22મી તારીખે જેની પણ બર્થ-ડે હશે ફ્રીમાં મળશે કેક, વાપીમાં કેક શોપના સંચાલકની અનોખી જાહેરાત

વાપીના છીરી રોડ પર ધ કેક ફેક્ટરી નામની કેક શોપ ચલાવતા વિકી સિંહ નામના દુકાનદારે પોતાની દુકાનની બહાર બોર્ડ મારી 22 મી તારીખે જેમનો જન્મદિવસ હોય તેને મફતમાં જન્મદિવસની કેક આપવાની જાહેરાત કરી છે.

22મી તારીખે જેની પણ બર્થ-ડે હશે ફ્રીમાં મળશે કેક, વાપીમાં કેક શોપના સંચાલકની અનોખી જાહેરાત

નિલેશ/વાપી: અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વાપી સહી સમગ્ર વલસાડ જિલ્લામાં પણ ઉત્સાહનો માહોલ છે. અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા 22 મી તારીખે સેવાકિય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. એવા સમયે વાપીમાં એક કેક શોપ નાસંચાલક રામભક્તે અનોખી જાહેરાત કરી છે. 

વાપીના છીરી રોડ પર ધ કેક ફેક્ટરી નામની કેક શોપ ચલાવતા વિકી સિંહ નામના દુકાનદારે પોતાની દુકાનની બહાર બોર્ડ મારી 22 મી તારીખે જેમનો જન્મદિવસ હોય તેને મફતમાં જન્મદિવસની કેક આપવાની જાહેરાત કરી છે. 22મી તારીખે મફતમાં જન્મદિવસની કેક આપવાની જાહેરાતનું બોર્ડ પણ માર્યું છે. જોકે મફતમાં કેક મેળવવા માટે ગ્રાહકે જન્મ તારીખ દર્શાવતું ઓળખ પત્ર બતાવવું જરૂરી છે. 

આમ 22મી તારીખે ભગવાન શ્રીરામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને યાદગાર બનાવવા સેવાકીય સંસ્થાઓની સાથે વ્યક્તિગત રીતે રામ ભક્તો પણ આ પ્રસંગને યાદગાર બનાવવા પોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે વાપી ના યુવા પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ને લઈ ખૂબ જ ખુશ છે અને આવી ઓફરને બિરદાવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news