રાફેલ મામલે આજે સુપ્રીમ કોર્ટ આપશે ચૂકાદો, દાખલ કરી હતી પુનર્વિચાર અરજી

સુપ્રીમ કોર્ટ આજે (બુધવારે) રાફેલ મામલે ચૂકાદો આપશે. સુપ્રીમ કોર્ટ અરજીકર્તા દ્વારા ખોટી રીતે પ્રાપ્ત કરેલા ગુપ્ત દસ્તાવેજોના આધાર પર દાખલ પુનર્વિચાર અરજી પર સુનાવણી થશે કે નહીં, તે વાત પર ચૂકાદો આપશે.

રાફેલ મામલે આજે સુપ્રીમ કોર્ટ આપશે ચૂકાદો, દાખલ કરી હતી પુનર્વિચાર અરજી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ આજે (બુધવારે) રાફેલ મામલે ચૂકાદો આપશે. સુપ્રીમ કોર્ટ અરજીકર્તા દ્વારા ખોટી રીતે પ્રાપ્ત કરેલા ગુપ્ત દસ્તાવેજોના આધાર પર દાખલ પુનર્વિચાર અરજી પર સુનાવણી થશે કે નહીં, તે વાત પર ચૂકાદો આપશે. અરજીકર્તા પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા, અરૂણ શૌરી અને વકીલ પ્રશાંત ભૂષણે રાફેલ ડીલમાં કૌભાંડ સાબિત કરવા માટે પૂરાવા તરીકે રાફેલ ડીલ સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજોની ફોટોકોપી સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસની સામે દાખલ પુનર્વિચાર અરજીમાં લગાવ્યા છે.

કેન્દ્ર સરકારની તરફથી હાજર એટર્ની જનરલે દલીલ કરી કે આ દસ્તાવેજ એટલે કે ફોટોકોપી સંરક્ષણ ડીલ સાથે જોડાયેલ ગુપ્ત દસ્તાવેજોની ચોરી ગણવામાં આવે, કેમકે આ કોપીઓ ચોરીથી મેળવી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. એટલા માટે સુપ્રીમ કોર્ટ આ દસ્તાવેજોની પુનર્વિચાર અરજીને સુનાવણીમાં સામેલ ન કરે. જણાવી દઇએ કે, ગત 14 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે રાફેલ લડાકુ વિમાન સોદાની સામે બધી અરજીઓને નકારી દીધી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે 14 માર્ચે આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.

બીજી તરફ અરજીકર્તાનું કહેવું છે કે, કૌભાંડ તેમજ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે કોઈ કાગળ કોઈપણ રીતે પ્રાપ્ત કરી કોર્ટેની સામે મુકી શકાય છે. તો ભ્રષ્ટાચાર સાબિત કરવાની માગને જોઇ કોર્ટે તેના પર વિચાર કરવો જોઇએ. સાથે જ અરજીકર્તાઓએ કહ્યું કે, કોઇ વિભાગમાં છેતરપીંડીને પકડવા માટે ગુપ્ત રીતેથી સબૂત આપનાર વ્હિસલ બ્લોવરની ઓળખ અને પુરાવા મેળવવાની રીત કાયદામાં પૂછવાનો અધિકારી કોઇની પાસે નથી.

સુપ્રીમ કોર્ટે જો આ ચૂકાદો આપે છે કે, ભ્રષ્ટાચાર સાબિત કરવા માટે ખોટી રીતથી પ્રાપ્ત કરેલા દસ્તાવેજના આધાર પર સુનાવણી થઇ શકે છે તો રાફેલ ડીલને લઇને ફરી એક વખત સુનાવણી થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news