ખેડૂતોનું આંદોલન

Parliament Monsoon Session: હંગામા વચ્ચે બોલ્યા પીએમ મોદી, વિપક્ષની માનસિકતા મહિલા વિરોધી

પહેલા લોકસભામાં વિપક્ષી દળોના નેતાઓ પીએમ મોદીના સંબોધનમાં વિધ્ન નાખ્યું અને ત્યારબાદ રાજ્યસભામાં પણ એ જ સ્થિતિ રહી. રાજ્યસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સદનમાં હાજર સભ્યોના વર્તન પર ખુબ વરસ્યા. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષની માનસિકતા મહિલા વિરોધી છે. 

Jul 19, 2021, 02:39 PM IST

PHOTOS: કોણ છે આ રિહાના, જેના 6 શબ્દોએ બદલી નાખી ખેડૂત આંદોલનની હવા

રિહાના આ સમયે દરેક ભારતીયના મુખે ચર્ચાતું નામ છે. ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાના(Rihanna) એ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest) પર ટ્વીટ કર્યું છે. જેના પરથી તેના નામની ચર્ચા ટ્વીટર પર જોરશોરથી થઈ રહી છે. ત્યારે કોણ છે રિહાના અને તેની કારકિર્દી કેવી રહી છે આવો જાણીએ.

Feb 4, 2021, 01:07 PM IST

Farmers Protest: ખેડૂતો અને સરકાર વચ્ચે આજે ફરીથી થશે વાતચીત, આ 2 મુદ્દા પર બની છે સહમતિ

ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે આજે બપોરે 2 વાગે દિલ્હી (Delhi) ના વિજ્ઞાન ભવનમાં સાતમા રાઉન્ડની વાતચીત થશે. 

Jan 4, 2021, 07:30 AM IST

ખેડૂતોએ જેનો Jio ના મોબાઈલ ટાવર્સ સમજીને ખુડદો બોલાવ્યો, તેના વિશે હવે થયો ચોંકાવનારો ખુલાસો

છેલ્લા કેટલાક દિવસોમાં રિલાયન્સ જિયોના 1500થી વધુ ટાવર પંજાબ અને હરિયાણામાં તોડવામાં આવી ચૂક્યા છે. જેનાથી જિયોની સંચાર સેવાઓને અસર થઈ. પંજાબના સીએમ અમરિન્દર સિંહે  ટાવર્સમાં તોડફોડ અંગે ચેતવણી પણ આપી કે આવું ન કરવામાં આવે. 

Dec 30, 2020, 10:57 AM IST

Farmers Protest: આજે સરકાર અને ખેડૂતો વચ્ચે મહત્વની બેઠક, સમસ્યાનો ઉકેલ આવશે કે પછી ચાલુ રહેશે આંદોલન?

નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન આજે 35માં દિવસે પણ ચાલુ છે. ખેડૂતો અને સરકાર વચ્ચે આજે છઠ્ઠા રાઉન્ડનો સંવાદ થશે. બપોરે 2 કલાકે થનારી વાતચીતમાં ખેડૂત સંગઠનોના નેતાઓ સામેલ થશે. પાંચમા તબક્કાની વાતચીતના 25 દિવસ બાદ ખેડૂતો અને સરકાર વચ્ચે આજે વાતચીત થવા જઈ રહી છે. એવી આશા છે કે આ બેઠકમાં કોઈ સમાધાન કાઢવાની કોશિશ કરવામાં આવશે. 

Dec 30, 2020, 08:15 AM IST

Farmers Protest:અકળાયેલા ખેડૂત નેતાનો બળાપો- 'વિપક્ષ મજબૂત હોત તો ખેડૂતો રસ્તા પર ન ઉતર્યા હોત'

નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શનનો આજે 34મો દિવસ છે અને દિલ્હીની તમામ સરહદો પર ધરણા ધરી રહેલા ખેડૂતો સતત કાયદો પાછો ખેંચવાની માગણી કરી રહ્યા છે. આ બધા વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકેત (Rakesh Tikait) એ વિપક્ષ પર નિશાન સાધ્યું છે.

Dec 29, 2020, 02:31 PM IST

Farmers Protest: પંજાબમાં આંદોલનકારી ખેડૂતોના ગુસ્સાનો ભોગ બની રહ્યા છે દૂરસંચાર ટાવર!, અનેક જગ્યાએ ખુડદો બોલાવાયો

નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો બીજો મહિનો શરૂ થઈ ગયો છે. આ બધા વચ્ચે પંજાબના અનેક વિસ્તારોમાં ખેડૂતો મોબાઈલ ટાવરો તોડી રહ્યાના  કિસ્સા સામે આવ્યા છે.

