કોરોના સંક્રમણને કારણે ભુજમાં બપોરે 3 વાગ્યા બાદ તમામ હોલસેલના વેપારીઓ દુકાનો બંધ રાખશે


કોરોના મહામારીનો સંકજો કચ્છ જિલ્લામાં વધુને વધુ કસાઈ રહ્યો છે. ત્યારે હવે વેપારીઓ સ્વયંભુ લોકડાઉન માટે આગળ આવી રહ્યા છે. ભુજની જથ્થાબંધ બજારે પણ દુકાનો બપોર બાદ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. 

 કોરોના સંક્રમણને કારણે ભુજમાં બપોરે 3 વાગ્યા બાદ તમામ હોલસેલના વેપારીઓ દુકાનો બંધ રાખશે

રાજેન્દ્ર ઠક્કર/કચ્છઃ કચ્છ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોના વાયરસને રોકવા માટે વહીવટી તંત્રતો કાર્યરત છે, પરંતુ લોકો પણ તેમાં જોડાઈ રહ્યાં છે. રાજ્યમાં અનેક જગ્યાએ લોકો સ્વયંભૂ પોતાના વેપાર-ધંધા થોડા દિવસ માટે બંધ રાખી રહ્યાં છે તો કોઈ જગ્યાએ દુકાનો ખોલવાનો સમય ઘટાડી દેવામાં આવ્યો છે. આજ રીતે ભુજની જથ્થાબંધ બજાર પણ હવે બપોરે 3 કલાક બાદ બંદ રહેશે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને બજાર એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ભુકંપ બાદ વિકસિત થયેલી ભુજની જથ્થાબંધ બજાર ભુજીયા ડુંગરની તળેટીમાં આવી છે. હાલ કોરોના મહામારીનો સંકજો કચ્છ જિલ્લામાં વધુને વધુ કસાઈ રહ્યો છે. ત્યારે હવે વેપારીઓ સ્વયંભુ લોકડાઉન માટે આગળ આવી રહ્યા છે. ભુજની જથ્થાબંધ બજારે પણ દુકાનો બપોર બાદ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ભુજની જથ્થાબંધ બજાર એસોસીએશન  દ્વારા દુકાનો 3 વાગ્યા બાદ બંધ રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે.

આવતીકાલથી શ્રાવણ શરૂ, મંદિરોમાં અભિષેક નહિ થાય, માસ્ક વગર પ્રવેશ મળશે નહીં, 

જેથી અનાજ, રસક્સ, ખોળ-ભુસો,  કરિયાણાની તેમજ તમામ હોલસેલની દુકાનો બંધ રહેશે. પ્રમુખ મેહુલભાઈ ઠક્કર અને મંત્રીએ જણાવ્યું કે, એસોસિએશન દ્વારા વેપારી અને દલાલો પાસેથી બપોર બાદ બજાર બંધ રાખવાનું મંતવ્ય મેળવાયું હતું. જેમાં સર્વે સભ્યોએ સહમતી આપતા આજથી ૩૧ જુલાઈ સુધી સર્વે વેપારીઓ બપોરે 3 વાગ્યા બાદ કામકાજ બંધ રાખશે તેવું એસોસિએશન દ્વારા સર્વાનુમતે નક્કી કરાયું છે. જેમાં સહકાર આપવા અપીલ કરાઈ છે. કોરોનાના વધતા કેસોને લઈને આ નિર્ણય લેવાયો છે.

આ કચ્છની મોટી બજાર છે લોકો સમગ્ર કચ્છમાંથી ખરીદી માટે આવતા હોય છે. તો બહારથી ગાડીઓ આવતી હોય છે જેથી દરેક ગાડીઓને સેનેટાઇઝ પણ કરાય છે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news