જુનાગઢમાં મોદીની ગર્જના, 5 વર્ષમાં મેં કોંગ્રેસને જેલના દરવાજા સુધી લાવી દીધા, આગામી 5 વર્ષમાં અંદર
પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં જંગી જાહેરસભાને સંબોધન કરવાના છે
Trending Photos
ગુજરાત :પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં જંગી જાહેરસભાને સંબોધન કરવા જઈ રહ્યા છે. રાજકોટ એરપોર્ટ પર તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.એરપોર્ટથી તેઓ જુનાગઢ જવા રવાના થયા હતા. જૂનાગઢમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. સભા સ્થળ પર આવતા જ જનમેદનીમાં મોદી-મોદીનો નારો ગુંજી ઉઠ્યો હતો.
કોંગ્રેસના ખાતામાં વધુ એક ઘોટાળો ઉમેરાયો છે
તેમણે સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, મને આજે અહી આવવાનું સૌભાગ્ય મળ્યું છે. જેના બાદ તેમણે હિન્દીમાં સંબોધનની શરૂઆત કરી હતી. તમારા દીકરાએ જે સરકાર ચલાવી તે જોઈને તમને ગર્વ થાય છે? ભ્રષ્ટાચારનો કોઈ ડાઘ નથી લાગ્યો તેનો ગર્વ થાય છે. આ ચોકીદાર ચોકન્નો છે, કોંગ્રેસના ઘોટાળામાં હવે એક નવુ નામ જોડાયું છે. હવે સબૂતની સાથે નવો ઘોટાળો કોંગ્રેસના લીડરના ખાતમાં જમા થયો છે. તુઘલક રોડ ઈલેક્શન ગોટાળો. કોંગ્રેસ ગરીબનો મોઢામાં કોળિયો છીનવીને, પોતાના નેતાઓનું પેટ ભરી રહી છે. ગર્ભવતી મહિલાઓને મોકલવામાં આવતા રૂપિયાને લૂંટી રહી છે. હવે મધ્યપ્રદેશ પણ કોંગ્રેસનું એટીએમ બની ગયું છે. રાજસ્થાન અને છત્તીસગઢના પણ આવા જ હાલ થશે. કોંગ્રેસ માત્ર રૂપિયા લૂંટવા જ સત્તામાં આવે છે.
જીત બાદ અમે નવી સરકાર બનાવીશું
તેમણે કહ્યું કે, કાઠિયાવાડ ખાલી થઈ રહ્યું હતું, કચ્છ જેવુ થતુ હતુ. કચ્છ-કાઠિયાવાડને અમે પાણી પહોંચાડ્યું છે. અમે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે, જીત બાદ અમે નવી સરકાર બનાવીશું. જેમાં પાણી માટે નવુ મંત્રાલય બનાવીશું. તમામ પ્રકારના પાણીનો વૈજ્ઞાનિક ઢબે કેવી રીતે ઉપયોગ થાય તે જોવાશે. આવનારી પેઢીને પાણી પહોંચાડીશું. દેશના વિકાસનું કામ 70 વર્ષ પછી કરવાનું મારા માથે આવ્યું.
મોરારાજીની સરકારને પાછળના બારણેથી પાડી દીધા, હવે વારો મારો છે
તેમણે કહ્યું કે, મોદી જ્યારે આતંકવાદ હટાવવાની વાત કરે છે, ત્યારે કોંગ્રેસ અને તેમના સાથી મોદીને હટાવવાની વાત કરે છે. એવી કોઈ ગાળ નથી, જે આ દીકરાને, ચોકીદારને ન આપી હોય. તેઓને ગુજરાતથી પહેલેથી જ નફરત છે. સરદારને ભૂલાવી દીધા. જો સરદાર ન હોત તો જુનાગઢ ક્યાં હોત, સોમનાથની દશા કેવી હોત. મોરારજીભાઈ સાથે પણ અન્યાય કર્યો. મોરારાજીની સરકારને પાછળના બારણેથી પાડી દીધા. હવે વારો મારો છે. હવે ચા વાળાએ પાંચ વર્ષ કાઢી નાખ્યા. એ પણ દમથી. આ ગુજરાતના માટીની તાકાત છે. દુનિયાના દેશો સાથે મળીને કામ કરવું એ ગુજરાતીઓનો મૂળ સ્વભાવ છે.
