વૈષ્ણીદેવી મંદિરમાં દર્શન કર્યા બાદ વડોદરાના યુવકને આવ્યો હાર્ટએટેક, ત્યાં જ જીવ ગયો

Shri Mata Vaishno Devi Yatra : વડોદરાના વ્યક્તિનું હાર્ટ એટેકથી કટરાના વૈષ્ણોદેવી મંદિરમાં મોત...42 વર્ષના નીતિન કહાર મિત્રો સાથે અમરનાથ યાત્રાએ નીકળ્યા હતા...પ્લેનમાં મૃતદેહ વતન વડોદરા લવાશે...

વૈષ્ણીદેવી મંદિરમાં દર્શન કર્યા બાદ વડોદરાના યુવકને આવ્યો હાર્ટએટેક, ત્યાં જ જીવ ગયો

Vadodara News : વડોદરાના યુવાનનું ચારધામ યાત્રા દરમિયાન વૈષ્ણોદેવી મંદિરે હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. 42 વર્ષ નીતિન કહાર વૈષ્ણોદેવી મંદિરમાં દર્શન કર્યા બાદ અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, અને ત્યા જ ઢળી પડ્યો હતો. તેને સારવાર મળે તે પહેલા જ તેનુ મોત નિપજ્યું. તેના મૃતદેહને પ્લેન દ્વારા વડોદરા લાવવામા આવવાની વ્યવસ્થા ગોઠવાઈ છે. 

વડોદરાના પાણીગેટ કહાર મહોલ્લામાં નીતિન કહાર નામનો યુવક કેબલ ઓપરેટરનો વ્યવસાય કરે છે. વડોદરાથી 10 મિત્રો વૈષ્ણોદેવી મંદિર અને અમરનાથ યાત્રાએ ગયા હતા.  27 જુના રોજ તેઓએ પ્રવાસનો આરંભ કર્યો હતો. નીતિનનુ રજિસ્ટ્રેશન બાકી હોવાથી તે કટારા રોકાઈ ગયો હતો, તેના બાદ તે અમરનાથ જવા નીકળ્યો હતો.

તમામ મિત્રઓ વૈષ્ણોદેવી ચાલતા દર્શન કરવા નીકળ્યા હતા. જ્યાં મંદિરમાં તેઓએ એકસાથે દર્શન કરીને બહાર આવ્યા હતા. બહાર આવતા જ દર્શન કર્યા બાદ છાતીમાં દુઃખાવો થતાં યુવાન અચાનક ઢડી પડ્યો હતો. તેને સારવાર અપાય તે પહેલા જ તે મોતને ભેટ્યો હતો. આ વાતની જાણ આગળ અમરનાથ નીકળી ગયેલા મિત્રોને કરવામાં આવી હતી. જેથી તેઓ પોતાની યાત્રા અધૂરી છોડીને પરત ફર્યા હતા. નીતિનને સ્ટ્રેચર પર વૈષ્ણોદેવી મંદિરેથી નીચે લાવવામાં આવ્યો હતો. કટરાથી તેના મૃતદેહને જમ્મુ કાશ્મીરની હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. 

બમ બમ ભોલેના નાદ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અમરનાથ યાત્રા માટે કશ્મીર પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, પવિત્ર અમરનાથ યાત્રા માટે અનેક શ્રદ્ધાળુ કશ્મીર પહોંચ્યા છે. અમરનાથ જનારા યાત્રિકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 4,416 યાત્રિકો સાથેનો બીજો જથ્થો કશ્મીર પહોંચ્યો છે. તો 5600 તીર્થયાત્રી દર્શન માટે પવિત્ર ગુફા તરફ આગળ વધ્યા છે. બમ બમ ભોલેના નાથ સાથે યાત્રિકો આગળ વધી રહ્યાં છે. 188 વાહનોમાં તીર્થયાત્રી આધાર શિબિરથી નીકળ્યા છે. 1683 તીર્થયાત્રી બાલટાલ અને 2733 તીર્થયાત્રી પહલગામ પહોંચ્યા છે. શ્રદ્ધાળુઓએ કહ્યું, આ વખતે સુવિધામાં વધારો કરાયો છે. દરેક યાત્રી આરામથી યાત્રા કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news