સાબરકાંઠામાં જોવા મળ્યું ટ્રેલર, ફિલ્મ તો કાલે રાજકોટમાં દેખાશે! ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

Loksabha Election 2024: આજે સાબરકાંઠા જિલ્લામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું. જેમાં મોટી સંખ્યામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા.  પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા સમગ્ર ગુજરાતના ક્ષત્રિયોમાં રોષ વ્યાપ્યો છે.

સાબરકાંઠામાં જોવા મળ્યું ટ્રેલર, ફિલ્મ તો કાલે રાજકોટમાં દેખાશે! ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: લોકસભા 2024ની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ બેઠક પર કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા સમગ્ર ગુજરાતના ક્ષત્રિયોમાં રોષ વ્યાપ્યો છે. આજે સાબરકાંઠા જિલ્લામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું. જેમાં મોટી સંખ્યામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા. 

લોકસભા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ લોકસભા બેઠક કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ એક જાહેર સભા દરમિયાન પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરોધી ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજમાં નારાજગી વ્યાપી હતી અને ધીરે ધીરે સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવા માટે વિરોધ દર્શાવી રહ્યા હતા. 

આ વિરોધ દિવસેને દિવસે વધતો રહ્યો અને ગામે ગામ સુધી પહોંચ્યો હતો અને ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત લેવા માટેની માગ બુલંદ બની હતી. જોકે ભારતીય જનતા પાર્ટી દ્વારા પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ન લેતા અસ્મિતા સંમેલનો યોજાઇ રહ્યા છે. ત્યારે આજે હિંમતનગરના રાજપુર પાસે ખાતે ખાનગી પાર્ટી પ્લોટમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજનો ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું. જેમાં મોટી સંખ્યામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

જોકે અત્યારે પણ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત લેવા માટેની માગ કરાઈ રહી છે. જોકે આગામી સમયમાં ઉમેદવારી પરત નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જોકે આવતીકાલે રાજકોટ ખાતે ગુજરાતના ક્ષત્રિય સમાજના લોકો સંમેલનમાં હાજરી આપવાના છે. જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં રાજકોટ ખાતે પહોંચવું તે માટેનું આહવાન પણ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે. 

જોકે એટલું જ નહીં પરંતુ ક્ષત્રિય સમાજના કોર કમિટીના પ્રવક્તા કિરણસિંહ એક એવું પણ જાહેર કર્યું હતું કે આપણા બાપદાદાઓ દ્વારા 576 નું રજવાડાઓ લોકશાહી માટે બક્ષી દેવામાં આવ્યા હતા. એ જ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી છે ત્યારે રૂપાલાજી પોતાની એક ઉમેદવારી છોડવા તૈયાર નથી ત્યારે ક્ષત્રિય સમાજ એ હજુ વધુ ઉગ્ર થવાની જરૂર છે, તેવું પણ આહવાન કરવામાં આવ્યું છે અને આવતીકાલના રાજકોટ ખાતેના મહા સંમેલનમાં સાબરકાંઠાની અરવલ્લી જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવું પણ આહવાહન કરવામાં આવ્યું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news