કોગ્રેસની ટેપ રેકોર્ડમાં એક જ ગીત વાગે છે, મોદી હટાવો....
વિકાસની વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, ગામ અને શહેરનો વિકાસ અમારો ટ્રેક રેકોર્ડ છે. કોગ્રેસની ટેપ રેકોર્ડમાં એક જ ગીત વાગે છે. મોદી હટાવો, મોદી હટાવો. આ સિવાય તેમની પાસે કોઈ એજન્ડા નથી. આ જ કોંગ્રેસને સરદાર પટેલે પોતાના પુરુષાર્થથી સિચ્યુ હતું. કોંગ્રેસ એ લોકોને સમર્થન આપે છે, જે જમ્મુ-કાશ્મીરને દેશથી અલગ કરવા માગે છે. ત્યાં અલગ વડાપ્રધાન ઈચ્છે છે. શું આ દેશમાં બે વડાપ્રધાન હોવા જોઈએ? આવી માંગણી કરનારાઓ સાથે કોંગ્રેસ ખભેખભા મળાવીને ચાલે છે. જમ્મુ-કાશ્મીરમાંથી હંમેશા દેશને તોડવાની વાત આવે છે. જમ્મુ-કાશ્મીર માટે દેશે પોતાના વીર પુત્રોને બલિદાન કર્યા છે. હિન્દુસ્તાનનું કોઈ રાજ્ય એવું નહિ હોય, જેણે એ ધરતી પર શહાદત વહોરી ન હોય.
સરદારની હિંમતને કારણે જ કાશ્મીરનો ભાગ આપણી પાસે બચ્યો
સરદારે દેશને એક કર્યા, અને એક મુદ્દો નહેરુએ રાખ્યો, અને આજે તેના કારણે દેશનુ લોહી વહી રહ્યું છે. અમારા તમામ નિર્ણયોમાં દેશહિત સર્વોપરી હોય છે. ભારતના વિભાજન સમયે ઉથલપાથલ મચી હતી. ત્યારે સરદારે સેનાને હુકમ કર્યો અને નહેરુ જોતા રહી ગયા. સરદારની હિંમતને કારણે જ કાશ્મીરનો આટલો ભાગ આપણી પાસે બચી ગયો.
સર્જિકલ અને એર સ્ટ્રાઈકથી કોંગ્રેસ ડરી ગઈ
આજે દેશમાં ડરનુ વાતાવરણ બનાવાયું છે. પણ ડરમાં ફરક છે. સર્જિકલ અને એર સ્ટ્રાઈકથી કોંગ્રેસ ડરી ગઈ છે. આખા દેશમાં બોમ્બ બ્લાસ્ટ થતા હતા, અને આપણે ત્યાં સરકાર રિમોટ કન્ટ્રોલથી ચાલતા હતા. તમારામાં નૂર ન હોય તો જે લોકો કામ કરે છે તેને તો કરવા દો. જે લોકો ભારતની સેના પર શંકા કરે છે, આંતરે દિવસે પુરાવા માંગે છે. દેશના સપૂતોના ભરોસોમાં ભરોસો છે કે કોંગ્રેસની વાતમાં. દેશની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાનો ધકેલસાપત્ર ગણાવ્યો
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને હું ધકોલસા પત્ર કહું છું. પાંચ વર્ષમાં મેં તેમને જેલના દરવાજા સુધી લાવી દીધા છે. આગામી પાંચ વર્ષમાં અંદર. આ દેશને જેમણે લૂંટ્યો છે, પાઈ પાઈ પાછી લાવીને રહીશ. મધ્યપ્રદેશને 6 મહિનામાં કોંગ્રેસે તળિયાઝાટક કરી દીધા. મધ્યપ્રદેશ તો સેમ્પલ છે, ટ્રેલર છે, જો હિન્દુસ્તાનમાં સરકાર બનાવવાની મળી તો એવી ફિલ્મ ઉતરશે, કે આપણા હાથમાં કઈ નહિ રહે.
