Maunt Abu: જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો, સુંદરતા જોઇને થઇ જશો મંત્રમુગ્ધ

Couple Honeymoon Place: માઉન્ટ આબુ પોતાના શાનદાર ઇતિહાસ, પ્રાચીન પુરાતાત્વિક સ્થળો અને અદભૂત મોસમના કારણે રાજસ્થાનના પર્યટનના આકર્ષણમાં સૌથી મોટું છે.  છેલ્લા દશકાઓમાં આ હિલ સ્ટેશન ગરમીઓ અને હનીમૂન માટે એક લોકપ્રિય પર્યટન સ્થળ તરીકે ઉભર્યું છે.

Maunt Abu: જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો, સુંદરતા જોઇને થઇ જશો મંત્રમુગ્ધ

Mini Kashmir for Gujarati: શિમલા, કુલુ મનાલી જવા ના માગતો હો તો ગુજરાતની નજીક બે ફેમસ હિલસ્ટેશનો છે. જ્યાં ગુજરાતીઓ અડિંગા નાખે છે. દક્ષિણ ગુજરાતમાંથી લોકો સાપુતારા જાય છે તો અમદાવાથી લઇને ઉત્તર ગુજરાતીઓ રાજસ્થાનના માઉન્ટ આબુ પહોંચે છે. સિઝનમાં તો એટલી ભીડ હોય છે કે હોટલોના ભાવો બમણા થઈ જાય છે. ચોમાસામાં અહીં વનરાજી ખીલે છે. ચોમાસામાં અહીંનો નજારો જોવા જેવો હોય છે. માઉન્ટ આબુ પોતાના શાનદાર ઇતિહાસ, પ્રાચીન પુરાતાત્વિક સ્થળો અને અદભૂત મોસમના કારણે રાજસ્થાનના પર્યટનના આકર્ષણમાં સૌથી મોટું છે.  છેલ્લા દશકાઓમાં આ હિલ સ્ટેશન ગરમીઓ અને હનીમૂન માટે એક લોકપ્રિય પર્યટન સ્થળ તરીકે ઉભર્યું છે.

માઉન્ટ આબુમાં જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો:
નક્કી લેક
ગુરુ શિખર
ટોડ રોક વ્યૂ પોઇન્ટ
દેલવાડાના દેરા-જૈન મંદિર
લાલ મંદિર
ટ્રેવર્સ ટેન્ક
અચલેશ્વર મહાદેવ મંદિર
અચલગઢ કિલ્લો
સનસેટ પોઇન્ટ
ગૌમુખ મંદિર

વાયા રોડ અંતર:
અમદાવાદ થી માઉન્ટ આબુ – 230 KM – 4 hours 15 minutes
વડોદરા થી માઉન્ટ આબુ – 338 KM – 6 hours 30 minutes
મેહસાણા થી માઉન્ટ આબુ – 151.5 KM – 3 hours
પાલનપુર થી માઉન્ટ આબુ – 82 KM – 1 hour 57 minutes
અંબાજી થી માઉન્ટ આબુ – 51.5 KM – 1 hour 26 minutes
ઉદયપુર થી માઉન્ટ આબુ – 185 KM – 3 hours
જોધપુરથી માઉન્ટ આબુ – 260 KM – 4 hours 30 minutes

ભારતના સૌથી રહસ્યમય સ્થળોમાં 1 છે ગુજરાતમાં,દિવસે જામે છે ભીડ રાતે જતાં ફફડે છે લોકો
ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું}
ફક્ત 11 રૂપિયામાં પોતાને 'ભાડે' કેમ આપે છે આ છોકરી? ચોંકાવનારું છે કારણ
8 પ્રકારના હોય છે એકસ્ટ્રા મૈરિટલ અફેર, one night stand સૌથી સરળ સાથે સૌથી જોખમી
Success Story: ફૂલની ખેતી કરીને ખેડૂત બન્યો અમીર, 30 લાખ રૂપિયાની કરે છે કમાણી

