દુનિયાના આ 5 સુપર રિચ, દર કલાકે કરી રહ્યા છે ₹11,6,19,55,90,000 ની કમાણી, સંપત્તિમાં અધધ.. વધારો

Top 5 Richest Man in the World: અમેરિકન સંસ્થા ઓક્સફેમ ઈન્ટરનેશનલના તાજેતરના રિપોર્ટ અનુસાર, 2020થી વિશ્વના પાંચ અબજપતિઓની સંપત્તિમાં 114 ટકાનો વધારો થયો છે. આ રિપોર્ટ અનુસાર પાંચ સૌથી ધનિક ઈલોન મસ્ક, બર્નાર્ડ એનાલ્ટ, જેફ બેઝોસ, લેરી એલિસન અને માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં 114 ટકાનો વધારો થયો છે.

દુનિયાના આ 5 સુપર રિચ, દર કલાકે કરી રહ્યા છે ₹11,6,19,55,90,000 ની કમાણી, સંપત્તિમાં અધધ.. વધારો

Top 5 Richest Man in the World: અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ વધી રહી છે. અમીરો વધુ અમીર બની રહ્યા છે જ્યારે ગરીબોની સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં અમીરોની સંપત્તિ રોકેટની ઝડપે વધી છે. વર્ષ 2020 થી દુનિયાએ ઘણું જોયું છે. કોવિડ રોગચાળો, યુક્રેન-રશિયા યુદ્ધ, ઇઝરાયેલ-હમાસ યુદ્ધ જેવી પરિસ્થિતિઓએ વિશ્વભરની અર્થવ્યવસ્થા પર ઊંડી અસર કરી છે.

લોકોએ તેમની નોકરી ગુમાવી અને તેમની બચત સમાપ્ત થઈ ગઈ. કંપનીઓ નાદાર થવા લાગી. ગરીબો વધુ ગરીબ થતા ગયા જ્યારે અમીર અતિ ધનવાન બન્યા. અમીરોની સંપત્તિ વધી છે. 2020 થી વિશ્વના પાંચ સુપરરિચની સંપત્તિ બમણી થઈ ગઈ છે. અમેરિકન સંસ્થા ઓક્સફેમ ઈન્ટરનેશનલના તાજેતરના રિપોર્ટ અનુસાર, 2020થી વિશ્વના પાંચ અબજપતિઓની સંપત્તિમાં 114 ટકાનો વધારો થયો છે.

આ પાંચ અમીરોની સંપત્તિ બમણી થઈ
ઓક્સફેમના રિપોર્ટ અનુસાર અમીરોની સંપત્તિમાં ભારે વધારો થયો છે. વિશ્વના પાંચ સૌથી ધનિક લોકોની નેટવર્થ 2020 થી બમણી થઈ ગઈ છે. આ રિપોર્ટ અનુસાર પાંચ સૌથી ધનિક ઈલોન મસ્ક, બર્નાર્ડ એનાલ્ટ, જેફ બેઝોસ, લેરી એલિસન અને માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં 114 ટકાનો વધારો થયો છે.

દર કલાકે  કરે છે 116 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ઓક્સફેમના રિપોર્ટ અનુસાર, વર્ષ 2020થી વિશ્વના પાંચ સુપર રિચની સંપત્તિ 405 બિલિયન યુએસ ડોલરથી વધીને યુએસ ડોલર 869 બિલિયન (લગભગ રૂ. 72 લાખ કરોડ) થઈ ગઈ છે. આ અબજોપતિઓએ દર કલાકે 14 મિલિયન યુએસ ડોલર એટલે કે 116 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. જો અમીરોની સંપત્તિ આ જ ગતિએ વધતી રહેશે તો આગામી 10 વર્ષમાં દુનિયાને તેનો પહેલો ટ્રિલિયોનેર મળશે. રિપોર્ટ અનુસાર, વિશ્વના 148 ટોચના જૂથોએ 1800 અબજ યુએસ ડોલરનો નફો મેળવ્યો છે. રિપોર્ટ અનુસાર વિશ્વના સૌથી ધનિક 1 ટકા લોકો પાસે 43 ટકા સંપત્તિ છે.

કોની પાસે કેટલી છે સંપત્તિ
અમીરોની વાત કરીએ તો ફોર્બ્સ બિલેનિયર્સ લિસ્ટના અનુસાર ટેસ્લાના માલિક એલન મસ્ક દુનિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ છે. 

અરબપતિનું નામ વર્ષ 2024 માં નેટવર્થ (ડોલરમાં)  વર્ષ 2020 માં નેટવર્થ (ડોલરમાં) 
એલન મસ્ક 230 અબજ 25 અબજ
બર્નાર્ડ અનોલ્ટ 182 અબજ 76 અબજ
જેફ બેઝોસ 176 અબજ 113 અબજ
લૈરી એલિસન 135અબજ 59 અબજ
માર્ક ઝુકરબર્ગ 132 અબજ 55 અબજ

ઘઉંની ઘણી વેરાયટી જોઇ હશે પણ આ ઘઉં રોટલીની નહી ખાધી હોય! કિંમત છે 4 ગણી વધારે
Red Ant Chutney: લાલ કીડીની મસાલેદાર ચટણી બની સુપરફૂડ, અહીં સ્વાદના ચટકા લે છે લોકો

 અમીર અને ગરીબ વચ્ચેનું અંતર વધ્યું
અમીરો વધુ અમીર થઈ રહ્યો છે ત્યારે ગરીબોની સંપત્તિ ઘટી રહી છે. તે જ સમયે, લગભગ પાંચ અબજ લોકો પહેલાથી જ ગરીબ બની ગયા છે. જે રીતે ગરીબી વધી રહી છે તે આગામી 229 વર્ષમાં પણ દૂર નહીં થાય. રિપોર્ટ અનુસાર, અમીર અને ગરીબ વચ્ચેનું આ વધતું અંતર કોર્પોરેટ્સને કારણે છે. જ્યારે અમીરોને ટેક્સમાં છૂટ મળી રહી છે, ત્યારે કામદારો પર અત્યાચાર થઈ રહ્યો છે. ખાનગીકરણને વેગ મળી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news