સુરત: DGVCLના પાવર ફોલ્ટને કારણે ઝરીના કારખાનામાં લાગી ભીષણ આગ

સુરતમાં ડીજીવીસીએલની બેદરકારી દરરોજ વધી રહી છે. ગઈકાલે સ્કુલ પાસે જાહેરમાં વિજપોલ પર આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે આજે લિંબાયત મહાપ્રભુનગર આગળ આવેલા ગોવિંદનગર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના 53/54 નંબરના ગાળામાં આગ લાગી હતી. યાર્નના ગોડાઉનમાં ઉપર મશીન ચાલતા અને નીચે બંધ ગોડાઉનની બારીમાંથી ઝરેલા તણખાથી ધડાકાભેર લાગેલી આગ લાગી હતી. આગ લગતા ગોડાઉનમાં રહેલો યાર્ન, જરી સહિતનો સામાન બળીને ખાક થયો હતો. 

સુરત: DGVCLના પાવર ફોલ્ટને કારણે ઝરીના કારખાનામાં લાગી ભીષણ આગ

તેજશ મોદી/સુરત: સુરતમાં ડીજીવીસીએલની બેદરકારી દરરોજ વધી રહી છે. ગઈકાલે સ્કુલ પાસે જાહેરમાં વિજપોલ પર આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે આજે લિંબાયત મહાપ્રભુનગર આગળ આવેલા ગોવિંદનગર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના 53/54 નંબરના ગાળામાં આગ લાગી હતી. યાર્નના ગોડાઉનમાં ઉપર મશીન ચાલતા અને નીચે બંધ ગોડાઉનની બારીમાંથી ઝરેલા તણખાથી ધડાકાભેર લાગેલી આગ લાગી હતી. આગ લગતા ગોડાઉનમાં રહેલો યાર્ન, જરી સહિતનો સામાન બળીને ખાક થયો હતો. 

સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ફાયરબ્રિગેડની 10 ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર 10 વાગ્યા આસપાસ ગોવિંદનગર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પાવર ફોલ્ટ સર્જાયો હતો. જેથી જરીના કારખાનાના કારીગરો નીચે આવ્યા હતાં. ડીજીવીસીએલની ટીમે પાવર ફોલ્ટ રિપેર કરીને પાવર શરૂ કર્યો તે દરમિયાન પ્રવિણભાઈના કારખાના પાસેના વાયરના જોઈન્ટમાંથી આગના તણખા ખરવા લાગ્યા હતાં. 

સરકાર આ વર્ષે નહિ ઉજવે શાળા પ્રવેશોત્સવ, કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય

ગોડાઉનનો દરવાજો બંધ હતો પરંતુ બારી ખુલ્લી હોવાથી આગનો તણખો ગોડાઉનમાં પડતાં જ ધડાકાભેર આગ ગોડાઉનમાં પ્રસરી ગઈ હતી. સદનસીબે પાવર ન હોવાથી ઉપરના માળે કારીગરો ન પહોંચ્યા હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર અધિકારે જણાવ્યું હતું કે, ઘટના જે જગ્યા પર બની છે ત્યાં ફાયરના કોઈ સાધનો ન હતાં.

ત્યારે આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ગોવિંદનગરમાં ડીજીવીસીએલના ડીપી ખુલ્લી હાલતમાં જોખમરૂપ છે. વાયરોની ફેરબદલ સમયસ કરવામાં આવતી નથી. જેથી જીવના જોખમે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લોકોને કામ કરવું પડી રહ્યું છે. સાથે જ આવી દુર્ઘટનામાં મંદીનો સામનો કરતાં લોકોને પોતાનો માલ સામાન ગુમાવવાનો વારો આવી રહ્યો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news