સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, જો આનંદીબેન પટેલ ફરી ગુજરાતના નાથ બને, તો કોરોનાને રોકી શકાશે...

ગુજરાતમાં જે રીતે કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે, તે જોતા માત્ર ગુજરાત સરકારની જ નહિ, પરંતુ કેન્દ્ર સરકારની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે. માત્ર અમદાવાદ શહેરમાં જ ગુજરાતના સૌથી વધુ કેસ થયા છે, અને સાથે જ મોત પણ. તો ગુજરાતમાં મોતનો આંકડો પણ 449 થઈ ગયો છે. જ્યારે કે સંક્રમિત લોકોની સંખ્યા 7400ને પાર થઈ ગઈ છે. ગત 24 કલાકમાં 29 લોકોના કોરોના વાયરસથી મોત થયા છે. આ વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામી (subramanian swamy) એ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોરોના વાયરસથી વધતા મોતને ત્યારે જ રોકી શકાય છે, જ્યારે પ્રદેશમાં આનંદીબેન પટેલ (Anandiben Patel) ફરીથી મુખ્યમંત્રી બને. 

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, જો આનંદીબેન પટેલ ફરી ગુજરાતના નાથ બને, તો કોરોનાને રોકી શકાશે...

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં જે રીતે કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે, તે જોતા માત્ર ગુજરાત સરકારની જ નહિ, પરંતુ કેન્દ્ર સરકારની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે. માત્ર અમદાવાદ શહેરમાં જ ગુજરાતના સૌથી વધુ કેસ થયા છે, અને સાથે જ મોત પણ. તો ગુજરાતમાં મોતનો આંકડો પણ 449 થઈ ગયો છે. જ્યારે કે સંક્રમિત લોકોની સંખ્યા 7400ને પાર થઈ ગઈ છે. ગત 24 કલાકમાં 29 લોકોના કોરોના વાયરસથી મોત થયા છે. આ વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામી (subramanian swamy) એ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોરોના વાયરસથી વધતા મોતને ત્યારે જ રોકી શકાય છે, જ્યારે પ્રદેશમાં આનંદીબેન પટેલ (Anandiben Patel) ફરીથી મુખ્યમંત્રી બને. 

— Subramanian Swamy (@Swamy39) May 8, 2020

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ એકદમ કથળી ગઈ છે. ગુજરાત સરકારના હાથમાંથી સ્થિતિ કાબૂ બહાર જતી રહી છે. આ કારણે ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદની બગડતી સ્થિતિને જોતા એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરીયા અને ડોક્ટર મનીષ સુરેજાને અમદાવાદ મોકલી રહ્યાં છે. બંને વાયુસેનાના વિમાનથી અમદાવાદ પહોંચશે. જેમાં તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલનું નિરીક્ષણ કરશે. આ બંને ડોક્ટરો અહીં કોરોના સંક્રમિત લોકોની સારવાર કરી રહેલા ડોક્ટરોને સલાહ સૂચનો આપશે, જેનાથી અમદાવાદની પરિસ્થિતિ વધુ સારી કરી શકાય.  

અમદાવાદના શાહપુરમાં પત્થરમારો, રમઝાનમા લોકોને બહાર નીકળતા અટકાવતા મામલો બિચક્ય

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાને કાબૂમાં લેવા માટે આકરા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તો સાથે જ કેટલાક શહેરોમાં છૂટછાટો પણ આપવામાં આવી રહી છે. ગુજરાતની કાબૂ બહારની પરિસ્થિતિને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણી જવાના છે અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના નવા મુખ્યપ્રધાન બનવાના છે. આ સમગ્ર બાબતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સ્પષ્ટતા કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news