PM મોદીએ વીરભદ્ર મંદિરમાં કરી પૂજા અર્ચના, જાણો લેપાક્ષીનું રામાયણમાં શું છે તેનું મહત્વ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે આંધ્ર પ્રદેશના લેપાક્ષીના વીરભદ્ર મંદિરમાં પૂજા અર્ચના કરી. આ દરમિયાન તેમણે રંગનાથ રામાયણના છંદ પણ સાંભળ્યા જે તેલુગુમાં છે.

PM મોદીએ વીરભદ્ર મંદિરમાં કરી પૂજા અર્ચના, જાણો લેપાક્ષીનું રામાયણમાં શું છે તેનું મહત્વ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે આંધ્ર પ્રદેશના લેપાક્ષીના વીરભદ્ર મંદિરમાં પૂજા અર્ચના કરી. આ દરમિયાન તેમણે રંગનાથ રામાયણના છંદ પણ સાંભળ્યા જે તેલુગુમાં છે. અત્રે જણાવવાનું કે વીરભદ્રને ભગવાન શિવનું જ સ્વરૂપ માનવામાં આવે છે. વીરભદ્ર મંદિર 16મી સદીમાં  બનાવવામાં આવ્યું હતું જેમાં વિજયનગર કાળની વાસ્તુકલા જોવા મળે છે. લેપાક્ષીનું રામાયણમા ખાસ સ્થાન છે. એવું કહેવાય છે કે લેપાક્ષી એ જગ્યા છે જ્યાં માતા સીતાનું અપહરણ કરીને લઈ જઈ રહેલા રાવણ સાથે જટાયુ ભીડી જતા ગંભીર રીતે ઘાયલ થયા બાદ પડ્યા હતા. મોત વેળાએ જટાયુએ ભગવાન રામને એ જણાવ્યું કે માતા સીતાને રાવણ દક્ષિણ બાજુ લઈને ગયો હતો. ત્યારબાદ ભગવાન રામે તેમને મોક્ષ આપ્યો હતો. 

— ANI (@ANI) January 16, 2024

પીએમ મોદી વીરભદ્ર મંદિર એવા સમયે પહોંચ્ય છે જ્યારે 6 દિવસ બાદ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. તે પહેલા પ્રધાનમંત્રી 11 દિવસનું વિશેષ અનુષ્ઠાન કરી રહ્યા છે. તેમની આ લેપાક્ષીની યાત્રા નાસિકમાં શ્રી કાલારામ મંદિરની મુલાકાત બાદ થઈ રહી છે. થોડા દિવસ પહેલા પીએમ મોદીએ નાસિકમાં ગોદાવરી નદીના તટ પર આવેલા પંચવટીની મુલાકાત કરી હતી. તેમણે કાલારામ મંદિરમાં પૂજા અર્ચના કરી અને મરાઠીમાં રામાયણના ભગવાન રામના અયોધ્યા આગમન સંલગ્ન શ્લોક સાંભળ્યા. વીરભદ્ર મંદિર દ્રશન સાથે જ પીએમ મોદીનો આંધ્ર પ્રદેશ પ્રવાસ શરૂ થઈ ગયો છે. 

— ANI (@ANI) January 16, 2024

પીએમ મોદી આજે આંધ્ર પ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લાના પલાસમુદ્રમની મુલાકાત કરશે. તેઓ રાષ્ટ્રીય સીમા શુલ્ક, અપ્રત્યક્ષ કર અને નારકોટિક્સ એડેડેમી (NACIN) ના નવા પરિસરનું ઉદ્ધાટન કરશે. આંધ્ર પ્રદેશ સરકારની વિજ્ઞપ્તિ મુજબ પીએમ મોદી નિર્ધારિત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે મંગળવારે બપોરે પલાસમુદ્રમ પહોંચશેઅને સાંજે પાછા ફરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news