ગુજરાતમાં ફરવા માટે નવુ ડેસ્ટિનેશન બન્યું, જ્યાં પહાડ વગર ઊંચાઈથી માણી શકાશે દરિયાનો નજારો

Light House Tourists : ગુજરાતના ત્રણ જેટલા લાઈટ હાઉસનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. કેન્દ્રિય મંત્રી સર્બાનંદ સોનોવાલના હસ્તે દ્વારકાથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા વેરાવળ અને ગોપનાથના લાઈટ હાઉસને લોકો માટે ખુલ્લું મુકાયું

ગુજરાતમાં ફરવા માટે નવુ ડેસ્ટિનેશન બન્યું, જ્યાં પહાડ વગર ઊંચાઈથી માણી શકાશે દરિયાનો નજારો

Gujarat Tourism : દેવભૂમિ દ્વારકામાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલના હસ્તે દ્વારકાનું લાઈટ હાઉસ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. ગુજરાતના ત્રણ જેટલા લાઈટ હાઉસનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેમાં દ્વારકા સહિત વેરાવળ અને ગોપનાથ લાઈટ હાઉસને પણ વર્ચ્ચુઅલ માધ્યમથી ખુલ્લા મૂકવામાં આવ્યા છે. કરોડ રૂપિયાનો ખર્ચ કરી આ લાઈટ હાઉસને સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. ત્યારે આગામી 21 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધી લાઈટ હાઉસ ફેસ્ટિવલ ઉજવવામાં આવશે. દેશમાં 75 દીવાદાંડીની ઓળખ કરી ટુરિઝમ હબ બનાવવા માટે અભિયાન ચાલી રહ્યું છે.
  
ગુજરાતના ત્રણ જેટલા લાઈટ હાઉસનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. કેન્દ્રિય મંત્રી સર્બાનંદ સોનોવાલના હસ્તે દ્વારકાથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા વેરાવળ અને ગોપનાથના લાઈટ હાઉસને લોકો માટે ખુલ્લું મુકાયું છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી આ સુવિધાઓનો હવે પ્રવાસીઓને લાભ મળશે. 

કેન્દ્રિય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે, 21સપ્ટેમ્બર થી 23 સપ્ટેમ્બર સુધી લાઈટ હાઉસ ફેસ્ટિવલ ઉજવવામાં આવશે. દેશમાં ૭૫ દીવાદાંડીની ઓળખ કરીને ટુરિઝમ હબ બનાવવામાં આવી રહ્યાં છે. દીવાદાંડીઓને પ્રવાસન સ્થળ બનાવીને દેશને પર્યટનનું કેન્દ્રબિંદુ બનાવવાનું છે. દીવાદાંડી ખાતે પ્રવાસીઓ માટે મ્યુઝિકલ ફાઉન્ટન, એમ્ફીથીયેટર, મ્યુઝિયમ, સેલ્ફી પોઇન્ટ વગેરે જેવી સુવિધાઓનો લાભ મુસાફરોને મળશે. આપ્રસંગે બંદર, જહાજ અને  જળમાર્ગ વિભાગના સચિવ ટી.કે.રામચંદ્રન, લાઈટ હાઉસ અને લાઇટ શિપના ડાયરેક્ટર જનરલ એન. મુરુગાનંદમ ઊપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના સાડા પાંચ હજાર કિલોમીટરના વિસ્તારમાં આવેલો દરિયા કિનારો જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે આવેલા લાઈટ આવશો ખૂબ જ જોવાલાયક સ્થળ હોય અને તેમાં કેન્દ્રની ભાજપ સરકારે વિકાસ વિકાસ સાથેની અનેક આક્રોશણ યોજનાઓ શરૂ કરી રહી છે. ત્યારે દ્વારકાનું આ લાઈટ હાઉસ ભારતના તમામ લાઈટોની સાથે એક આકર્ષણનું પ્રથમ કેન્દ્ર છે. વર્ષો પૂર્વે બનાવવામાં આવેલ દ્વારકાનો લાઈટ હાઉસ સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ પણ ખૂબ જ મજબૂત છે.

લાઇટહાઉસ શું છે?
સ મુદ્રમાં કિનારા નજીક આવતાં જહાજોને દિશા સૂચન કરવા માટે કિનારા પર ઊંચા ટાવર પર ફ્લેશ લાઈટ હોય છે. આ ટાવરને લાઈટહાઉસ કે દીવાદાંડી કહે છે. આધુનિક દીવાદાંડીમાં વીજળીથી ચાલતી શક્તિશાળી ફ્લડલાઈટ હોય છે જે સતત ફરતી રહે છે અને જહાજને સિગ્નલ આપે છે. વિશ્વભરના બંદરો પર વિવિધ પ્રકારની લાઈટહાઉસ હોય છે. લાઈટ હાઉસ જુદી જ જાતનું અનોખું સ્થાપત્ય છે. ટાવર ક્લોકની જેમ લાઈટહાઉસ પણ જાણીતા બન્યા છે. વીજળી નહોતી ત્યારે દીવાદાંડીમાં મશાલ કે તેલના દીવા કરીને સિગ્નલ અપાતા. પ્રાચીન દીવાદાંડી જોવા જેવી અને અજાયબીભરી હોય છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news