Vibrant Summit 2019 : પ્રથમ દિવસે ધોલેરા SIRમાં ર૧ હજાર કરોડના રોકાણની જાહેરાત

ગુજરાતના સર્વગ્રાહી વિકાસની ઉત્‍તરોત્‍તર નવી દિશા નક્કી કરતી વાયબ્રન્‍ટ સમિટની આજે શરૂ થયેલી નવમી એડીશનના પ્રથમ દિવસે જ ધોલેરા SIRમાં પ્રથમ પ્રોજેકટ રૂપે ચીનની ટીન્સાન ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ર૧ હજાર કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત ઉદ્દઘાટન સત્રમાં કરવામાં આવી હતી 

Vibrant Summit 2019 : પ્રથમ દિવસે ધોલેરા SIRમાં ર૧ હજાર કરોડના રોકાણની જાહેરાત

ગાંધીનગરઃ ગુજરાતના સર્વગ્રાહી વિકાસની ઉત્‍તરોત્‍તર નવી દિશા નક્કી કરતી વાયબ્રન્‍ટ સમિટની આજે શરૂ થયેલી નવમી એડીશનના પ્રથમ દિવસે જ ધોલેરા SIRમાં પ્રથમ પ્રોજેકટ રૂપે ર૧ હજાર કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત ઉદ્દઘાટન સત્રમાં કરવામાં આવી હતી. ચીનની ટીન્‍સાન ઇન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેન શ્રીયુત શાંગે ધોલેરા SIRમાં વાર્ષિક ૪ લાખ ટન કેપેસિટીનો ભારતનો સૌથી મોટો HR સ્‍ટીલ પ્‍લાન્‍ટ અને લિથીયમ આર્યન બેટરીના પ્રોજેકટમાં રૂા. ર૧ હજાર કરોડના રોકાણની જાહેરાત કરી હતી. આ પ્રોજેકટ ટીન્‍સાન તેના ભારતીય સહભાગી ઇસ્‍કોન ગૃપ સાથે મળીને સાકાર કરશે.

આ મેગા પ્રોજેકટને કારણે ધોલેરા SIRનો બહુવિધ વિકાસ દહેજ અને હજીરાની પેટ્રન પર થશે એટલું જ નહીં, મોટાપાયે રોજગાર અવસર પણ મળશે અને અન્‍ય રોકાણોને પણ પ્રોત્‍સાહન મળશે. 

ઉલ્લેખનીય છે કે, ધોલેરા SIR માટે ભારત સરકારે-ગુજરાત સરકારે એરપોર્ટ નિર્માણ તેમજ રૂા. ૩ હજાર કરોડના અંદાજિત ખર્ચે અમદાવાદ ધોલેરા વચ્‍ચે ૬ લેન એકસપ્રેસ-વે માટેના ટેન્‍ડર બહાર પાડયા છે. આ ઉપરાંત ધોલેરા SIRમાં આંતરમાળખાકીય સુવિધા માટે પણ ૩ હજાર કરોડના કામો વિકાસના વિવિધ તબક્કે પ્રગતિમાં છે. 

આમ, ધોલેરાના SIR તરીકે ઇન્‍ડસ્‍ટ્રીયલ ડેવલપમેન્‍ટમાં વાયબ્રન્‍ટ સમિટ એક સક્ષમ માધ્‍યમ બન્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news