Dec 28, 2020, 11:09 AM IST

મન કી બાત: પીએમ મોદીએ શીખ ગુરુઓને કર્યા નમન, કહ્યું- 'આપણે તેમની શહાદતના કરજદાર'

પીએમ મોદીએ કહ્યું કે પડકારો ખુબ આવ્યા, સંકટ પણ અનેક આવ્યા, કોરોનાના કારણે દુનિયામાં સપ્લાય ચેનને લઈને અનેક વિધ્નો આવ્યા. પરંતુ આપણે દરેક સંકટથી નવો પાઠ ભણ્યા. 

Dec 27, 2020, 11:02 AM IST

Farmers Protest: મોદી સરકારના કટ્ટર વિરોધી એવા આ દિગ્ગજ નેતાએ નવા કૃષિ કાયદાનું કર્યું સમર્થન, ખેડૂતોને કરી આ અપીલ 

કુમારસ્વામીએ કહ્યું કે, 'ખેડૂતોના પ્રદર્શનથી એવી છબી બની છે કે ભારતમાં કેટલીક સમસ્યા છે. મારી હ્રદયપૂર્વક ઈચ્છા છે કે ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે જે પ્રતિષ્ઠા મેળવી છે અને તેની જે છબી બની છે તેને નવા કૃષિ કાયદાની સાથે સાથે તેના વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શનોથી ધક્કો ન લાગવો જોઈએ.'

Dec 27, 2020, 10:05 AM IST

Farmers Protest વચ્ચે PM મોદી આજે કરશે 'મન કી બાત', ખેડૂતો તાળી-થાળી વગાડીને કરશે વિરોધ 

નવા કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી પર પ્રસારિત થતા કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશવાસીઓને સંબોધશે. 

Dec 27, 2020, 07:12 AM IST

PM મોદીનો સવાલ, 'દેશના ખેડૂતોને આટલા અધિકાર મળી રહ્યા છે તેમાં ખોટું શું છે?'

પીએમ મોદીએ કહ્યું કે તમે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) પર તમારો પાક વેચવા માંગો છો? તો તમે તેના પર વેચી શકો છો. તમે મંડીમાં વેચવા માંગો છો તો ત્યાં વેચી શકો છો. તમે તમારો પાક નિકાસ કરવા માંગો છો તો તમે નિકાસ પણ કરી શકો છો. તમે તેને વેપારીને વેચવા માંગો છો તો તમે વેચી શકો છો.

Dec 25, 2020, 01:23 PM IST

PM મોદીએ ખેડૂતો સાથે કર્યો સંવાદ, 9 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા 18 હજાર કરોડ રૂપિયા

ખેડૂતોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવાના અભિયાન હેઠળ પીએમ મોદી આજે ખેડૂતો સાથે સંવાદ કર્યો. આ દરમિયાન 9 કરોડ ખેડૂતોના ખાતામાં 'પીએમ કિસાન સન્માન નિધિ' હેઠળ 7મો હપ્તો પણ ટ્રાન્સફર કરવામાં આવ્યો.

Dec 25, 2020, 12:17 PM IST

આજે 9 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે 18 હજાર કરોડ, BJP એક કરોડ Farmers ને ભેગા કરશે 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના 9 કરોડ ખેડૂતોને 18,000 રૂપિયા સીધા તેમના બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરશે.

Dec 25, 2020, 07:13 AM IST

Farmers Protest: ખેડૂતોના પત્રનો સરકારે આપ્યો જવાબ, અન્નદાતાને કરી આ ખાસ અપીલ

ખેડૂતો (Farmers) ના આંદોલન (Farmers Protest)  વચ્ચે સરકાર તરફથી ખેડૂતોને ફરી એકવાર પત્ર લખવામાં આવ્યો છે. કૃષિ મંત્રાલય તરફથી લખાયેલા આ પત્રમાં કહેવાયું છે કે સરકાર ખેડૂતોની દરેક માગણી પર ચર્ચા કરવા માટે તૈયાર છે. સરકારે સ્પષ્ટ રીતે કહ્યું કે હજુ પણ વાતચીતના રસ્તા ખુલ્લા છે. સરકારના કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે આ પત્ર લખ્યો છે. 

Dec 24, 2020, 03:41 PM IST

Priyanka Gandhi in Custody: પ્રિયંકા ગાંધીની અટકાયત, રાહુલ ગાંધી બોલ્યા- 'દેશમાં લોકશાહી નથી'

દિલ્હી પોલીસે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય કોંગ્રેસી નેતાઓને અટકાયતમાં લીધા. ત્યારબાદ પોલીસ પ્રિયંકા ગાંધી સહિત અન્ય નેતાઓને એક બસમાં બેસાડીને લઈ ગઈ. જો કે થોડીવારમાં જ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

Dec 24, 2020, 01:21 PM IST

Farmers Protest: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પદયાત્રા પર લાગી રોક

કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન આજે 29માં દિવસે પણ ચાલુ છે અને ખેડૂતો કાયદો પાછો ખેંચવાની માગણી પર મક્કમ છે. સરકારે આંદોલન ( Farmers Protest) ખતમ કરવા માટે એક વધુ સંવાદનો પ્રસ્તાવ આપ્યો છે. જ્યારે ખેડૂતોનું કહેવું છે કે તેઓ વાતચીત માટે તૈયાર છે પરંતુ સરકાર કોઈ યોગ્ય પ્રસ્તાવ આપે. બીજી બાજુ કોંગ્રેસ પણ ખેડૂત આંદોલનની ગરમી વધારવાની તૈયારીમાં છે. 

