ગુજરાતનો આ મેળો છે વિશ્વ વિખ્યાત; જાણો આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા મેળાનું શું છે અનોખું મહત્વ?

આદીવાસીઓમાં હોળીનો તહેવાર ખૂબ જ મહત્વ ધરાવતો હોય છે તેમાય હોળી દરમીયાન ભરાતા મેળાનું ખૂબ મહત્વ હોય છે. આ મેળામાં ગામેગામથી આદીવાસીઓ પારંપરીક વેશભૂષામાં ઢોલ નગારા, પાવા વગાડતા આવતા હોય છે

ગુજરાતનો આ મેળો છે વિશ્વ વિખ્યાત; જાણો આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા મેળાનું શું છે અનોખું મહત્વ?

હકીમ ઘડિયાલી/છોટા ઉદેપુર: આદિવાસીઓમાં હોળીના તહેવારનું મહત્વ દીવાળી કરતાં પણ વધુ હોય છે. અને આદિવાસીઓ હોળીના તહેવારને મન મૂકીને મનાવે છે. અને હોળીના તહેવારના પાંચ દીવસ સુધી ઉજવણી કરાતી હોય છે અને આદિવાસીઓ હોળીના તહેવારને પરંપરાગત રીતે ઉજવણી કરતાં હોય છે. અને હોળી દરમિયાન વિવિધ ઠેકાણે ભરાતા મેળામાં જઈને હોળીના આ તહેવારની ઉજવણી કરતાં હોય છે. આવો જ કવાંટ ખાતે ભરાતો ઘેરનો મેળો વિશ્વ વિખ્યાત છે આ મેળામાં લાખોની સંખ્યામાં આદીવાસીઓ આવે છે અને હોળીની ઉજવણી કરતાં હોય છે.

આદીવાસીઓમાં હોળીનો તહેવાર ખૂબ જ મહત્વ ધરાવતો હોય છે તેમાય હોળી દરમીયાન ભરાતા મેળાનું ખૂબ મહત્વ હોય છે. આ મેળામાં ગામેગામથી આદીવાસીઓ પારંપરીક વેશભૂષામાં ઢોલ નગારા, પાવા વગાડતા આવતા હોય છે અને આદીવાસી સંસ્કૃતીના દર્શન થાય તેવી રીતે નૃત્ય કરતાં કરતાં મેળામાં આવે છે અને મેળાનો આનંદ લઈને જતાં હોય છે. આવો જ એક વિશ્વ વિખ્યાત મેળો છોટા ઉદેપુર જીલ્લાના કવાંટ ખાતે યોજાય છે. 

આ મેળામાં આ વિસ્તારના તમામ આદીવાસીઓ અલગ અલગ વેશભૂષામાં, પારંપરીક વેશભૂષામાં આદીવાસીઓ નજરે પડે છે. જેમાં યુવાનો અને યુવતીઓ એક સરખી વેશભૂષામાં પણ જોવા મળે છે. આ મેળામાં આદીવાસી સંસ્કૃતીના દર્શન થાય છે અને ભાતીગળ મેળાનો આનંદ લેતા આદીવાસીઓ આ મેળામાં જોવા મળે છે. ઘેરના મેળામાં મહિલાઓ પારંપરીક વેશભૂષામાં અને એક જ સરખા વેશ પરીધાનમાં નજરે પડતી હતી. 

મહિલાઓ મોટેભાગે ચાંદીના ઘરેણા પહેરીને આવી હતી, ત્યારે પુરુષો પણ એક સરખા પારંપરીક વેશભૂષામાં વાંસળી, રામ ઢોલ, પાવાના તાલે આદીવાસી નૃત્ય કરતાં કવાંટમાં ભરાયેલ ઘેરના મેળામાં આનંદ કરતા નજરે પડતાં હતા.આ મેળાની ખ્યાતી દેશ વિદેશમાં છે જેને લઈને વિદેશી પર્યટકો પણ આ મેળો જોવા અને આદીવાસીઓની સંસ્કૃતી જોવા માટે મેળામાં આવતા નજરે પડી રહયા છે. પરંતુ કોરોનાને લઈને ચાલુ વર્ષે વિદેશીઓની ગેરહાજરી જોવા મળતી હતી.

આ મેળામાં કેટલાક આદીવાસીઓ બાધા માનતા રાખીને આવતા હોય છે કેટલાક આદીવાસીઓ ભીખારી, પુરુષ મહીલાના વેશમાં તેમજ કેટલાક અટપટા વેશમાં પણ નજરે પડે છે.પરંતુ આ આદીવાસીઓ બાધા માનતાને લઈને આવી વેશભૂષા પરીધાન કરે છે અને હોળીના પાંચ દીવસ સુધી આ વેશમાં જ રહે છે. 

આ પાંચ દીવસ આ લોકો જમીન પર જ સૂઈ જાય છે અને સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળતા હોય છે અને હોળીના મેળામાં જઈને પોતાની માનતા બધા પૂરી કરતાં હોય છે. ઘેરના મેળામાં જે લોકો ઘેરૈયા બનીને આવ્યા હતા તેઓ મોટે ભાગે શરીર ઉપર કાળી મેસ, માથે મોરપીછવાળી ટોપી, શરીર પર સફેદ માટીના ટપકા કરીને તેમજ હાથમાં તીરકામઠા લઈને ઘેર ઉઘરાવતા નજરે પડી રહ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news