માઉન્ટ આબુ સુધી કેવી રીતે પહોંચવું

વિમાન દ્વારા
તમે ગુજરાત બહારથી આવી રહ્યાં છો અને જો તમે વિમાન દ્વારા માઉન્ટ આબુ જવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો કે માઉન્ટ આબુ સાથે કોઈ સીધું એરપોર્ટ જોડાયેલ નથી. નજીકમાં નજીક વિમાનમથક ઉદેપુર રાજસ્થાનમાં છે. ઉદયપુર એરપોર્ટથી માઉન્ટ આબુ સુધીનું અંતર 177 કિમી છે, જે તમને માર્ગ દ્વારા 3 કલાક પહોંચાડશે. જો તમે કોઈ બીજા દેશથી આવી રહ્યા છો, તો તમે આંતરરાષ્ટ્રીય વિમાનમથક ધરાવતું અમદાવાદ એરપોર્ટ મેળવશો તો સારું. આ સિવાય તમે દિલ્હી, મુંબઇ, જયપુરથી ઉદેપુર સુધીની કનેક્ટિંગ ફ્લાઇટ્સ લઈ શકો છો. 

ટ્રેન દ્વારા
જો તમારે ટ્રેનમાં મુસાફરી કરવી હોય, તો તમને જયપુર અને અમદાવાદથી માઉન્ટ આબુ સુધીની ઘણી ટ્રેનો મળશે. પરંતુ જો તમે જયપુર અને અમદાવાદ સિવાયના કોઈ પણ શહેરથી માઉન્ટ આબુ અભયારણ્યની મુલાકાત લેવા જઇ રહ્યા છો, તો ચાલો તમને જણાવી દઈએ કે અહીં જવા માટે તમારે ટેક્સીને પ્રાધાન્ય આપવું જોઈએ, કારણ કે તમને ટ્રેનમાં જવા માટે ઘણી મુશ્કેલી પડી શકે છે. ટ્રેનમાં માઉન્ટ આબુ પહોંચવા માટે લાંબા માર્ગથી જવું પડે છે. ટ્રેનમાંથી ઉતર્યા બાદ રેલવે સ્ટેશનથી જ તમને ટેક્સીઓ મળી જશે.

માર્ગ દ્વારા
માઉન્ટ આબુ અભયારણ્ય પર જવા માટે તમને રાજ્ય પરિવહન બસો મળશે. આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે માઉન્ટ આબુ પહોંચવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે દિલ્હીથી ઉદેપુર સુધીની ફ્લાઇટ પકડવી. કે પછી ઉદયપુરથી માર્ગ દ્વારા ખાનગી કાર અથવા ટેક્સીની મદદથી માઉન્ટ આબુ અભયારણ્ય પર પહોંચી શકો છે.

સવારે 5 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી બસ મળશે 
ગુજરાતીઓ માટે મિની કાશ્મીર ગણાતા માઉન્ટ આબુ (Abu) માં સતત ઘસારાને પહોંચી વળવા માટે વેકેશનના સમયમાં અંબાજીથી માઉન્ટ આબુ માટેની વધુ  ટ્રીપોનું સંચાલન થાય છે. અંબાજીથી સવારે 5 વાગ્યાથી લઈ માઉન્ટ આબુ (tourism) જવા માટે છેલ્લી બસ રાત્રિના 8 વાગ્યા સુધી મળી રહેશે. જ્યારે માઉન્ટ આબુથી ગુજરાત આવવા માટે સવારે 6 કલાકથી રાત્રિના 9.30 કલાક સુધી એસટી બસો મળી રહેશે. અમદાવાદ માટે વધારાની 8 એસટી બસોનું સંચાલન થાય છે. જેમાં બે એસટી બસોમાં ઓનલાઇન બુકીંગ પણ કરી શકાશે. જ્યારે અન્ય સ્થળોના વિવિધ બસ એસટી ડેપો સુધી પહોંચવા વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news