પાટણમાં ચાની લારીવાળાને 49 કરોડનો ટેક્સ ભરવાની આવી નોટિસ, તપાસ કરતા ખૂલ્યો મોટો કાંડ
Income Tax Notice : પાટણમાં ચાની લારીવાળાને 49 કરોડનો ટેક્સ ભરવાની આવી નોટિસ, ચાની લારીવાળાએ પાન અને આધાર કાર્ડ એક વેપારીને આપ્યું હતું, વેપારીએ ચાની લારીવાળાની ધ્યાન બહાર કર્યા આર્થિક વ્યવહાર, ચાવાળાએ પાટણ બી-ડિવિઝન પોલીસમાં નોંધાવી ફરિયાદ
Trending Photos
Patan News પ્રેમલ ત્રિવેદી/પાટણ : ગુજરાતના પાટણ શહેરમાં માનવામાં ન આવે તેવી ઘટના બની છે. પાટણ શહેરના માર્કેટ યાર્ડમાં ચાની કીટલીનો વ્યવસાય કરતા વ્યક્તિને ઈન્ક્મટેક્સ વિભાગ દ્વારા રૂપિયા 49 કરોડનો ટેક્સ અને પેનલ્ટી ભરવાનો નોટિસ આપી છે. જેને લઇ ચાની કીટલી ચલાવનાર વ્યક્તિના હોંશ કોંશ ઉડી ગયા છે. આ અંગે ચાની કીટલી ચલાવતા વ્યક્તિ દ્વારા બે ઈસમો વિરુદ્ધ પાટણ શહેર બી ડીવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા હડકંપ મચી જવા પામી છૅ.
પાટણમાં ચાની લારીવાળાને 49 કરોડનો ટેક્સ ભરવાની આવી નોટિસ, તપાસ કરતા ખૂલ્યો મોટો કાંડ#gujarat #patan #teastall #tax #zee24kalakoriginalvideos pic.twitter.com/EVA3XsbkGD
— Zee 24 Kalak (@Zee24Kalak) May 19, 2024
પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણ શહેરમાં આવેલ માર્કેટ યાર્ડમાં ખેમરાજભાઈ દવે ચાની કીટલીનો વ્યવસાય કરી પરિવારનું પેટિયુ રળે છે. રળતા ફરિયાદી ખેમરાજ ભાઈ દવે છેલ્લા સત્તર વર્ષથી આ વ્યવસાય કરે છૅ અને માર્કેટ યાર્ડના અનેક વેપારીઓના ત્યાં તેમની ચા જતી હોઈ સબંધો પણ સારા રહ્યાં છે. ત્યારે આ યાર્ડમાં આવેલ એક પેઢીના મલિક અલ્પેશ પટેલ તેમજ તેમના ભાઈ વિપુલ પટેલ બંને ભાઈઓ આ ખેમરાજભાઈના સંપર્કમાં આવ્યા હતા.
ખેમરાજભાઈને પાન કાર્ડ કઢાવવાનું હોઈ તેના માટે શું કરવું પડે તે અંગે પટેલ અલ્પેશ અને તેમના ભાઈ વિપુલ પટેલની સલાહ માંગી હતી. ત્યારે બંને ભાઈઓએ તેનો બદ ઈરાદો પાર પાડવા અને કાવતરું રચી ખેમરાજભાઈ પાસેથી આધાર કાર્ડ, રેશન કાર્ડ, ફોટા વગેરે મંગાવ્યા હતા. આ તમામ દસ્તાવેજ ખોટા ઉભા કરી ખેમરાજ ભાઈની જાણ બહાર શહેરની વિવિધ બેંકોમાં ખાતા ખોલાવ્યા હતા.
વર્ષ 2014 - 15 અને વર્ષ 2015 - 16 માં અપ્રમાણસર કરોડો રૂપિયા નાણાંકીય લેવડ દેવડ કરી હોઈ જે અંગે વર્ષ 2023 અને ત્યાર બદ વર્ષ 2024 માં એમ બે વખત ઈન્ક્મટેક્સ વિભાગ દ્વારા ટેક્સ તેમજ પેનલ્ટી મળી કુળ રૂપિયા 49 કરોડની નોટિસ ખેમરાજભાઈને મોકલવામાં આવી હતી. જે અંગે અલ્પેશ પટેલને જાણ પણ કરવામાં આવી હતી. પણ આ સમગ્ર બાબત દાબી દેવામાં આવતા છેવટે ખેમરાજભાઈએ અલ્પેશ પટેલ અને વિપુલ પટેલ વિરુદ્ધ પાટણ શહેર બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ વિભાગ આ કારણે પણ દોડતું થયું છે. તો ચાની કીટલી ધરવાતા વ્યક્તિને ઈન્ક્મટેક્સ દ્વારા રૂપિયા 49 કરોડની નોટિસ આપતા સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છૅ. હાલના સમયમાં કોઈ પણ અજાણી વ્યક્તિને આધાર કાર્ડ, પાનકાર્ડ, રાશનકાર્ડ વગેરે આપતા પહેલા સો વાર વિચાર કરવો પડે તે પ્રકારનો કિસ્સો આજે પાટણ શહેરમાં પ્રકાશમાં આવવા પામ્યો છૅ.
આ કિસ્સા અનેક લોકો માટે લાલબત્તી સમાન છે, તેથી તમારા ડોક્યુમેન્ટ કોઈને આપતા પહેલા સો વાર વિચારજો. તમે વિશ્વાસમાં તમારા ડોક્યુમેન્ટ બીજાને સોંપો છે, પરંતુ એ વ્યક્તિ તમારા ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરે છે કે નહિ તે પણ ચકાસો,
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે