Viral Video: દબંગે છોકરીને ઘરેથી ઉપાડી અને દાદાગીરીથી કરી લીધા લગ્ન, છોકરી રડતી રહી

Jaisalmer News: રાજસ્થાનના જેસલમેરથી અચંબિત કરી દેનાર કિસ્સો સામે આવ્યો છે. સગાઇ તૂટતાં યુવકે છોકરીનું અપહરણ કરી લીધું. ત્યારબાદ પોતાની સાથીદારો મળીને જંગલમાં જ આગ પ્રગટાવી બળજબરીપૂર્વક સાત ફેરા લીધા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ હવે તેના પર ત્યાં રાજકારણ શરૂ થઇ ગયું છે.

Viral Video: દબંગે છોકરીને ઘરેથી ઉપાડી અને દાદાગીરીથી કરી લીધા લગ્ન, છોકરી રડતી રહી

social media viral video: કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ હોવાના અનેક સવાલો ઉઠતા હોય છે. મહિલાઓ પર અત્યાચાર હાલમાં કોઈ મોટી વાત નથી. મહિલાઓ સાથે બળાત્કાર, દાદાગીરીથી લગ્ન, છેડતી અને બળજબરી એ સામાન્ય બની ગયું છે. કેટલાક રાજ્યોમાં દબંગો મહિલાઓને ઘરમાંથી ઉટાવી જઈને રેપ કરતા હોય છે. ગુજરાતમાં મહિલાઓ પર અત્યાચારના ઓછા કેસ વચ્ચે અડધી રાતે પણ મહિલા ઘરની બહાર નીકળી શકે એવો માહોલ છતાં હાલમાં એક વીડિયો વાયરલ થયો છે એ જોતાં લાગે છે કે પુરૂષ સમોવડી ગણાતી મહિલાઓ સાથે આજે પણ અન્યાય થાય છે. 

રાજસ્થાનના જેસલમેરથી અચંબિત કરી દેનાર કિસ્સો સામે આવ્યો છે. સગાઇ તૂટતાં યુવકે છોકરીનું અપહરણ કરી લીધું. ત્યારબાદ પોતાની સાથીદારો મળીને જંગલમાં જ આગ પ્રગટાવી બળજબરીપૂર્વક સાત ફેરા લીધા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ હવે તેના પર ત્યાં રાજકારણ શરૂ થઇ ગયું છે. કેન્દ્રીય મંત્રીએ તેને લઇને કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું છે. 

This highlights the state of law and order in Rajasthan.

Congress always points fingers at the law and order of BJP-ruled states but remains silent on the corrupt law and order of its own… pic.twitter.com/pXl5f0h1o4

— Ramesh Naidu Nagothu/రమేశ్/रमेश नायडू (@RNagothu) June 6, 2023

તમામ આરોપીઓને પકડી પાડવા માટે યુવતિના પરિજનોએ કલેક્ટર ઓફિસ બહાર પ્રદર્શન કર્યું હતું. હવે તેના પર કેંદ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે ટ્વીટ કરી કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું છે. મેઘવાલે ઘટનના વીડિયોને ટ્વીટ કરતાં લખ્યું, 'રાજસ્થાનમાં કોંગ્રેસી જંગલરાજ યથાવત છે.' 

તમને જણાવી દઈએ કે આ ઘટના મોહનગઢ પોલીસ સ્ટેશનના સાંખલા ગામની છે, જ્યાં 1 જૂનના રોજ યુવતીની સગાઈ તોડ્યા બાદ યુવકે તેનું અપહરણ કરી લીધું. ફિલ્મી સ્ટાઈલમાં યુવક તેને બળજબરીથી જંગલમાં લઈ ગયો અને આગ લગાવીને સાત ફેરા લીધા. આ દરમિયાન વીડિયોમાં યુવતીના રડવાનો અવાજ પણ આવી રહ્યો છે.

લગ્ન બાદ ફરાર આરોપી સુધી પોલીસ પહોંચી શકી નથી. જોકે, પોલીસે યુવતિ સાથે બળજબરીથી ફેરા લેનાર મુખ્ય આરોપીને પકડી લીધો છે. તમામ આરોપીઓની ધરપકડ ન થતાં રોષે ભરાયેલા યુવતીના સંબંધીઓ અને ગ્રામજનોએ સોમવારે કલેક્ટર કચેરીની બહાર ઉગ્ર દેખાવો કર્યા હતા અને અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

પરિજનોની માંગ છે કે બાળકીનું અપહરણ કરનારા લોકો ખુલ્લેઆમ ફરે છે અને ફરી તેનું અપહરણ કરવાની ધમકી આપી રહ્યા છે. સંબંધીઓના જણાવ્યા અનુસાર આરોપીએ જાણીજોઈને યુવતીને બળજબરીથી જંગલમાં ફેરા લેવાનો વીડિયો વાયરલ કર્યો હતો જેથી તે બીજે લગ્ન ન કરે. આરોપીઓ યુવતીને બદનામ કરી રહ્યા છે. સંબંધીઓએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે જ્યાં સુધી તમામ આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ આંદોલન કરશે.

1 જૂનની છે ઘટના 
બીજી તરફ ઘટના અંગે યુવતીના પરિવારજનોએ જણાવ્યું કે, 1 જૂનના રોજ સવારે 15 થી 20 લોકોએ તેમની પુત્રીનું ઘરની સામેથી અપહરણ કર્યું હતું. આ પછી આરોપી યુવતી સાથે બળજબરીથી તેને નિર્જન જગ્યાએ લઈ ગયો હતો. ફેરા લેતી વખતે તેણે વીડિયો પણ બનાવ્યો અને પરિવારના સભ્યોને ધમકાવ્યા. તેણે કહ્યું કે યુવતીને બીજે ક્યાંય લગ્ન ન કરવા ધમકી આપવામાં આવી છે.

મુખ્ય આરોપીની ધરપકડઃ ડેપ્યુટી એસ.પી
બીજી તરફ આ ઘટના અંગે ડેપ્યુટી એસપી કૈલાશ વિશ્નોઈએ જણાવ્યું કે યુવતીનું 1 જૂનના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. અમે યુવતી અને આરોપી પુષ્પેન્દ્ર સિંહને પકડીને યુવતીને તેના પરિવારજનોને સોંપી દીધી. મુખ્ય આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. બાકીના ફરાર આરોપીઓની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, જેસલમેરના મોહનગઢ વિસ્તારના સાંખલા ગામમાં શુક્રવારે લગ્નમાં આવેલા યુવકોએ સગાઇ તોડતાં નારાજ થઇને ધોળે દહાડે યુવતીનું અપહરણ કરી લીધું હતું. યુવતીના લગ્ન 12મી જૂને બીજે ક્યાંક થવાના હતા.

શું તમે પણ ઝેર નથી ખાઇ રહ્યા ને! અમૂલના રેપરમાં નકલી બટર વેચનાર રેકેટનો પર્દાફાશ
Mukesh Ambani ની પૌત્રીનું ગ્રાંડ વેલકમ, 32 ગાડીઓના સાથે ઘરે પહોંચ્યા આકાશ-શ્લોકા
Weight Loss: ઝડપથી વજન ઘટાડવું છે? આ વસ્તુઓને ડાયટમાં કરો સામેલ, 7 દિવસમાં જોવા મળશે ચમત્કાર
Viral Video: HDFC ના મેનેજરે મીટિંગમાં જૂનિયર્સને ભાંડી ગાળો, કર્મચારી સસ્પેન્ડ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news