PUBG: ગેમ રમતા બાળકો માતા-પિતા પર હાથ ઉઠાવી, ગાળો પણ બોલતા થયા

મોબાઈલમાં ગેમ રમવાની વાત આવે એટલે માતા - પિતા માટે પોતાના બાળકોને રોકવો આજના સમયમાં ખુબ જ મુશ્કેલ બન્યું છે. એવામાં PUBG ગેમ આજના બાળકો અને યુવાનો માટે ઘાતક સાબિત થઇ રહી છે. PUBG ગેમનું વ્યસન બાળકોમાં એટલુ વધી ગયું છે કે સ્કુલ, ટ્યુશન અને કોલેજના ભોગે પણ બાળકો PUBG ગેમના દીવાના બન્યા છે. 

PUBG: ગેમ રમતા બાળકો માતા-પિતા પર હાથ ઉઠાવી, ગાળો પણ બોલતા થયા

અતુલ તિવારી/અમદાવાદ: મોબાઈલમાં ગેમ રમવાની વાત આવે એટલે માતા - પિતા માટે પોતાના બાળકોને રોકવો આજના સમયમાં ખુબ જ મુશ્કેલ બન્યું છે. એવામાં PUBG ગેમ આજના બાળકો અને યુવાનો માટે ઘાતક સાબિત થઇ રહી છે. PUBG ગેમનું વ્યસન બાળકોમાં એટલુ વધી ગયું છે કે સ્કુલ, ટ્યુશન અને કોલેજના ભોગે પણ બાળકો PUBG ગેમના દીવાના બન્યા છે. 

હાલ હજારોની સંખ્યામાં રાજ્યમાં બાળકો અને યુવાનો એક સાથે પબજી ગેમ રમતા અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે. PUBG ગેમના યુવાનો એટલા બધા વ્યસની બની ગયા છે કે વાલીઓએ તેમના બાળકોને આ ગેમથી દુર રાખવા મનોચિકિત્સક પાસે પોતાના બાળકોની સારવાર પણ કરાવવી પડી રહી છે.

Pubg.jpg

PUBG ગેમ વિશે વાત કરતા મનોચિકિત્સક ડોક્ટર પાર્થ વૈષ્ણવે જણાવ્યું છે કે, અત્યાર સુધી PUBG ગેમના 217 જેટલા રજીસ્ટર્ડ કેસ તેમની પાસે નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 14 જેટલા લોકોને દાખલ કરીને સારવાર કરવાની ફરજ પડી હતી. આ 217 કેસમાંથી લગભગ 175 જેટલા કેસમાં વાલીઓ તેમના બાળકની સારવાર માટે તૈયાર થયા હતા. સાથે જ PUBG ગેમને લઈને બાળકોને થયેલા એડીક્શન વિશે તેમને કહ્યું કે, આ ગેમના એડીકશનમાં 85% બાળકો અને 15% બાળકીઓ જોવા મળી છે.

માત્ર 10મું પાસ કરી ખોલ્યું ક્લિનીક, ત્રણ ડિગ્રી વિનાના બોગસ ડોક્ટરની ઘરપકડ

કેટલાક કેસમાં બાળકો એવી સ્થિતિમાં એમની પાસે આવ્યા હતા. કે જેઓને જો તેમના માં - બાપ ગેમ રમતા રોકતા તો તેઓ તેમના પર હાથ ઉપાડતા સાથે અપશબ્દો પણ બોલી નાખતા હતા. આની પાછળનું કારણ આપતા ડોક્ટર પાર્થ વૈષ્ણવે કહ્યું કે, આ ગેમ રમનાર બાળકો વર્ચ્યુઅલ અને રીઅલ વર્લ્ડ વચ્ચેનો તફાવત સમજી નથી શકતા અને ન કરવાનું કરી બેસે છે.

PUBG ગેમની વાત કરીએ તો 4 લોકો એક ટીમ બનાવીને 100 લોકોના ગ્રુપમાં પ્લેનથી કોઈ એક જગ્યાએ લેન્ડ થઈને એક સાથે રમી શકે છે. આ ગેમમાં બાળકો એકબીજા સાથે વાતો કરીને દુશ્મનોને મારતા હોય છે. અને અંતે બચેલા 4 લોકો અંદરો અંદર લડીને તેમાંથી એક વિજેતા બનતા હોય છે.

અમદાવાદ: 31 ડિસેમ્બરને લઇને પોલીસનો માસ્ટરપ્લાન, આ પ્રકારની છે તૈયારી

PUBG ગેમ એવી બનાવાઈ છે કે એકવાર રમનાર બાળક વારંવાર આ ગેમ રમવા પ્રેરાતા હોય છે. કેમકે શરૂઆતના સ્ટેજમાં કમ્પ્યુટર દ્વારા એવા પ્લેયર્સ મુકવામાં આવે છે કે જેઓને સરળતાથી મારી શકાય છે. જેના કારણે રમનારમાં ઉત્સુકતા જાગે છે અને આ ઉત્સુકતા સ્ટેજ વધતાની સાથે વધતી જ જાય છે.

PUBG ગેમ રમનાર બાળકો આ ગેમને ફ્રેશ થવા માટેનું માધ્યમ માને છે. કેટલાક બાળકો ટાઈમ પાસ માટે આ ગેમ રમતા હોવાનું કહે છે. ધીરે ધીરે ક્યારે આ બાળકો આ ગેમની ચપેટમાં આવી જાય છે તેનો કદાચ તેમને અને તેમના પરિવારજનોને પણ ખ્યાલ રહેતો નથી અને બાળકો તેમના અભ્યાસને છોડીને દિવસભર આ ગેમની પાછળ વ્યતીત કરવા લાગે છે.

મહિલા પતિના શોખ માટે જ્વેલરી શોપમાં કરતી ચોરી, વીટી ચોરી કરવામાં છે માસ્ટરી

ફ્રેશ થવા અથવા ટાઈમ પાસ માટે PUBG રમતા બાળકો આ ગેમને લઈને એડીકટ ન થાય તે માટે સૌથી મોટી જવાબદારી માં - બાપની બને છે. આજના તેજ ગતિએ આગળ વધી રહેલા સમયમાં જો બાળક 1 કલાકથી વધુ સમય મોબાઈલ અને ટીવી પાછળ આપે છે. તો તે માતા - પિતા માટે લાલબત્તી સમાન છે તે સમજવું જરૂરી બન્યું છે. 

માતા - પિતાએ પોતે પણ ગેજેટ્સના ઉપયોગ પર નિયંત્રણ મુકવું હવે જરૂરી બન્યું છે. આવા ગેજેટ્સના ઉપયોગનો એક સમય નિશ્ચિત કરીને જ બાળકોને અને પોતે તેનો ઉપયોગ કરવો એ જ એક માત્ર ઉપાય બાળકોને આવી ગેમથી એડીકટ થતા બચાવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news