મહેનત કર્યા વગર લોકરક્ષક પરીક્ષાનું પેપર ખરીદનાર પ્રિતેશ પટેલ પણ પકડાયો

પેપર લીક કૌભાંડમાં ગાંધીનગર પોલીસે વધુ એક શખ્સને સકંજામાં લીધો છે. બાયડના રમોસથી 20 વર્ષીય પ્રિતેશ પટેલની ગાંધીનગર પોલીસે અટકાયત કરી. વહેલી સવારે 3 વાગે પ્રિતેશ પટેલના ઘરેથી જ પોલીસે અટકાયત કરી હતી. હાલ આ સમગ્ર મામલે પ્રિતેશની પૂછપરછ કરવામાં આવી રહી છે.  

મહેનત કર્યા વગર લોકરક્ષક પરીક્ષાનું પેપર ખરીદનાર પ્રિતેશ પટેલ પણ પકડાયો

સમીર બલોચ / અરવલ્લી : પેપર લીક કૌભાંડમાં કૌભાંડીઓનો પર્દાફાશ થઈ રહ્યો છે. ગઈકાલે ચાર આરોપીઓની ધરપકડ કરાઈ હતી અને એક યશપાલ સિંહ સોલંકી હજી પણ ફરાર છે. આજે અન્ય ભાજપના નેતા જયેન્દ્ર રાવલની પણ ધરપકડ કરાઈ છે. ત્યારે હવે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે, જેણે પેપર ખરીદ્યું હતું. અરવલ્લીના બાયડમાંથી પેપર ખરીદનાર યુવક પ્રિતેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે.  

પેપર લીક કૌભાંડમાં ગાંધીનગર પોલીસે વધુ એક શખ્સને સકંજામાં લીધો છે. બાયડના રમોસથી 20 વર્ષીય પ્રિતેશ પટેલની ગાંધીનગર પોલીસે અટકાયત કરી. વહેલી સવારે 3 વાગે પ્રિતેશ પટેલના ઘરેથી જ પોલીસે અટકાયત કરી હતી. હાલ આ સમગ્ર મામલે પ્રિતેશની પૂછપરછ કરવામાં આવી રહી છે.  

લોકરક્ષક પેપરલીક કાંડમાં ધીરે ધીરે પોલીસને કડીઓ સોલ્વ કરવામાં મદદ મળી રહી છે. સમગ્ર કૌભાંડમાં હજુ પણ વધુ કેટલાકની ધરપકડ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. ચાર આરોપીઓ પાસેથી પેપર મેળવનાર પર સકંજો કસવામાં આવશે. પેપર માટેની નાણાં ચૂકવણી અને સોદાબાજીના પુરાવા મળ્યા હતા. પોલીસને હાથ કેટલીક ઓડિયો ક્લીપ પણ લાગી છે. નાણાં ચૂકવાનારા તમામ પર પણ સકંજો કસવાની તૈયારી કરવામાં આવી છે.

મનહર પટેલની પૂછપરછમાં ખૂલ્યુ પ્રિતેશનું નામ 
લીક થયેલ લોકરક્ષક પરીક્ષાનું પેપર 5 લાખમાં વેચાયું હતું. આવા અનેક લોકો છે જેમણે 5 લાખમાં પેપર ખરીદ્યા છે. ત્યારે પોલીસે કોણે કોણે પેપર ખરીદ્યા તે દિશામાં પણ તપાસના ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસને મનહર પટેલની પૂછપરછ બાદ મળેલી લિંકના આધારે જ પ્રિતેશ પટેલની અટકાયત કરવમાં આવી છે. 

અત્યાર સુધી કેટલા પકડાયા
પી.વી.પટેલ, રૂપલ શર્મા, મુકેશ ચૌધરી, મનહર પટેલ, જયેન્દ્ર રાવલ અને હવે પ્રિતેશ પટેલ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news