ગુજરાતમાં આ ગેંગ મચાવી રહી છે આતંક! ગિલોલથી બનાવે છે શિકાર, સાવધાન રહેજો નહીં તો...

રાજ્યના અલગ અલગ શહેર વિસ્તારમાં ફોરવ્હીલ કારના કાચને ગિલોલ વડે તોડી તેમજ મોપેડની ડીક્કી તોડી રોકડા રૂપિયા તેમજ બેગ ચોરી કરતી આંતરરાજ્ય આંધપ્રદેશની નેલ્લોર ગેંગના 63 ગુનામાં વોન્ટેડ મુખ્ય સાગરીતને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે નેલ્લોર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં આ ગેંગ મચાવી રહી છે આતંક! ગિલોલથી બનાવે છે શિકાર, સાવધાન રહેજો નહીં તો...

ઝી બ્યુરો/સુરત: સુરત શહેર વિસ્તાર તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેર વિસ્તારમાં ફોરવ્હીલ કારના કાચને ગિલોલ વડે તોડી તેમજ મોપેડની ડીક્કી તોડી રોકડા રૂપિયા તેમજ બેગ ચોરી કરતી આંતરરાજ્ય આંધપ્રદેશની નેલ્લોર ગેંગના 63 ગુનામાં વોન્ટેડ મુખ્ય સાગરીતને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે નેલ્લોર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે રોકડ સહિત રૂ 3.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આંધપ્રદેશના નેલ્લોર નવાપેટ ખાતેથી આરોપી રોસૈયા બાબુ ઉર્ફે હનુમૈયા વસંતમ ગોડેટીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે અગાઉ વર્ષ 2022માં ફેબ્રુઆરીમાં સુરત ક્રાઈમ બ્રાંચ ખાતે પકડાયેલા તેના સાગરીતો પ્રકાશ નારાયણ મેકાલા, રાજેશ પ્રભુ મેકાલા, દાવીદ ઉર્ફે પોલ યાદાગીરી અંજૈયા બોનલા, રમેશ ઉર્ફે અપ્પુ રવી થાલ્લા, રાજુ માસૈયા નારબોયના અને અપ્પારાવ વસંતરાવ ગુડડેટી સાથે ગુજરાતમાં આવી સુરત શહેર, સુરત ગ્રામ્ય, વડોદરા, વલસાડ,નવસારી નર્મદા જિલ્લામાં ચોરીઓ કરી હતી.

વધુમાં સુરત શહેરમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા નેલ્લોર ગેંગના તેના અગાઉ પકડાયેલા 6 સાગરીતોને ફોરવ્હીલ કારના કાચ તોડી તેમજ મોપેડની ડીક્કી તોડી રોકડા રૂપિયા તેમજ લેપટોપ બેગની ચોરીના રોકડા રૂપિયા 3.30 લાખ તેમજ ત્રણ બાઈક, 2 ગિલોલ, પેચિયું તેમજ 7 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં હાલમાં ઝડપાયેલો મુખ્ય આરોપી રોસૈયા બાબુ ઉર્ફે હનુમૈયા વસંતમ ગોડેટી 63 ગુનામાં વોન્ટેડ હતો.

વધુમાં આરોપીઓની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે આરોપીઓ આઈ.આર.બી. ના ડુપ્લીકેટ આઈકાર્ડ બનાવી તેના આધારે ઘર ભાડે લઇ જે શહેરમાં હોય ત્યાંથી ટુ-વ્હીલર બાઈકની ખરીદી કરી શહેરમાં બેંકની સામે અલગ અલગ જગ્યાએ ઉભા રહેતા હતા. પૈસા ઉપાડવા આવતા માણસોને આઇડેન્ટિટીફાય કરી રેકી કરી તેનો પીછો કરે અને જો કોઈની પાસે મોપેડ હોય તો જયારે પાર્ક કરે ત્યારે તેની ડીક્કી તોડી તેમાંથી ચોરી કરે. 

જો ફોરવ્હીલ કાર હોય તો કાર પાર્ક કરે ત્યારે પોતાની પાસે રહેલી ગિલોલથી કાચ તોડી સીટમાં રહેલી બેગ ચોરી કરે તેમજ જો કારમાં માણસ એકલો હોય ત્યારે કારની આગળ પાછળ 10-10 રૂપિયાની નોટો નાંખી તેના પૈસા પડી ગયા તેવું કહી તેના તરફ ધ્યાન દોરાવી પાછળની સીટમાંથી બેગ ચોરી કરવાની તેમજ બેંકમાં પૈસા ઉપાડવા આવેલા માણસોની કારના ટાયરમાં સળિયા વડે પંચર કરી તેનો પીછો કરી જયારે કારને પંચર કરાવવા ગેરેજમાં જાય ત્યારે પાછળની સીટમાંથી બેગ ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. હાલ તો ક્રાઇમબ્રાંચે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની કામગીરી શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news