શું તમે પણ ખીલ દબાવીને ફોડી નાખો છો ? તો જાણો ખીલ ફોડવાથી થતી આડઅસરો વિશે

Side Effects Of Pimple Popping: ઘણી યુવતીઓને માસિક સમયે પણ ચહેરા પર નાના ખીલ દેખાવા લાગે છે. જ્યારે આ રીતે અચાનક ખીલ થઈ જાય તો યુવતીઓ ઘણીવાર તેને દબાવીને ફોડી નાખે છે. તેમનું માનવું હોય છે કે ખીલમાંથી પરુ બહાર કાઢી નાખવામાં આવે તો તેનાથી ખીલ પણ બેસી જાય છે. પરંતુ આ રીતે ખીલ ફોડવા ખતરનાક સાબિત થઈ શકે છે.

શું તમે પણ ખીલ દબાવીને ફોડી નાખો છો ? તો જાણો ખીલ ફોડવાથી થતી આડઅસરો વિશે

Side Effects Of Pimple Popping: ઘણીવાર ચહેરા પર ખીલ દેખાવા લાગે છે. ખીલના કારણે ત્વચાની સુંદરતા ઝાંખી પડી જાય છે. ઘણી યુવતીઓને માસિક સમયે પણ ચહેરા પર નાના ખીલ દેખાવા લાગે છે. જ્યારે આ રીતે અચાનક ખીલ થઈ જાય તો યુવતીઓ ઘણીવાર તેને દબાવીને ફોડી નાખે છે. તેમનું માનવું હોય છે કે ખીલમાંથી પરુ બહાર કાઢી નાખવામાં આવે તો તેનાથી ખીલ પણ બેસી જાય છે. પરંતુ આ રીતે ખીલ ફોડવા ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી ત્વચા પર અન્ય સમસ્યાઓ થઈ શકે છે. 
 
ટુવાલ વડે પિમ્પલ્સ પોપિંગ કરવાની 6 આડઅસર

આ પણ વાંચો:

સફેદ વાળને મૂળમાંથી જ કાળા કરી દેશે હળદર, જાણો ઉપયોગ કરવાની સાચી રીત
 
1. જો તમે ખીલ ફોડવા માટે કોઈ કપડાનો ઉપયોગ કરો છો તો તમને જણાવી દઈએ કે તેમાં ઘણા બધા બેક્ટેરિયા હોઈ શકે છે. જ્યારે તમે ખીલ ફોડો છો તો તે  બેક્ટેરિયા ત્વચાની અંદર જતા રહે છે. જેના કારણે ઈન્ફેક્શન પણ થઈ શકે છે.  
 
2. જો ખીલ ફોડવામાં આવે તો ત્યાંની ત્વચા ખુલ્લી થઈ જાય છે. તેના કારણે ત્વચા પર ઈજા થવાનું અને તે જગ્યાએ બળતરા થવા જોખમ વધે છે.
 
3. ખીલને વારંવાર ફોડવાથી ત્વચાની સમસ્યા વધુ ગંભીર બની શકે છે. તેનાથી સ્કીન ડેમેજ થઈ શકે છે. 
 
4. જો તમે હાથના નખ વડે ખીલ ફોડો છો તો તેમાં પણ બેક્ટેરિયા હોય છે જે ત્વચામાં જતા રહે છે. તેનાથી સ્કિન ઈન્ફેક્શન વધી શકે છે.
 
5. ખીલ ફોડવાથી તેની આસપાસની ત્વચાને પણ નુકસાન થઈ શકે છે. તેનાથી ડાઘ, પાક અને સોજાની સમસ્યા થઈ શકે છે.
 
6. સૌથી મોટી સમસ્યા એ થાય છે કે ખીલને ફોડવાથી આસપાસની ત્વચા પર ખીલ વધારે થવા લાગે છે. 

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news