International Yoga Day 2019: સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત ગુજરાતના 150 ખાસ સ્થળો પર ઉજવાશે વિશ્વ યોગ દિવસ

International Yoga Day 2019: વિશ્વ યોગ દિવસની 21 જૂને સમગ્ર વિશ્વમાં ઉજવણી થવાની છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ આ ઉજવણીનું ભવ્ય પ્લાનિંગ કરવામાં આવનાર છે. રાજ્યભરમાં આ ઉજવણી 'યોગ ફોર હાર્ટ કેર' થીમ પર ઉજવાશે. જેમાં રાજ્યભરમાં 50 હજારથી વધુ સ્થાનો ઉપર દોઢ કરોડથી વધુ લોકો જોડાશે. અમદાવાદમા રાજ્ય કક્ષાની ઉજવણી થશે. જેમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે. 1000 જેટલા સંતો મહંતો અને ધર્મગુરુઓ પણ આ ભવ્ય ઉજવણીમાં સામેલ થશે. 

International Yoga Day 2019: સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત ગુજરાતના 150 ખાસ સ્થળો પર ઉજવાશે વિશ્વ યોગ દિવસ

હિતલ પારેખ/ગાંધીનગર :વિશ્વ યોગ દિવસની 21 જૂને સમગ્ર વિશ્વમાં થવાની છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ આ ઉજવણીનું ભવ્ય પ્લાનિંગ કરવામાં આવનાર છે. રાજ્યભરમાં આ ઉજવણી 'યોગ ફોર હાર્ટ કેર' થીમ પર ઉજવાશે. જેમાં રાજ્યભરમાં 50 હજારથી વધુ સ્થાનો ઉપર દોઢ કરોડથી વધુ લોકો જોડાશે. અમદાવાદમા રાજ્ય કક્ષાની ઉજવણી થશે. જેમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે. 1000 જેટલા સંતો મહંતો અને ધર્મગુરુઓ પણ આ ભવ્ય ઉજવણીમાં સામેલ થશે. 

ઐતિહાસિક સ્થાનો પર યોગા
અંબાજી, દ્વારા, સોમનાથ, લોથલ, રાણકી વાવ, સહિતના 150 જેટલા ઐતિહાસિક સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થાનો પર સામૂહિક યોગ થશે. જેને કારણે ઐતિહાસિક સ્થળો પર સુંદર દ્રશ્યો જોવા મળશે. તેમજ આગામી પેઢીને પણ આ કાર્યક્રમ થકી યોગા કરવા માટે પ્રોત્સાહન મળશે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોગા
21 જૂને વર્લ્ડ યોગ દિવસની ઉજવણીમાં ખાસ આકર્ષણ વિશ્વનું સૌથી ઊંચી પ્રતિમાનુ બિરુદ ધરાવનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી રહેશે. આ સ્થલ પર ખાસ સાંધ્ય યોગનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સાંજે નર્મદા કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news