Video : પિકનિક પર ગયેલા 40 બાળકોને લઈને જતી બોટ ડૂબી દરિયામાં! ગોઝારી ઘટના

આ ઘટના દરિયાકિનારાથી 2 નોટિકલ મીલના અંતરે થઈ હતી. 

Video : પિકનિક પર ગયેલા 40 બાળકોને લઈને જતી બોટ ડૂબી દરિયામાં! ગોઝારી ઘટના

મુંબઈ : હાલમાં પિકનિક પર ગયેલા પાલઘરની કે.એલ. પૌંડા સ્કૂલના 40 બાળકો સાથે જઈ રહેલી બોટ દરિયામાં પલટી ગઈ છે. આ ઘટના દહાણુના દરિયાકિનારાથી 2 નોટિકલ મીલના અંતરે થઈ હતી. 

— ANI (@ANI) 13 January 2018

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે 4 બાળકોના મોત થઈ ગયા છે અને 32 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. આ એક્સિડન્ટમાં 4 બાળકો મિસિંગ છે. ઘટનાની જાણ થતા જ પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. રેસ્કયુ અને બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 

કોસ્ટગાર્ડની ટીમ પણ બચાવ અને રાહત કાર્યમાં જોડાઈ છે. કોસ્ટગાર્ડ દ્વારા પણ બચાવ અને રાહતનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news