રાજ્યસભાના ઉમેદવારો મુદ્દે ZEE 24 કલાક પાસે EXCLUSIVE ખબર; જાણો કોને મળશે ટિકિટ?

ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ સીટો પર ચૂંટણી યોજાવાની છે. જેમાંથી ભાજપે એક બેઠક માટે વિદેશમંત્રી એસ જયશંકરના નામની જાહેરાત કરી દીધી છે. જ્યારે બે બેઠકો પર ઉમેદવારોની જાહેરાત બાકી છે. 

રાજ્યસભાના ઉમેદવારો મુદ્દે ZEE 24 કલાક પાસે EXCLUSIVE ખબર; જાણો કોને મળશે ટિકિટ?

Rajya Sabha Elections: રાજ્યસભાના ઉમેદવારો મુદ્દે સૌથી મોટી ખબર સામે આવી રહી છે. ZEE 24 કલાક પાસે EXCLUSIVE ખબર મળી રહી છે. ZEE 24 કલાક પાસે સંભવિત ઉમેદવારોના EXCLUSIVE નામ જાહેર કર્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, બે ઉમેદવારોમાંથી એક ચહેરો OBC હશે. જ્યારે બે ઉમેદવારોમાંથી એક ચહેરો ક્ષત્રિય હશે. રાજ્યસભાના ઉમેદવાર તરીકે હકુભા જાડેજા ક્ષત્રિય ચહેરો બની શકે છે. જ્યારે સુરતમાંથી રઘુ હુંબલ બની શકે છે રાજ્યસભાના ઉમેદવાર. 

BJP પ્રદેશ મંત્રી રઘુ હુંબલ રાજ્યસભાના ઉમેદવાર બની શકે છે. સૌરાષ્ટ્રમાંથી એક રાજ્યસભાના ઉમેદવાર બની શકે છે. હકુભા જાડેજા અથવા આઈ.કે.જાડેજામાંથી એકની પસંદગી થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી રઘુ હુંબલ પણ ઉમેદવાર બની શકે છે. 

રાજ્યસભાના ઉમેદવારોને મુદ્દે સૌથી મોટી ખબર
ગુજરાતમાં હવે રાજ્યસભાની બે બેઠકો માટે ભાજપે નામ જાહેર કરવાના છે. ભાજપે હજુ સુધી આ મુદ્દે પોતાના પત્તા ખોલ્યા નથી. ભાજપના સંખ્યાબળને જોતા રાજ્યસભાની ત્રણેય બેઠકોની ચૂંટણી બિનહરીફ થવાનું નક્કી છે. આ વચ્ચે સમાચાર મળ્યા છે કે ભાજપ બે બેઠકોમાંથી એક સીટ પર ક્ષત્રિય અને એક બેઠક પર ઓબીસી ઉમેદવારને તક આપી શકે છે. 

ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો પર ચૂંટણી
ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. રાજ્યસભામાં વિદેશમંત્રી એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ ત્રણ બેઠકો માટે આગામી 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. જેમાં વિદેશમંત્રી એસ જયશંકરે ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી દીધી છે. જ્યારે અન્ય બે ટિકિટ કોને મળશે તેને લઈને સસ્પેન્સ યથાવત છે. આ વચ્ચે ઝી 24 કલાકને સૂત્ર પાસેથી સંભવિત નામોની જાણકારી મળી છે.

કોણ હોઈ શકે છે ઉમેદવાર
ઝી 24 કલાકને સૂત્ર પાસેથી મળેલી વિગત અનુસાર ભાજપ આઈકે જાડેજા અથવા હકુભા જાડેજામાંથી કોઈ એકને ક્ષત્રિય ઉમેદવાર તરીકે રાજ્યસભામાં મોકલી શકે છે. તો સુરતમાંથી એક ઓબીસી ચહેરાને રાજ્યસભાની ટિકિટ મળી શકે છે. સુરતમાંથી રમેશ હુબ્બલને રાજ્યસભાની ટિકિટ મળે તેની ચર્ચા થઈ રહી છે. જો બંને નવા લોકોને ટિકિટ મળશે તો ભાજપ દિનેશ અનાવડીયા અને જુગલજી ઠાકોરને રીપિટ કરશે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news