીમ દાખલ કરી હતી તે પહેલાં ચાર રાજ્યોમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવ્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી. અને રાજ્ય સરકારોને ફિલ્મ રિલીઝ માટે પુરતી સુરક્ષા પ્રદાન કરવા માટે કહ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news