સરકાર આ વર્ષે નહિ ઉજવે શાળા પ્રવેશોત્સવ, કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય

ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં સરકારે આ વર્ષે ગુજરાતમાં શાળા પ્રેવશોત્સવ નહિ ઉજવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ત્યારે મહત્વનું છે, કે આ વર્ષે શાળાઓ ખુલતાની સાથે જ વાયુ વાવાઝોડાનું સંકટ ગુજરાત પર હોવાથી તે સમયે પણ સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ મૌકુફ રાખવાનો નિર્ણય કર્યો હતો. 

સરકાર આ વર્ષે નહિ ઉજવે શાળા પ્રવેશોત્સવ, કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય

હિતલ પારેખ/ગાંધીનગર: ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં સરકારે આ વર્ષે ગુજરાતમાં શાળા પ્રેવશોત્સવ નહિ ઉજવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ત્યારે મહત્વનું છે, કે આ વર્ષે શાળાઓ ખુલતાની સાથે જ વાયુ વાવાઝોડાનું સંકટ ગુજરાત પર હોવાથી તે સમયે પણ સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ મૌકુફ રાખવાનો નિર્ણય કર્યો હતો. 

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાર્થીઓને શાળા પ્રવેત્સોત્સની સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયથી દર વર્ષે શાળાઓ ખુલવાની સાથે જ સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયથી અત્યાર સુધીમા પ્રથમવાર શાળા પ્રવેશોત્સવ રદ રાખવાની ઘટના બની છે.

સુરત : પોલીસે કન્ટેન્ટર ખોલીનું જોયું તો દારૂનો જથ્થો જોઈને ચોંકી જ ગઈ

ગુજરાતમાં શિક્ષણનુ સ્તર ઉપર લાવવા માટે અને વધુમાં વધુ બાળકો શાળાએ જઇને શિક્ષણ મેળવે તે હેતુથી સરકાર દ્વારા દર વર્ષે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં શાળા પ્રવેશોત્સવ કરવામાં આવે છે. મહત્વનું છે, કે આ પ્રકારના શાળા પ્રવેશોત્સવને કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં શાળાએ જતા બાળકોની સંખ્યામાં વધારો થયો છે.

કેબિનેટની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પત્રકાર પરિષદ કરી હતી. અને તે સમયે તેમણે માહિતી આપી હતી કે, આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા શાળાપ્રવેશોત્સલ રદ કરવામાં આવ્યો છે. વધુમાં પત્રકાર પરિષદ દરમિયાન શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એફ.આર.સી કરતા વધુ ફિ લેવાના મામલે જીલ્લા શિક્ષણ અધિકારીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news