ગુજરાતના આ મંદિરમાં ભોલેનાથ સામે નતમસ્તક થતા જ ખુલી ગયું હાર્દિક પંડ્યાનું નસીબ? સળંગ 3 હાર બાદ 2 મેચ જીતી

હાર્દિક પંડ્યા ગુજરાતના એક પ્રસિદધ મંદિરમાં પહોંચ્યો અને ભગવાન શિવજીના દર્શન કર્યા. રાજસ્થાન રોયલ્સ સામેની મેચ બાદ મળેલા બ્રેક પછી હાર્દિક આ મંદિરમાં દર્શન કરવા ગયો હતો. અહીં પૂજા અર્ચના કરતો તેનો એક વીડિયો પણ ખુબ વાયરલ થયો. આ મંદિરમાં દર્શન કર્યા બાદ હાર્દિકની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે એક પછી એક સળંગ બે મેચમાં જીત મેળવી લીધી. તો શું આને ભગવાનના આશીર્વાદ ગણી શકાય?

ગુજરાતના આ મંદિરમાં ભોલેનાથ સામે નતમસ્તક થતા જ ખુલી ગયું હાર્દિક પંડ્યાનું નસીબ? સળંગ 3 હાર બાદ 2 મેચ જીતી

આઈપીએલ 2024ની શરૂઆત થઈ ત્યારે મુંબઈ ઈન્ડિયન્સ અને તેના નવા નવા કેપ્ટન બનેલા હાર્દિક પંડ્યા માટે મુશ્કેલીના પહાડ ખડા થઈ ગયા હતા. એકબાજુ રોહિત શર્માને કેપ્ટન્સીમાંથી હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવતા ફેન્સની નારાજગી જોવા મળી જ્યારે બીજી બાજુ ટીમ પણ એક પછી એક એવી સળંગ 3 મેચો હારતા હાર્દિક પંડ્યાને બેવડો ફટકો પડવા લાગ્યો હતો. એવામાં હાર્દિક પંડ્યા ગુજરાતના એક પ્રસિદધ મંદિરમાં પહોંચ્યો અને ભગવાન શિવજીના દર્શન કર્યા. રાજસ્થાન રોયલ્સ સામેની મેચ બાદ મળેલા બ્રેક પછી હાર્દિક આ મંદિરમાં દર્શન કરવા ગયો હતો. અહીં પૂજા અર્ચના કરતો તેનો એક વીડિયો પણ ખુબ વાયરલ થયો. આ મંદિરમાં દર્શન કર્યા બાદ હાર્દિકની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે એક પછી એક સળંગ બે મેચમાં જીત મેળવી લીધી. તો શું આને ભગવાનના આશીર્વાદ ગણી શકાય?

આ મંદિરમાં કર્યા દર્શન
કાઠિયાવાડની ધરતી પર બનેલા સોમનાથ મંદિરને તમામ 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ ગણવામાં આવે છે. સોમનાથ મંદિર પ્રભાસ પાટણ નામથી પણ ઓળખાય છે. એવું કહેવાય છે કે આ એ જ તીર્થ સ્થળ છે જ્યાં ભગવાન કૃષ્ણએ પોતાની લીલા સમાપ્ત કરી અને સ્વર્ગમાં ગયા. ત્યારે આ મંદિરની વિશેષતાઓ વિશે જાણવું પણ જરૂરી છે. 

હવામાં તરતું શિવલિંગ?
એવું કહેવાય છે કે શિવલિંગના ખોખલા ભાગમાં સ્યમંતક મણી છૂપાયેલો છે. એવી માન્યતા છે કે આ એક જાદુઈ પથ્થર હતો જેમાં સોનું પેદા કરવાની ક્ષમતા હતી. એવું પણ કહેવાય છે કે પથ્થરમાં રસાયણ અને રેડિયોધર્મી ગુણ છે અને તે પોતાની ચારેબાજુ એક ચુંબકીય ક્ષેત્ર બનાવી શકે છે. જેનાથી તેને જમીન ઉપર તરતા રહેવામાં મદદ મળે છે. 

ચંદ્રદેવનો ઊંડો નાતો
ચંદ્રમાને સોમના નામથી પણ ઓળખવામાં આવે છે. ચંદ્રદેવે ભગવાન શિવને જ પોતાના સ્વામી ગણીને અહીં તપસ્યા કરી હતી આથી તેમનું નામ સોમનાથ પડ્યું.  એવી લોકવાયિકા છે કે મંદિરની મૂળ સંરચના ચંદ્રમા ભગવાન દ્વારા બનાવવામાં આવી હતી. તેમણે તેના નિર્માણ માટે સોનાનો ઉપયોગ કર્યો હ તો. એવું પણ કહે છે કે ભગવાન કૃષ્ણએ તેનું નિર્માણ ચંદનથી કર્યું હતું જ્યારે સૂર્યદેવે તેને ચાંદીથી બનાવ્યું હતું. 

