Shukra Gochar 2023: 48 કલાકમાં પલટી મારશે આ લોકોનું ભાગ્ય, ધનના દાતા શુક્ર કરશે યુવા અવસ્થામાં પ્રવેશ

Shukra Gochar 2023: ગ્રહની ત્રણ અવસ્થામાં કુમાર અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધા અવસ્થા હોય છે. તેમાંથી યુવા અવસ્થામાં જ્યારે કોઈ ગ્રહ આવે છે ત્યારે તે વધારે શુભ ફળ પ્રદાન કરે છે. ધન અને વૈભવના દાતા શુક્ર 17 એપ્રિલે યુવા અવસ્થામાં પ્રવેશ કરશે.

Shukra Gochar 2023: 48 કલાકમાં પલટી મારશે આ લોકોનું ભાગ્ય, ધનના દાતા શુક્ર કરશે યુવા અવસ્થામાં પ્રવેશ

Shukra Gochar 2023: વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ ત્રણ અવસ્થામાં ગોચર કરે છે. ગ્રહોની અવસ્થા અને તેનું ગોચર દરેક રાશિના જાતકોના જીવન પર અસર કરે છે. પરંતુ કેટલીક ખાસ રાશિ હોય છે જેને વિશેષ લાભ મળે છે. ગ્રહની ત્રણ અવસ્થામાં કુમાર અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધા અવસ્થા હોય છે. તેમાંથી યુવા અવસ્થામાં જ્યારે કોઈ ગ્રહ આવે છે ત્યારે તે વધારે શુભ ફળ પ્રદાન કરે છે. ધન અને વૈભવના દાતા શુક્ર 17 એપ્રિલે યુવા અવસ્થામાં પ્રવેશ કરશે. તેમાં 12 થી 18 ડિગ્રીનું ભ્રમણ કરશે. આ દરમિયાન ચાર રાશિના જાતકોને ધન લાભ અને માન-સન્માનની પ્રાપ્તિ થશે. 

મેષ રાશિ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર યુવા અવસ્થામાં ગોચર કરે છે તેનાથી મેષ રાશિના જાતકોને લાભ થશે. શુક્ર ધન ભાવમાં ગોચર કરશે અને તે સ્વગૃહી હશે તેથી મેષ રાશિના લોકોને આકસ્મિક ધન પ્રાપ્તિ થઈ શકે છે. અવિવાહક લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. આ સમય દરમિયાન જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. જીવનસાથી ની પ્રગતિ માટે પણ અનુકૂળ સમય.

આ પણ વાંચો:

વૃષભ રાશિ

શુક્રનો યુવા અવસ્થામાં પ્રવેશ વૃષભ રાશિના લોકો માટે પણ અનુકૂળ સાબિત થશે. શુક્ર લગ્ન ભાવમાં ભ્રમણ કરશે આ દરમિયાન માલવ્ય રાજયોગનું નિર્માણ થશે. જેના કારણે આવકમાં વધારો થશે. પહેલા કરેલા રોકાણથી પણ લાભ પ્રાપ્ત થવાના યોગ જણાય છે. લક્ઝુરિયસ વસ્તુ ખરીદી શકો છો. કોર્ટ કેસની બાબતોમાં સફળતા મળશે. વ્યક્તિત્વમાં સુધારો થશે.

કર્ક રાશિ

શુક્રનો યુવા અવસ્થામાં પ્રવેશ આ રાશિના જાતકોના જીવનમાં પણ લાભકારી સાબિત થશે. શુક્ર ગ્રહ 11 માં ભાવમાં ગુચર કરશે તેના કારણે આવકમાં જબરદસ્ત વધારો થશે. આવકના નવા સ્ત્રોત પણ ઊભા થશે. ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. આયાત નિકાસ ના કાર્યો માટે સમય અનુકૂળ.

સિંહ રાશિ 

શુક્રનો યુવા અવસ્થામાં પ્રવેશ આ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થશે શુક્ર કર્મ ભાવમાં ભ્રમણ કરશે તેવામાં નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. આ સમય દરમિયાન ઈચ્છાઓ પૂરી થશે. વેપાર કરતાં લોકોને પણ સારો ધન લાભ થશે. નવા કામની શરૂઆત માટે પણ આ સમય સારો.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news