ફરવા જાઓ તો આવા અખતરા ન કરતા, જીવ જોખમમાં મૂકી ગુજરાતીઓ શંકર ધોધ જોવા પહોંચ્યા

Gujarat Waterfall : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી....વલસાડના શંકર ધોધનો નયનરમ્ય નજારો જોવા માટે પ્રવાસીઓ ઉમટ્યા....કેટલાક પ્રવાસીઓ જીવના જોખમે ધોધ જોવા માટે નીચે ઉતરતા જોવા મળ્યા....

ફરવા જાઓ તો આવા અખતરા ન કરતા, જીવ જોખમમાં મૂકી ગુજરાતીઓ શંકર ધોધ જોવા પહોંચ્યા

Gujarat Weather Update ઉમેશ પટેલ/વલસાડ : વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આવેલ શંકર ધોધ સક્રિય થતા સહેલાણીઓ ઉમટ્યા..ધોધ પર સુવિધાના અભાવના કારણે સહેલાણીઓએ જીવના જોખમે ધોધ નીચે ઉતરવા મજબૂત બન્યા છે. ચોમાસું આવે એટલે ધોધ વહેતા થાય છે, પરંતુ આ ધોધ જોવા બહુ જ રિસ્કી હોય છે. તેથી જીવના જોખમે તેને જોવાનું પસંદ ન કરતા. ચોમાસામાં ફરવા જાઓ તો ખાસ ધ્યાન રાખજો. ફરવા જાઓ તો આવા અખતરા જરા પણ ન કરતા. આ વીડિયો છે તેનો પુરાવો. 

વલસાડ જિલ્લામાં વરસાદ પડતાની સાથે જિલ્લાના અંતળિયાળ વિસ્તારમાં આગેલા અનેધ ધોધ સક્રિય થયા છે. ત્યારે જિલ્લાના ધરમપુર તાલુકાના વાઘવળ ગામ ખાતે આવેલ શંકર ધોધ સક્રિય થતા આલૌકિક દ્રશ્યો સર્જાયા હતા. વલસાડના વાઘવળ ગામે આવેલો શંકર ધોધ જોવા ગુજરાત જ નહિ, પરંતુ મહારાષ્ટ્રથી પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ ધોધની મજા લેવા માટે ઉમટ્યા છે. 

 

 

વરસાદ પડતાની સાથે જ ધોધ શરૂ થતાં ધરમપુરના પહાડોમાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હતી અને શિમલા મનાલી જેવો માહોલ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પહાડોમાં જોવા મળ્યો હતો. દર વર્ષે મોટી સંખ્યામાં સહેલાણીઓ શંકર ધોધ આવે છે, ત્યારે શંકર ધોધ પર ઉતરવા માટે યોગ્ય સુવિધા ન હોવાના કારણે દૂરથી આવતા સહેલાણીઓને હાલાકી વેઠવાનો વારો આવે છે.

ધોધ પાસે ઉતરવા માટે રસ્તો ન હોવાના કારણે ઘણા સહેલાણીઓ જીવન જોખમે અહીંયા ઉતરતા હોય છે, ત્યારે સરકાર સહેલાણીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને શંકર ધોધને એક પ્રિયટક સ્થળ તરીખે વિકસાવવામાં આવે એવી માંગ સહેલાણીઓ કરી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news