લોકસભા ચૂંટણી 2019: ચૂંટણી પ્રચારના ખર્ચમાં અમિત શાહ કરતા સી.જે.ચાવડા આગળ
ગાંધીનગર લોકસભા હાઈ-પ્રોફાઈલ બેઠક રહી છે. આ બેઠક ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. ગાંધીનગર લોકસભાના મતદારોએ બંને ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ કરી દીધું છે.
Trending Photos
હિતલ પારેખ, ગાંધીનગર: ગાંધીનગર લોકસભા બેઠકના ચૂંટણી પ્રચારનો જંગ વધુ ખર્ચ કરીને સી.જે.ચાવડા જીત્યા છે. આપને આશ્ચર્ય થશે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કરતા ચૂંટણીપ્રચારમાં કોંગ્રેસના ઉમેદવાર સી જે ચાવડાએ ડબલ ખર્ચ કર્યો છે.
ગાંધીનગર લોકસભા હાઈ-પ્રોફાઈલ બેઠક રહી છે. આ બેઠક ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. ગાંધીનગર લોકસભાના મતદારોએ બંને ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ કરી દીધું છે. હવે 23મી મેના રોજ પરિણામ જાહેર થશે. ત્યારે બંને ઉમેદવારોની હાર-જીતનો ફેંસલો થશે. પણ ચૂંટણીપ્રચારના તબક્કામાં કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કરતાં આગળ રહ્યા છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી પ્રચારમાં ૧૪ લાખ અને ૨૬ હજાર કરતાં વધુ ખર્ચ કર્યો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડાએ અમિત શાહ કરતાં ડબલ ખર્ચ કરીને એવો પ્રચાર જંગ જીત્યા છે. જોકે આ ખર્ચો હજુ ફાઈનલ નથી. મતદાન અને મતગણતરીના દિવસોનો ખર્ચો હજુ બાકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે