મોનાલિસા પેઈન્ટિંગ ક્યાં બનાવાઈ હતી? 500 વર્ષ જૂના રહસ્ય પરથી પડદો ઉંચકાયો
Mona Lisa Painting: મોનાલિસા પેઈન્ટિંગ માટે આજ સુધી અનેક દાવા કરાયા છે, પરંતુ એક ભૂવિજ્ઞાનીએ ફરી એક મોટો દાવો કરતા 500 વર્ષ જૂના ઈતિહાસની ફરી ચર્ચા થઈ
Trending Photos
Mona Lisa painting mystery : મોનાલિસા પેઈન્ટિંગ હંમેશાથી ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ ઈટાલિયન ભૂ વિજ્ઞાની એન પિઝોરુસોએ આ પેઈન્ટિંગની એક નવી થિયરી શોધી કાઢી છે. જે અનુસાર, 500 વર્ષ પહેલા લિયોનાર્ડો ધ વિન્ચીએ મોના લિસા પેઈન્ટિંગ ક્યાં બનાવી હતી. ઈતિહાસકારોમાં મોના લિસા પેઈન્ટિંગ હંમેશાથી સળગતો મુદ્દો રહ્યો છે.
દુનિયાના સૌથી મશહુર પેઈન્ટિંગ અને રહસ્યમયી મોનાલિસાની પેઈન્ટિંગને લઈને મોટો ખુલાસો થયો છે. ઈટલીના ભૂવિજ્ઞાની એન પિઝોરુસોએ એક નવી થિયરી શોધી છે. જેમાં આખરે 500 વર્ષ પહેલા લિયોનાર્ડો ધ વિન્ચીએ આ પ્રસિદ્ધ પેઈન્ટિંગ ક્યાં બનાવ્યુ હતું તેનો ખુલાસો કર્યો છે. એન પિઝોરુસો અનુસાર, મોનાલિસાને ઉત્તરીય ઈટલીના લેકો શહેરમાં બનાવવામા આવી હતી.
ક્યાં છે આ લેકો શહેર
સમાચાર એજન્સી રોયટર્સે પિઝોરુસોના હવાલાથી કહ્યું કે, જ્યારે હું લેકો શહેર આવી, ત્યારે મને અહેસાસ થયો કે વિન્ચીએ અહીં મોના લિસા પેઈન્ટિંગ બનાવી હતી. લેકો, કોમો સરોવરના કિનારે વસેલું એક નાનકડું શહેર છે.
શું આ દાવો સાચો છે
હકીકતમાં, મોના લિસાની પેઈન્ટિંગમાં પૃષ્ઠભૂમિમાં એક ધનુષાકાર પુલ છે. સ્કોર્લસના મુજબ, આ ધનુષાકાર પુલ 14 મી સદીના પોંટે એજોન વિસ્કોન્ટીથી આબેહૂબ મેળ ખાય છે. જોકે, કેટલાક ઈતિહાસકારોનું માનવું છે કે, આ પુલને અન્ય ઈટાલિયન શહેરો, જેમ એરેઝો અને બોબ્બિયોમાં પણ જોઈ શકાય છે.
મોનાલિસા માટે ખોટા દાવા
રોયટર્સે પિઝોરુસોના હવાલાથી જણાવ્યું કે, ભૂવિજ્ઞાન વિશે તેમનું જ્ઞાન તેમના દાવાને પહેલા ઈતિહાસકોરાના દાવાને વધુ સત્ય બનાવે છે.
તેમણે મોનાલિસા પેઈન્ટિંગને લઈને કહ્યું કે, લેકો શહેરમાં પહાડીની સંરચના ચૂનાના પત્થરની હતી, જે મહિલાના પાછળ પેઈન્ટ કરાયેલી તસવીર સાથે મેળ ખાય છે. જ્યારે તમે મોનાલિસાને જુઓ છો તો તમને અડા નદીનો આ ભાગ જોવા મળશે અને તમને તેની પાછળ એક સરોવર દેખાશે. જે આ દાંત આકારના પહાડોની નીચે દેખાઈ આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે