શુ દિલ્હીના ડોક્ટરોની ફોજ ગુજરાત માટે સંકટમોચન બનશે? આંકડો તો 7403 પર પહોંચી ગયો છે...

ગુજરાતના કોરોના વાયરસના નવા કેસ અંગે માહિતી આપતા આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ જણાવ્યું કે, રાજ્યમાં આજે 390 પોઝિટિવ કેસ નોંધાયો છે. તો આજના કુલ 24 મૃત્યુ નોંધાયે છે. રાજ્યમાં આજે 163 લોકોને ડિસ્ચાર્જ અપાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 1872 ડિસ્ચાર્જ નોંધાયા છે. મૃત્યુ દરમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકાર ચિંતિત  છે. કોરોના વાયરસ સામે કેન્દ્ર સરકાર દ્વારા નિષ્ણાત લોકો ખાસ વિમાન માર્ગે આજે રાત્રે અમદાવાદ આવશે. આવતીકાલ સાંજ સુધી દિલ્હીની ટીમ અમદાવાદ રહેશે.

Updated By: May 8, 2020, 09:11 PM IST
શુ દિલ્હીના ડોક્ટરોની ફોજ ગુજરાત માટે સંકટમોચન બનશે? આંકડો તો 7403 પર પહોંચી ગયો છે...

હિતલ પારેખ/ગાંધીનગર : રાજ્યમાં આજે 390 પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંકડો 7403 પર પહોંચી ગયો છે. તો અમદાવાદમાં 269 કેસ નવા નોંધાયા છે.  તો આજના કુલ 24 મૃત્યુ નોંધાયે છે. રાજ્યમાં આજે 163 લોકોને ડિસ્ચાર્જ અપાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 1872 ડિસ્ચાર્જ નોંધાયા છે. મૃત્યુ દરમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકાર ચિંતિત  છે. કોરોના વાયરસ સામે કેન્દ્ર સરકાર દ્વારા નિષ્ણાત લોકો ખાસ વિમાન માર્ગે આજે રાત્રે અમદાવાદ આવશે. આવતીકાલ સાંજ સુધી દિલ્હીની ટીમ અમદાવાદ રહેશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 14 લાખ 5387 કુલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજના દિવસે 4834 ટેસ્ટ કરાયા છે. 

  • રાજ્યમાં કુલ કેસ : 7403
  • રાજ્યમાં કુલ મોત : 448
  • રાજ્યમાં કુલ સ્વસ્થ : 1872

આજના નવા કેસ
નવા 390 કેસમાંથી અમદાવાદમાં નવા 269, વડોદરા-સુરતમાં 25, અરવલ્લીમાં 20, ગાંધીનગરમાં 9, બનાસકાંઠામાં 8, ખેડા-જામનગર-સાબરકાંઠામાં 7, પંચમહાલ 6, બોટાદ 3, ભાવનગર-આણંદ-ગીર સોમનાથ-મહી સાગરમાં 1 કેસ નોંધાયો છે. 

અમદાવાદના શાહપુરમાં પત્થરમારો, રમઝાનમા લોકોને બહાર નીકળતા અટકાવતા મામલો બિચક્યો

જિલ્લાવાઈઝ કેસ પર એક નજર
અમદાવાદમાં 5260, વડોદરામાં 465, સુરતમાં 824, રાજકોટમાં 64, ભાવનગરમાં 84, આણંદમાં 77, ગાંધીનગરમાં 97, પાટણમાં 24, ભરૂચમાં 27, નર્મદામાં 12, બનાસકાંઠામાં 75, પંચમહાલમાં 57, છોટાઉદેપુરમાં 14, અરવલ્લીમાં 67, મહેસાણામાં 42, કચ્છમાં 7, બોટાદમાં 51, પોરબંદરમાં 3, ગીર-સોમનાથમાં 4, દાહોદમાં 19, ખેડામાં 27, મહીસાગરમાં 42, સાબરકાંઠામાં 17, નવસારીમાં 8, વલસાડમાં 6, ડાંગમાં 2, દ્વારકામાં 4, તાપીમા 2, જામનગરમાં 16, જૂનાગઢમાં 2, મોરબી અને સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો છે. 

DGPની ચેતવણી, ખોટા પાસ લઈને ફરશો નહિ, પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર કરશો તો ગુનો નોંધાશે

ગુજરાતમાં કેસ ડબલ થવાનો રેશિયો 12 દિવસનો થયો હોવાનો દાવો રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ દ્વારા કરવામાં આવ્યો છે. તો સાથે જ રિકવર રેશિયો વધ્યો હોવાનો દાવો પણ કરાયો છે. તેમણે જણાવ્યું કે, 18 મી એપ્રિલે 93 લોકો ડિસ્ચાર્જ થયા હતા. આજ સુધીમાં 1872  દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આ સાથે રિકવરી થવાનો 374 ટકાનો રેશિયો હોવાનો દાવો કરાયો છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર