AC વાપરતાં હોય તો ન કરતા આ 5 ભૂલ, 99 ટકા લોકો તો જાણતાં પણ નથી આ જરૂરી વાત

AC Maintenance Tips: આમ તો ઉનાળાની સિઝન કાઢવી ખૂબ જ અઘરી છે, પરંતુ જો તમારા ઘરમાં AC લગાવેલુ હોય તો તમે સરળતાથી ઉનાળાની સિઝન કાપી શકો છે. પરંતુ આ બધાની વચ્ચે આપણે AC સાથે જોડાયેલી એ નાની નાની વાતો પર ધ્યાન નથી આપતા જે ACનું આયુષ્ય ઘટાડી દે છે.

AC વાપરતાં હોય તો ન કરતા આ 5 ભૂલ, 99 ટકા લોકો તો જાણતાં પણ નથી આ જરૂરી વાત

AC Maintenance Tips: આમ તો ઉનાળાની સિઝન કાઢવી ખૂબ જ અઘરી છે, પરંતુ જો તમારા ઘરમાં AC લગાવેલુ હોય તો તમે સરળતાથી ઉનાળાની સિઝન કાપી શકો છે. પરંતુ આ બધાની વચ્ચે આપણે AC સાથે જોડાયેલી એ નાની નાની વાતો પર ધ્યાન નથી આપતા જે ACનું આયુષ્ય ઘટાડી દે છે. જો તમે લાંબા સમય સુધી આ ભૂલોનું પુનરાવર્તન કરો છો, તો આખરે એસી બિનઉપયોગી બની જાય છે અને તમારે તેને બદલવું પડશે. પછી તેની કિંમત ભંગાર બરાબર બની જશે. ચાલો જાણીએ AC સાથે જોડાયેલી એવી કઈ ભૂલો છે, જેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. 

આ પણ વાંચો: 

એસી ફિલ્ટર સાફ ન કરવું

ઘણા લોકો એસી ફિલ્ટરને લાંબા સમય સુધી સાફ કરતા નથી. આવી સ્થિતિમાં, ફિલ્ટર પર ધૂળ જમા થવાને કારણે ACની હવાનો પ્રવાહ ઓછો થઈ જાય છે. એટલુંજ નહીં AC કોમ્પ્રેસર પર ઠંડક માટે લોડ વધી જાય છે અને રૂમ પણ યોગ્ય રીતે ઠંડો થતો નથી. જો ફિલ્ટરને સમયસર સાફ કરવામાં ન આવે, તો કોમ્પ્રેસર ખરાઈ થઈ જાય છે. એટલા માટે દરેક સિઝનમાં એકવાર તો ફિલ્ટરને ખાસ સાફ કરો. 

લો ટેમ્પરેચર પર વધુ ઉપયોગ

અમુક લોકો ભારે ગરમીમાંથી ઘરે આવે છે ત્યારે જલદી ઠંડક મેળવવા માટે ACને સૌથી ઓછા ટેમ્પરેચર પર સેટ કરીને ચલાવે છે. આમ કરવાથી કોમ્પ્રેસર પર અચાનક દબાણ આવે છે. અને જો તમે વારંવાર આમ કરો છો તો ACની ઠંડક કરવાની કાર્યક્ષમતા ઘટી જાય છે.

ACને હંમેશા ચાલુ રાખવું

ઘણા લોકો ઘરની બહાર નીકળતી વખતે ઈલેક્ટ્રીકલ ઉપકરણોને સ્વીચ ઓફ કરતા નથી. તેઓ AC સાથે પણ આવું જ કરે છે. AC યોગ્ય રીતે કામ કરે તે માટે તેને થોડો આરામ આપવો પણ જરૂરી છે. આવું કરવાથી તમારા ઘરનું વીજળીનું બિલ પણ ઘટશે.

આ પણ વાંચો: 

બારી-દરવાજાને ખુલ્લા રાખવા

AC બરાબર ઠંડક આપે તે માટે જરૂરી છે કે જ્યારે પણ AC ચાલુ કરો ત્યારે તે રૂમના બારી-બારણાં બંધ હોવા જોઈએ. દરવાજા ખુલ્લા હોવાથી ACની ઠંડક બહાર નીકળતી રહે છે અને કુલિંગ બરાબર થતુ નથી. આમ થવાથી AC પર લોડ વધતો જાય છે અને ACની ખરાબ થવાની સંભાવનાઓ વધી જાય છે. 

પંખાનો ઉપયોગ ન કરવાથી

AC વાપરતી વખતે ઘણા લોકો સીલિંગ પંખાનો ઉપયોગ નથી કરતા હોતા. જો પંખો અને AC બંનેનો ઉપયોગ એકસાથે કરવામાં આવે તો ACની ઠંડી હવા રૂમના ખુણેખુણામાં પહોંચી જાય છે. જેથી AC પર વધારે લોડ પડતો નથી અને ACનું આયુષ્ય પણ લાંબા સમય સુધી સારૂ રહે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news