8th pay commission: લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ! 8મા પગારપંચથી સેલેરીમાં થશે વધારો

8th Pay Commission Update: દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓના ખિસ્સા ટૂંક સમયમાં ભરાવાના છે. ડીએમાં વધારો કર્યા બાદ સરકાર 8મું પગાર પંચ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા સરકાર કર્મચારીઓને ભેટ આપશે

8th pay commission: લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ! 8મા પગારપંચથી સેલેરીમાં થશે વધારો

8th Pay Commission Update: દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓના ખિસ્સા ટૂંક સમયમાં ભરાવાના છે. ડીએમાં વધારો કર્યા બાદ સરકાર 8મું પગાર પંચ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા સરકાર કર્મચારીઓને ભેટ આપશે. એવું માનવામાં આવે છે કે સરકાર આગામી વર્ષે 2024માં થનારી સામાન્ય ચૂંટણી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને આઠમું પગાર પંચ આપવાનું વિચારી રહી છે. સરકાર આવતા વર્ષે આઠમા પગાર પંચની રચના કરશે. આ પછી, તેને 2025-26માં લાગુ કરી શકાય છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર કેન્દ્રીય કર્મચારીઓને ચૂંટણી ભેટ આપી શકે છે. આઠમા પગાર પંચના અમલ બાદ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે. એપ્રિલ મહિનામાં જ કેન્દ્રએ ડીએમાં 4 ટકાનો વધારો કર્યો છે. હવે કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 42 ટકા થઈ ગયું છે. અગાઉ તે 38 ટકા હતો.

કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે
હકીકતમાં, કેન્દ્રીય કર્મચારીઓ છેલ્લા કેટલાક સમયથી 8માં પગાર પંચ વધારવાની માંગ કરી રહ્યા છે. કર્મચારીઓની માંગ છે કે સરકારે 8મું પગાર પંચ લાગુ કરવું જોઈએ. જો કેન્દ્ર સરકાર મંજૂરી આપે તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. 8મા પગારની સાથે કેન્દ્રીય કર્મચારીઓ ફિટમેન્ટ ફેક્ટરમાં પણ વધારો કરવાની માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓને મળતું ફિટમેન્ટ ફેક્ટર પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ કર્મચારીઓના ભથ્થા ઉપરાંત, તેમનો મૂળ પગાર ફિટમેન્ટ ફેક્ટરના આધારે નક્કી કરવામાં આવે છે. છેલ્લી વખત 2016માં કેન્દ્રીય કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં 2.57 ટકા ફિટમેન્ટ ફેક્ટર લાગુ છે. તેમાં વધારો કરવાની કર્મચારીઓ માંગ કરી રહ્યા છે.

સમજો કે પગાર કેટલો હશે
ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે કેન્દ્રીય કર્મચારીનો લઘુત્તમ પગાર 18,000 રૂપિયા છે. જો ફિટમેન્ટ ફેક્ટરને વધારીને 3.68 ટકા કરવામાં આવે છે, તો બેઝિક સેલરી 44 ટકાથી વધુ એટલે કે રૂ. 8,000થી વધીને સીધા રૂ. 26,000 થશે. 7મા પગારપંચની સરખામણીમાં 8મા પગાર પંચમાં પણ ઘણા ફેરફારો થવાની શક્યતા છે.

આ પણ વાંચો:
17 એપ્રિલે ગુરુ-ચંદ્રની યુતિના કારણે સર્જાશે ગજકેસરી રાજ યોગ, 4 રાશિને થશે લાભ
48 કલાકમાં પલટી મારશે આ લોકોનું ભાગ્ય, ધનના દાતા શુક્ર કરશે યુવા અવસ્થામાં પ્રવેશ
AC વાપરતાં હોય તો ન કરતા આ 5 ભૂલ, 99 ટકા લોકો તો જાણતાં પણ નથી આ જરૂરી વાત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news