અનેકવાર તૂટ્યું
આ મંદિર ઈસ.વિ. પૂર્વે અસ્તિત્વમાં હતું. આ જ જગ્યા પર મંદિરનું પુર્નનિર્માણ 649 ઈસ્વી.માં વલ્લભીના રાજાઓએ કર્યું હતું. ઈ.સ. 725માં આ મંદિરને સિંધના મુસ્લિમ સુબેદાર અલ જુનૈદે તોડાવી નાખ્યું હતું. ત્યારબાદ રાજા નાગભટ્ટે ઈ.સ. 815માં તેનું ફરીથી નિર્માણ કરાવ્યું. ત્યારબાદ મહેમૂદ ગઝનવીએ 1024માં મંદિર પર હુમલો કર્યો, ત્યારબાદ ગુજરાતના રાજા ભીમદેવે તેનું પુર્નનિર્માણ કરાવ્યું. 1297માં દિલ્હી સલ્તનતના નુસરત ખાને સોમનાથ મંદિર તોડાવ્યું હતું. મંદિરને ફરીથી હિન્દુ રાજાઓએ બનાવડાવ્યું હતું. 1395માં ગુજરાતના સુલ્તાન મુઝફ્ફર શાહે મંદિરને તોડીને બધો ચડાવો લૂંટી લીધો હતો. ત્યારબાદ 1412માં તેમના પુત્રએ પણ એમ જ કર્યું. ત્યારબાદ 1665માં અને 1706માં ઔરંગઝેબના સમયમાં પણ સોમનાથ મંદિર તોડવામાં આવ્યું. 1783માં ઈન્દોરના મહારાણી અહિલ્યાબાઈએ સોમનાથ મહાદેવનું મંદિર ફરીથી બનાવડાવ્યું હતું. 

આઝાદ ભારતમાં પુર્નનિર્માણ
ભારતની આઝાદી બાદ સરકાર વલ્લભભાઈ પટેલે મંદિરના નિર્માણનો સંકલ્પ લીધો. ત્યારબાદ 1950માં મંદિર બનવાનું શરૂ થઈ ગયું. 6 વાર તૂટ્યા બાદ 7મી વખત મંદિરનું નિર્માણ કૈલાશ મહામેરુ પ્રસાદ શૈલીમાં કરાવવામાં આવ્યું હતું. 

વાસ્તુ કળા
સોમનાથ મંદિરની વાસ્તુકળા ચાલુક્ય અને સોલંકી શૈલીનું એક અનોખુ મિશ્રણ છે. મંદિર પરિસરમાં મુખ્ય ગર્ભગૃહ, સભા મંડપ, કીર્તિ મંડપ, અને નૃત્ય મંડપ જેવી વિવિધ સંરચના છે. મંદિરનું શિખર 15 મીટરની  ઊંચાઈ સુધી ફેલાયેલું છે. સ્કંદ પૂરાણ મુજબ જ્યારે પણ વિશ્વનું પુર્નનિર્માણ થશે ત્યારે સોમનાથ મંદિરનું નામ બદલાઈ જશે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન ગ્રહમા નવી દુનિયાનું નિર્માણ કરશે ત્યારે સોમનાથ મંદિરને પ્રાણનાથ મંદિરનું નામ મળશે. 

સોમનાથ નજીક ફરવા લાયક સ્થળો
સોમનાથ મંદિરની શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક યાત્રા બાદ તમે તેની આજુબાજુ ફરવાની જગ્યાઓ પર જઈ શકો છો. જેમાં પંચ પાંડવ ગુફા, પરશુરામ મંદિર, ત્રિવેણી ઘાટ, સોમનાથ બીચ, સના ગુફા, કામનાથ મહાદેવ મંદિર, ગિર નેશનલ પાર્ક, ભાલકા તીર્થ, ગીતા મંદિર જેવા સ્થળો થોડા અંતરે આવેલા છે. 

મંદિરમાં દર્શન કર્યા બાદ ચમક્યું ભાગ્ય?
આવા અદભૂત મંદિરમાં હાલમાં જ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પૂજા અર્ચના કરી હતી. 1 એપ્રિલના રોજ રાજસ્થાન રોયલ્સ સામે મેચ હારતા સતત ત્રણ મેચ હાર્યા બાદ ચોથી મેચ પહેલા એક અઠવાડિયાનો જે બ્રેક મળ્યો તેમાં હાર્દિક પંડ્યા સોમનાથ મંદિર દર્શન કરવા પહોંચ્યો હતો. ત્યારબાદ રમાયેલી દિલ્હી પકેપિટલ સામેની મેચ મુંબઈ ઈન્ડિયન્સે 29 રનથી જીતી લીધી અને 11 એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે રમાયેલી મેચમાં પણ જબરદસ્ત પરફોર્મન્સ કરીને 7 વિકેટથી જીત મેળવી હતી. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news