મોટા સમાચાર! વિપુલ ચૌધરીને સેસન્સ કોર્ટે આપી મોટી રાહત, જાણો શું લીધો નિર્ણય

ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને અર્બુદા સેનાના પ્રમુખ વિપુલ ચૌધરીને મોટો ઝટકો લાગ્યો હતો. પરંતુ હાલ દુઘ સાગર ડેરીના પુર્વ ચેરમેન વિપુલ ચૌધરીને કોર્ટે મોટી રાહત આપી હોવાના સમાચાર મળી રહ્યા છે.

મોટા સમાચાર! વિપુલ ચૌધરીને સેસન્સ કોર્ટે આપી મોટી રાહત, જાણો શું લીધો નિર્ણય

તેજસ દવે/મહેસાણા: સાગરદાણ કૌભાંડ સજા મામલે સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદા પર સ્ટે આપ્યો છે. સાગરદાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓને 7 વર્ષની સજા થઈ છે. પરંતુ સેસન્સ કોર્ટે સજા પર સ્ટે આપ્યો છે. સ્ટે સાથે તમામ આરોપીઓ 50000ના જામીન પર અપાયા છે. હવે સેશન્સ કોર્ટમાં આ કેસ અપીલ પર ચાલશે. 

ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને અર્બુદા સેનાના પ્રમુખ વિપુલ ચૌધરીને મોટો ઝટકો લાગ્યો હતો. પરંતુ હાલ દુઘ સાગર ડેરીના પુર્વ ચેરમેન વિપુલ ચૌધરીને કોર્ટે મોટી રાહત આપી હોવાના સમાચાર મળી રહ્યા છે. સાગરદાણ કૌભાંડ સજા મામલે સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદા પર સ્ટે આપ્યો છે. સાગરદાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓને 7 વર્ષની સજા થઈ છે. પરંતુ સેસન્સ કોર્ટે સજા પર સ્ટે આપ્યો છે. સ્ટે સાથે તમામ આરોપીઓ 50000ના જામીન પર અપાયા છે. હવે સેશન્સ કોર્ટમાં આ કેસ અપીલ પર ચાલશે.

વિપુલ ચૌધરીએ શું કહ્યું હતું ?
દુઘ સાગર ડેરીના પુર્વ ચેરમેનને સાગરદાણ કોભાંડ મુદ્દે 7 વર્ષની સજા કરતા વિપુલ ચૌધરી સહિત તમામ આરોપીઓને કોર્ટે જેલ હવાલે કર્યા છે. જો કે વિપુલ ચોધરીએ જણાવ્યું હતું કે, મને આમા રાજકીય ષડયંત્ર સિવાઈ કઇ દેખાતું નથી. મને ન્યાય તંત્ર પર વિશ્વાસ છે અને સત્યનો વિજય થશે. ઇફ્કોએ પણ દાણ આપ્યુ છે અને એનડીડીબીએ પણ દાણ આપ્યુ છે, પણ કેસ માત્ર મારા ઉપર થયો છે. આ ઉપરાંત વિપુલ ચૌધરીએ એમ પણ કહ્યું કે, પશુઓ માટે કરેલ કામ મારા મતે ગુનો નથી. મેં જ્યારે દાણ આપ્યું ત્યારે મહારાષ્ટ્રના હાલના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પણ હાજર હતા, ત્યારે જુબાની લેવી હોઇ તો આ બધાની જુબાની લેવાની જરૂર હતી. જે હાજર ન હતા તેવા અર્જુન મોઢવાડીયા અને શંકરસિંહ વાઘેલાની જુબાની લેવાનો શું અર્થ છે. 

શું છે સાગરદાણ કૌભાંડ
દૂધસાગર ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી સહિત 22 લોકો આ કેસમાં આરોપી છે. 22 આરોપીઓ પૈકી 3ના મૃત્યુ થયા છે. કેસની વિગત એવી છે કે, 2013 ના વર્ષમાં રૂ.22.50 કરોડનું મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલાવ્યું હતું. 2014 માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી હતી. સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ થઈ હતી. ત્યારે કેસના તમામ 15 આરોપી કસૂરવાર સાબિત થયા છે. 

ઉલ્લેખનીય છે કે, દૂધસાગર ડેરી સાગર દાણ કેસ મામલે વિપુલ ચૌધરી સામે મહારાષ્ટ્રમાં સાગર દાણ મોકલવા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ હાલમાં મહેસાણા કોર્ટમાં ચાલી રહ્યો હતો. ગત વર્ષે આ કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ ઈશ્યુ કરાયા હતા. શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ વિપુલ ચૌધરીને એનડીડીબીના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યા હતા. વિપુલ ચૌધરીએ મહારાષ્ટ્રને સાગર દાણ મોકલ્યું, એ જ અરસામાં શકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ ભલામણ પત્ર લખ્યા હતા. વિપુલ ચૌધરી ઉપર એનડીડીબીના ચેરમેન બનવા દાણ આપવાનો આરોપ લાગ્યો છે. 

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ACBએ ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી એક દિવસ અગાઉ ધરપકડ કરી હતી. તમને જણાવી દઇએ કે, વિપુલ ચૌધરી પર 17 બોગસ કંપનીઓ બનાવીને રૂ. 800 કરોડ ટ્રાન્સફર કર્યાનો આરોપ લાગ્યો છે.  મહેસાણાની દૂધસાગર ડેરીમાં કરોડોમાં પ્રોત્સાહન બોનસ ચૂકવી તેની 80 ટકા રકમ પરત મેળવી જ્વેલરીમાં રોકાણ કરવાના તથા મહારાષ્ટ્રમાં વિનમૂલ્યે સાગરદાણ મોકલી મંડળીને 22 કરોડનું નુકસાન કરવા સહિતના કેસમાં સી.આઇ.ડી.એ છ વર્ષ બાદ વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news