સુરતઃ ટેન્કરે ટક્કર મારતા બે મહિલાના મોત, પતંગની દોરી ગળામાં ફસાતા યુવકે જીવ ગુમાવ્યો

સુરતમાં અકસ્માતની બે ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. 

સુરતઃ ટેન્કરે ટક્કર મારતા બે મહિલાના મોત, પતંગની દોરી ગળામાં ફસાતા યુવકે જીવ ગુમાવ્યો

સુરતઃ સુરતમાં અકસ્માતની બે જુદી-જુદી ઘટના સામે આવી છે. આ બન્ને અકસ્માતોમાં ત્રણ લોકોના મોત થયા છે. સુરતના નેશનલ હાઈવે-48 પર એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કર ચાલકે બે મહિલાઓને ટક્કર મારી હતી. તો પતંગની દોરીથી એક યુવકનું ગળુ કપાતા મોત થયું છે. 

ટેન્કરે મારી ટક્કર
પ્રાપ્ત વિગત અનુસાર નેશનલ હાઈવે 48 પર બે મહિલાઓને એક ટેન્કર ચાલક ટક્કર મારીને ભાગી ગયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે મોત થયું હતું, તો બીજી મહિલાનું હોસ્પિટલ લઈ જતા સમયે મોત થયું હતું. 

પતંગની દોરીમાં એક યુવકે જીવ ગુમાવ્યો
સુરતના ઓલપાડના પરિયા ગામની સીમમાં પતંગની દોરીથી એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પતંગના દોરાથી એક યુવકનું ગળું કપાઈ ગયું હતું. આ યુવક ઓલપાડથી સાયણ ખાતે પ્લમ્બરનું કામ કરવા આવ્યો હતો. ત્યારબાદ ઘરે પરત ફરતી વખતે દોરી ગળામાં આવી જતા યુવકે જીવ ગુમાવવાનો વારો આપ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news