ફક્ત 11 રૂપિયામાં પોતાને 'ભાડે' કેમ આપે છે આ છોકરી? ચોંકાવનારું છે કારણ

China News: યૂનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યા બાદ આ છોકરીએ ઘણા પ્રકારની જોબ કરી પરંતુ તેને કોઇપણ ગમી નહી. પછી તેણે પોતાને અજાણી વ્યક્તિને ભાડે આપવાનું શરૂ કરી દીધું. 
 

ફક્ત 11 રૂપિયામાં પોતાને 'ભાડે' કેમ આપે છે આ છોકરી? ચોંકાવનારું છે કારણ

Beijing News: બીજીંગની એક છોકરી ફક્ત એક યુઆન (14 અમેરિકીન સેંટ/11.61 ભારતીય રૂપિયા) માટે પોતાને ભાડે આપવું એક અસામાન્ય કામ કરી રહી છે. પેગી નામથી જાણીતી 26 વર્ષીય, આ છોકરી મેથી ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  Xiaohongshu પર પોતાની સર્વિસ આપી રહી છે. 

સાઉથ મોર્નિંગ ચાઇના પોસ્ટના રિપોર્ટ અનુસાર છોકરીનું કહેવું છે કે તે 'લોકોને તે વસ્તુઓને કરવા માટે સાથ આપવા માંગે છે જે તે એકલામાં કરવાની હિંમત કરતા નથી. જેથી પોતાને જીવિત 'અનુભવી' શકાય. 

અત્યાર સુધી તેની પાસ ત્રણ ખરીદદાર છે. એક 'શર્મીલા' પ્રોગ્રામર જે એક પાર્કરમાં ફૂગ્ગા વેચવા માંગે છે. એક 'અકેલા' યુનિવર્સિટી ગ્રેજ્યુએટ જે રોક ક્લાઇંબિંગ જવા માંગે છે અને એક વ્યક્તિ જે મૈકડોનાલ્ડ્સ બાળ દિવસ ગેમ્સ ઇવેન્ટમાં ભાગ લેવા માંગે છે. 

યૂનિવર્સિટી ગ્રેજ્યુએટ છે પેગ
ઉત્તરપશ્ચિમ ચીનના શિનજિયાંગ ઉઇગુર સ્વાયત્ત પ્રદેશમાંથી સ્થળાંતર કરનાર પેગીએ બેઇજિંગની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા પછી પ્રદેશની રાજધાની ઉરુમકીમાં સતત કામ શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કરી શકી નહીં. પ્રદર્શનો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રશંસક તેણીએ 2021 માં બેઇજિંગ પરત ફરવાનું નક્કી કર્યું છે.

'જીવનનો અર્થ શોધવાનો' પ્રયાસ
ઘણી નોકરીઓ કરવાનો પ્રયત્ન કર્યા બાદ પણ જેમાંથી તેણે પસંદ ન આવી. પેગીએ 'જીવનનો અર્થ શોધવા'ના પ્રયાસમાં પોતાને અજાણ્યાઓને ભાડે આપવાનું શરૂ કર્યું. પેગીએ કહ્યું કે તેની એક યુઆનની નજીવી ફી માત્ર એક પ્રકારની ઔપચારિકતા હતી. કામ દરમિયાન થયેલ કોઈપણ ખર્ચ ભાડે લેનાર દ્વારા ચૂકવવામાં આવે છે.

ચીની લોકો પોતાને આપે છે ભાડે
આ પહેલીવાર નથી જ્યારે ચીનમાં લોકોએ પોતાને ભાડે આપીને ચર્ચામાં રહ્યા હોય. તાજેતરમાં જ પાર્ટનર રેંટલ સર્વિસ પણ વાયરલ થઇ છે. કેટલાક અપરણિત લોકો લગ્ન કરવાના દબાણને ઓછું કરવા માટે પોતાના માતા-પિતાના ઘરે લઇ જવા માટે પ્રેમી કે પ્રેમિકાને ભાડે લે છે. 

શું તમે પણ ઝેર નથી ખાઇ રહ્યા ને! અમૂલના રેપરમાં નકલી બટર વેચનાર રેકેટનો પર્દાફાશ
Mukesh Ambani ની પૌત્રીનું ગ્રાંડ વેલકમ, 32 ગાડીઓના સાથે ઘરે પહોંચ્યા આકાશ-શ્લોકા
Weight Loss: ઝડપથી વજન ઘટાડવું છે? આ વસ્તુઓને ડાયટમાં કરો સામેલ, 7 દિવસમાં જોવા મળશે ચમત્કાર
Viral Video: HDFC ના મેનેજરે મીટિંગમાં જૂનિયર્સને ભાંડી ગાળો, કર્મચારી સસ્પેન્ડ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news