Dec 24, 2020, 08:41 AM IST

Farmers Protest: સરકાર સાથે વાતચીત કરવાનો નિર્ણય લેવા માટે ખેડૂતોએ બનાવી કમિટી

નવા કૃષિ કાયદા ( Farm Laws 2020) ના વિરોધમાં 28 દિવસથી દિલ્હીમાં ખેડૂતો આંદોલન (Farmers Protest) પર બેઠા છે. જેમાં ખેડૂતો (Farmers) નું દિલ્હી કૂચ અભિયાન યથાવત છે. જો કે ખેડૂતોની દિલ્હી કૂચને ધ્યાને રાખી દિલ્હીની તમામ બોર્ડર પર ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.ત્યારે આંદોલનની વચ્ચે વધુ એક વખત ખેડૂતો સાથે વાતચીત માટે સરકારે તૈયારી દાખવી છે. સરકારે ખેડૂતોને વાતચીત માટે પ્રસ્તાવ આપ્યો છે. આજે આંદોલનકારી ખેડૂતો ખેડૂત દિવસ પણ ઉજવી રહ્યા છે. તેમણે દેશભરના ખે્ડૂતોને એક ટંક ખાવાનું ન ખાવાની અપીલ કરી છે. આ ઉપરાંત સરકાર સાથે વાતચીત માટે કોઈ નિર્ણય લેવા તેમણે કમિટી પણ બનાવી છે. ખેડૂતોએ પોતાની માગણીઓ ન સંતોષાય ત્યાં સુધી આંદોલન કરવાની જાહેરાત કરેલી છે. તેમણે કહ્યું કે 25-26 ડિસેમ્બરે હરિયાણાના હાઈવે ટોલ ફ્રી કરવામાં આવશે. આ ઉપરાંત દેશની સાથે સાથે પંજાબી સમુદાયો વિદેશોમાં પણ ભારતીય દૂતાવાસોની સામે પ્રદર્શન કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. 

Dec 23, 2020, 01:27 PM IST

Farmers Protest: ખેડૂતો આજથી ભૂખ હડતાળ પર, Mann ki Baat વખતે થાળી વગાડશે

કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન (Farmers Protest) આજે 26માં દિવસે પણ ચાલુ છે અને આજથી પ્રદર્શનકારી ખેડૂતો (Farmers)  ભૂખ હડતાળ કરવાના છે. આ સાથે જ ભારતીય ખેડૂત યુનિયને આંદોલનના સમર્થનમાં હરિયાણાના તમામ ટોલનાકાને 25, 26, અને 27 ડિસેમ્બરે ફ્રી કરવાનો નિર્ણય લીધો છે. 

Dec 21, 2020, 08:34 AM IST

Farmers Protest: મોદી સરકારે ખેડૂતોને લખ્યો 5 પાનાનો પત્ર, કરી આ ખાસ અપીલ

કેન્દ્ર સરકાર તરફથી કહેવાયું છે કે ખેડૂત નેતા દર્શનપાલે જે ઈમેઈલ દ્વારા સરકારના પ્રસ્તાવ પર જવાબ મોકલ્યો છે તે ખુબ જ સંક્ષિપ્ત છે અને તેમાં કશું સ્પષ્ટ નથી. ખેડૂતો તરફથી જવાબમાં એ પણ સ્પષ્ટ નથી કે સરકારના પ્રસ્તાવ પર તેઓ શું વિચારે છે અને તેમનો શું નિર્ણય છે.

Dec 21, 2020, 06:48 AM IST

Farmers Protest: હવે ખેડૂતોએ PM મોદીને લખ્યો પત્ર, અત્યંત મહત્વના સવાલ પર આપ્યો આ જવાબ 

આંદોલન દરમિયાન કેન્દ્ર સરકારના અનેક નેતાઓ સતત આરોપ લગાવી રહ્યા છે કે વિરોધી પક્ષોના રાજકારણના કારણે આંદોલન થઈ રહ્યું છે. વિપક્ષ ખેડૂતોને ભડકાવે છે. ખેડૂત નેતાઓએ હવે આ વાતનો જવાબ આપ્યો છે.

Dec 20, 2020, 10:19 AM IST