કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન 'માછીમારોને મળતું ડીઝલ 3 થી 4 રૂપિયા સસ્તું થશે'

પુરુષોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, ફીશિંગ બોટમાં ડીઝલના ભાવ 3 થી 4 રૂપિયા મોંઘુ મળે છે, પરંતુ ડીઝલ માછીમારોને સસ્તું મળે તેના માટે જાહેરાત કરવામાં આવશે.

કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન 'માછીમારોને મળતું ડીઝલ 3 થી 4 રૂપિયા સસ્તું થશે'

ભાવીન ત્રીવેદી/ જૂનાગઢ: કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા સાગર પરિક્રમા અંતર્ગત માંગરોળ બંદર ખાતે આજે સભા સંબોધી હતી. આ પ્રવાસ દરમિયાન તેઓએ માછીમારોની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ માછીમારો માટે મોટી જાહેરાત કરતાં કહ્યું હતું કે માછીમારોને મળતું ડીઝલ સસ્તું કરવામાં આવશે.

ડીઝલ 3 થી 4 રૂપિયા સસ્તું થશે
પુરુષોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, ફીશિંગ બોટમાં ડીઝલના ભાવ 3 થી 4 રૂપિયા મોંઘુ મળે છે, પરંતુ ડીઝલ માછીમારોને સસ્તું મળે તેના માટે જાહેરાત કરવામાં આવશે. જ્યારે ડીઝલના ભાવમાં જે વધારો થયો છે તે વિસંગતતા પણ વહેલી તકે દૂર કરવા બાહેંધરી આપી છે. આગામી સમયમાં સરકાર માછીમારો માટે ઈંધણમાં રાહત આપશે. જેટી મુદ્દે પણ યોગ્ય તપાસ થશે તેવી દિલાસો પણ વ્યક્ત કર્યો છે.

KCC યોજનામાં માછીમારોને સમાવી લેવાયા
રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, માછીમારો માટે જે પણ અનુકૂળ હશે તે ભારત સરકાર અને ગુજરાત સરકાર કરવા હંમેશા તત્પર છે. ખેડૂતોની KCC યોજના કે જે માત્ર ખેડૂતો માટે હતી પરંતુ હવે એ યોજનાનો લાભ માછીમારોને પણ આપવાનો નિર્ણય ભારત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જેમાં 0 ટકા વ્યાજે માછીમારોને સબસિડીનો લાભ આપવામાં આવી રહ્યો છે. વહેલી તકે બેંકમાં માછીમારોને ખાતા ખોલાવવા માટે પણ અપીલ કરી છે. 

ઉલ્લેખનીય છે કે, મત્સ્યપાલન,પશુપાલન અને ડેરી મંત્રાલયના મંત્રી પુરુષોત્તમ રૂપાલા આજે માંગરોળ બંદર ખાતે સાગર પરિક્રમા યાત્રા અંતર્ગત આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news