ગુજરાતમાં ટુરિઝમનો વિકાસ કર્યો
ટુરિઝમના વિકાસ વિશે તેમણે કહ્યું કે, આજે ભારતનું ટુરિઝમ જે રીતે વિકસ્યું છે, તેનો લાભ સૌથી વધુ કચ્છ, જુનાગઢ, સ્ટેચ્યુ ઓફ યુનિટીને મળવાની શક્યતા છે. ગિરનારના રોપ-વેમાં કોંગ્રેસે ઘણા આડશ નાખ્યા. ગીરમાં રૂમ બૂક કરવા દિલ્હી સુધી ફોન આવે છે. ગુજરાતના કોસ્ટલ એરિયામાં જેટલા પણ ટુરિઝમ સેન્ટર છે, તેના આગળ વધારવાનું કામ કરી રહ્યા છે. ટુરિઝમને કારણે અનેક નવા અવસર પેદા થયા છે. નર્મદામાં કોઈ થાંભલો ઉભો નથી કર્યો, સરદારને ઉભા કર્યા છે. તેમને માન-સન્માન આપ્યા છે. સોમનાથમાં આજે 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવતા. કચ્છમાં રણ જોવાની ટુર ઉભી કરી, અને ત્યાં ટેન્ટ ઉભુ કરવા લોકો પીએમ ઓફિસ સુધી પત્રો લખતા હોય છે. ઘોઘા-દહેજ ફેરી સર્વિસ અમે કરીને બતાવી. પહેલીવાર ભારત સરકારે બજેટમાં જાહેરાત કરી કે, માછીમારો માટે અલગ મંત્રાલય બનાવાશે.
ફર્સ્ટટાઈમ વોટર્સને વોટ કરવા અપીલ કરી
તેમણે સંબોધનના અંતમાં યુવાનોને અપીલ કરી હતી કે, પહેલીવાર મતદાર બનવુ મોટી વાત છે. પહેલીવાર નિશાન મૂકવા જઈએ ત્યારે ઘર થનગનતુ હોય. કારણ કે, તેની જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ શરૂ થતો હોય છે. આપણે ત્યાં યુવાનની પહેલી આવકને મંદિર, ગુરુ, માતાને ચરણે મૂકે. તેથી જ્યારે યુવાન પહેલીવાર વોટ આપવા જાય, 21મી સદીની લોકસભાની ચૂંટણીનો પહેલો વોટ આપવા જાય, તો તેમના મનમાં ઉમંગ અને ઉત્સાહ હોવો જોઈએ. તમે દેશનું ભવિષ્ય નક્કી કરવા ભાગીદારી કરી રહ્યા છો. પહેલો વોટ માત્ર અને માત્ર દેશને સમર્પિત કરો, જાતિ કે સંપ્રદાય કે વાડાબંધીને નહિ. મજબૂત દેશ બનાવવા માટે, મજબૂત સરકાર બનાવવા માટે આપો. તમારો વોટ દેશની શક્તિ બને.
પ્રધાનમંત્રી રાજકોટ એરપોર્ટ પર ટૂંકું રોકાણ કર્યું હતું. રાજકોટ એરપોર્ટ પર તેઓ એકદમ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણી સાથે હસી-મજાક કરી હતી. પ્રધાનમંત્રીએ શહેર પ્રમુખને મજાકના રૂપમાં કહ્યું હતું કે, ચિંતા કરો છો છતાં શરીર કેમ નથી ઉતરતું?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે