Corona Update: રાહતના સમાચાર! દેશનું પહેલું કોરોનામુક્ત રાજ્ય, જ્યાં કોવિડ-19નો એક પણ એક્ટિવ કેસ નથી

ભારતમાં કોરોના વાયરસના કેસમાં છેલ્લા કેટલાક દિવસથી કમી આવી રહી છે. આ બધા વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે.

Corona Update: રાહતના સમાચાર! દેશનું પહેલું કોરોનામુક્ત રાજ્ય, જ્યાં કોવિડ-19નો એક પણ એક્ટિવ કેસ નથી

ઈટાનગર: ભારતમાં કોરોના વાયરસના કેસમાં છેલ્લા કેટલાક દિવસથી કમી આવી રહી છે. આ બધા વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. અરુણાચલ પ્રદેશ દેશનું પહેલું કોરોનામુક્ત રાજ્ય બની ગયું છે. લોહિત જિલ્લામાં એકમાત્ર દર્દી સાજો થઈ જવાથી હવે રાજ્ય કોરોના વાયરસમુક્ત બની ગયું છે. 

રાજ્યમાં હવે કોઈ કોરોના કેસ નથી
અરુણાચલ પ્રદેશ રાજ્યના નિગરાણી અધિકારી લોબસાંગ જમ્પાએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નો નવો કોઈ કેસ સામે આવ્યો નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં 296 મોત થઈ ચૂક્યા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.54 ટકા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 12.68 લાખથી વધુ કોવિડ-19 ટેસ્ટ થયા છે. રાજ્ય રસીકરણ અધિકારી ડો. દિમોંગ પાડુંગે જણાવ્યું કે રાજ્યમાં 16,58,536 થી વધુ લોકોએ કોરોના રસી લીધી છે. 

— ANI (@ANI) March 28, 2022

દેશમાં કોરોનાની રફતાર ઘટી
અત્રે જણાવવાનું કે કોરોનાના રફ્તાર દેશમાં ઓછી થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોવિડના 1,270 નવા કેસ નોંધાયા છે. હાલ દેશમાં 15,859 એક્ટિવ કેસ છે. 24 કલાકમાં 31 લોકોના કોરોનાથી મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,21,035 થઈ છે. હાલ રિકવરી રેટ 98.75 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં કોવિડ-19 રસીના 183 કરોડથી વધુ ડોઝ અપાયા છે.

ચીનમાં સ્થિતિ બગડી
આ બાજુ દુનિયાની વાત કરીએ તો ચીનમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. સ્થાનિક પ્રશાસને કહ્યું કે સૌથી વધુ વસ્તીવાળું શાંઘાઈ શહેર સોમવારથી શુક્રવાર સુધી પોતાના પૂર્વ ભાગને બંધ કરશે, ત્યારબાદ 1 એપ્રિલથી તેના પશ્ચિમી ભાગમાં આ પ્રકારે લોકડાઉન શરૂ થશે. અત્રે જણાવવાનું કે શાંઘાઈ 25 મિલિયનની વસ્તીવાળું શહેર છે. જે હાલમાં સંક્રમણનું હોટસ્પોટ બની ગયું છે. માર્ચની શરૂઆતમાં અહીં કોવિડ કેસ વધવા લાગ્યા હતા. 

વુહાનથી ફેલાયો હતો કોરોના વાયરસ
ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે રવિવારે 4500થી વધુ નવા કેસની જાણકારી આપી જે ગઈ કાલ કરતા 1000 ઓછા હતા. પરંતુ આ આંકડો હજુ પણ ઘણો વધારે છે. આથી સરકારના હાથ પગ ફૂલી ગયા છે. નોંધનીય છે કે કોરોના સંક્રમણ પહેલીવાર 2019ના અંતમાં વુહાન શહેરથી જ ફેલાયું હતું. ત્યારબાદ તેણે પૂરપાટ ઝડપે સમગ્ર દુનિયાને પોતાના ભરડામાં લઈ લીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news