જામનગર બેઠક પર કોને થશે ફાયદો, બુકી બજારમાં પુનમ માડમ હોટ ફેવરિટ

જામનગરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ગત લોકસભાની ચૂંટણી થયેલ મતદાનની ટકાવારી કરતાં આ વખતે થયેલ મતદાનની ટકાવારીમાં ત્રણ ટકાનો વધારો જોવા મળયો છે. ત્યારે હવે જામનગરના રાજકારણમાં એક ચર્ચા ચાલી રહી છે કે, વધુ મતદાન ક્યા ઉમેદવારને ફાયદો કરાવશે?

જામનગર બેઠક પર કોને થશે ફાયદો, બુકી બજારમાં પુનમ માડમ હોટ ફેવરિટ

મુસ્તાક દલ, જામનગર: જામનગરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ગત લોકસભાની ચૂંટણી થયેલ મતદાનની ટકાવારી કરતાં આ વખતે થયેલ મતદાનની ટકાવારીમાં ત્રણ ટકાનો વધારો જોવા મળયો છે. ત્યારે હવે જામનગરના રાજકારણમાં એક ચર્ચા ચાલી રહી છે કે, વધુ મતદાન ક્યા ઉમેદવારને ફાયદો કરાવશે? જો કે, બુકી બજારમાં તો હાલ ભાજપના ઉમેદવાર પુનમબેન હોટ ફેવરિટ જોવા મળી રહ્યા છે. પરંતુ સાચી હકીકત તો મતગણતરીના દિવસે જ સામે આવશે.

જામનગરમાં લોકસભા બેઠક પર ગત વખત કરતા આ વખતે ત્રણ ટકા જેટલું વધુ મતદાન નોંધાયું છે. ત્યારે આ વધારે મતદાન ક્યા ઉમેદવારને ફાયદો કરાવશે. તે તો પરિણામના દિવસે જ જોવા મળશે. પરંતુ હાલ બંને ઉમેદવારો તરફે થયેલ મતદાન બાદ બુકી બજારમાં પણ ભારે ગરમાવો જોવા મળ્યો છે. બુકી બજારમાં જામનગર લોકસભા ભાજપના ઉમેદવાર પુનમબેન હોટ ફેવરિટ ચાલી રહ્યા છે. તો જામનગર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરિયાનુ પલડુ નમતુ જોવા મળી રહયુ છે.

જો કે, રાજકિય સમિકરણો અને મતદાનની ટકાવારી બાદ સુત્રોમાંથી મળેલ માહિતી મુજબ બુકી બજારમાં ભાજપના ઉમેદવાર પુનમબેનનો ભાવ 0.63 પૈસા અને કોંગ્રેસના મુળુભાઇ કંડોરિયાનો ભાવ 1.25 પૈસા છે. જામનગરમાં લોકસભાની ચૂંટણીમાં થયેલ વધુ મતદાન અંગે રાજકીય વિશ્લેષકોનું પણ માનવું છે કે, જામનગર ગ્રામ્ય વિસ્તારો કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે અને ત્યાં થયેલું વધુ મતદાન કોંગ્રેસને ફાયદો કરાવી શકે છે.

તો બીજી તરફ જામનગર શહેરની વિધાનસભા બેઠકો ભાજપનો ગઢ માનવામાં આવે છે અને ત્યાં થયેલું વધુ મતદાન ભાજપને ફાયદો કરાવશે. આમ બંને વિસ્તારોને લઇને હવે વધુ થયેલું મતદાન ખરેખર કયા ઉમેદવારને ફળશે તે તો આવનારો સમય બતાવશે. પરંતુ હાલ સટોડિયાના બજારમાં ખાસ કરીને પુનમબેન હોટ ફેવરિટ ચાલી રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news